તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોિશયલ નેટવર્ક:કોરોના સેવા યજ્ઞ...!

13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના સામેની લડાઇ ઘણી અઘરી છે, પણ આ ભારત દેશ છે, સમાજના સથવારે તમે કોઇ પણ મુશ્કેલ લડાઇ જીતી શકો છો

કોરોના મહામારીના બીજા ઝપાટામાં આખો દેશ સપડાયો છે. જ્યાં ચૂંટણીઓ નહોતી એવાં પંજાબ, કેરળ, મહારાષ્ટ્રમાં સૌથી પહેલા કોરોનાએ કહેર વર્તાવ્યો. દેશના મોટાભાગના રાજ્યો એની ઝપટમાં આવતા ગયા. ગુજરાત પણ એમાંથી બાકાત ન રહ્યું. દેશમાં નરેન્દ્ર મોદી જેવું સમર્થ અને સક્ષમ નેતૃત્વ છે. પરિણામે યુદ્ધના ધોરણે કોરોના સામે જંગ મંડાયો છે. ઓક્સિજનથી લઇને ઇન્જેક્શન સુધી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ ઝડપથી હોસ્પિટલ સુધી પહોંચે એ માટે કામગીરી ચાલી રહી છે પણ આફત ઘણી મોટી છે. ગમે તેટલી વ્યવસ્થા ઓછી જ પડે એ હદે કોરોના પેશન્ટ વધતા રહ્યા. પરંતુ આ ભારત છે, જ્યાં સરકાર તો એની રીતે હર સંભવ બધા જ પ્રયત્નો કરે જ છે પરંતુ આપણે ત્યાં સરકારની સાથે સાથે લોકકલ્યાણકારી પક્ષો તો કામ કરે જ છે પણ સામાજિક સંગઠનો-સંસ્થાઓ પણ પૂરી તાકાથી લોકસેવામાં લાગી છે. આવી લોકસેવા માટે ગુજરાતના રાજ્યપાલે સરસ શબ્દ આપ્યો: કોરોના સેવા યજ્ઞ. ભારતના એ સંસ્કાર છે કે જ્યારે જ્યારે માનવસર્જિત કે કુદરતી આફત આવી છે ત્યારે માનવતાની મહેક ખીલી ઊઠે છે. દેશ અને દુનિયામાં કોરોના કોવિડ-19 નામના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. શાયદ આખી દુનિયામાં જીવન વ્યવહાર એકસાથે થંભી ગયો હોય એવું ઇતિહાસમાં પહેલીવાર કોરોના કહેર પછી બન્યું. મોટા મોટા સમૃદ્ધ અને વ્યવસ્થા ધરાવતા દેશ હાંફી ગયા હતા ત્યારે ભારતમાં હોસ્પિટલ, ડોક્ટર-નર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસ અને સરકારી તંત્રની સાથે સાથે મંદિરો તેમજ સામાજિક સંગઠનો સેવા માટે આગળ આવ્યાં. સ્વામિનારારાણથી લઇ સંતરામપુર અને સાંઇ મંદિરથી લઇ તિરુપતિનાં મંદિરોએ પોતાના અનાજના ભંડારો ખોલી નાખ્યાં. દર્દીઓ માટે મંદિરોમાં જ હોસ્પિટલ જેવી સુવિધાઓ ઊભી કરી દીધી. રાધાસ્વામી સત્સંગથી લઇ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ લોકોની સેવામાં ખડે પગે છે એટલું જ નહીં કોરોના આઇસોલેશન સેન્ટર શરૂ કરી દીધા. ભુજમાં તો રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો સ્મશાનમાં મૃતકોની અંતિમવિધિ કરાવે છે. અનેક જ્ઞાતિઓએ પોતાના ભવનોમાં નાતજાતના બંધનો ફગાવી કોરોના દર્દીઓ માટે આઇસોલેશન સેન્ટરનો શુભારંભ કરી દીધો. મંદિરોમાં આપેલું દસ-વીસ રૂપિયાનું દાન આજે મુશ્કેલ ઘડીમાં કરોડો બનીને પ્રજાના કામમાં આવી રહ્યું છે. ડોક્ટરો દેવદૂત છે. માણસ શ્રદ્ધાના બળે જીવતો હોય છે. ધર્મ માણસને જીવન જીવવાનું બળ પૂરું પાડે છે, હોસ્પિટલની વ્યવસ્થા દર્દીને જીવાડે છે. ડોક્ટર પણ બધા પ્રયત્નો કરી લીધા પછી અંતે તો એટલું બોલતો હોય છે: મેં તો પૂરતા પ્રયત્નો કરી લીધા હવે બધું ઉપરવાળાના હાથમાં છે. માણસને શ્રદ્ધાસ્થાનોની જરૂર ન હોત તો દુનિયામાં સૌથી વધું બુદ્ધની મૂર્તિઓ અને બૌદ્ધ મંદિર હોત જ નહીં. આલીશાન ચર્ચ ન હોત! દુનિયા આખીમાં હોસ્પિટલો જ હોત! ઘણા લોકોને ખબર જ નથી કે ઘણાં મંદિરો હોસ્પિટલ અને શાળા-કોલેજ ચલાવે છે. સોમનાથ મંદિરથી લઇને સ્વામિનારાયણ મંદિરોએ કોરોના આઇસોલેશન સેન્ટર શરૂ કર્યા છે. આ માત્ર‘સર્વે ભવન્તુ સુખિન:’ ના સંસ્કાર આપનાર હિન્દુ મંદિરોમાં જ સંભવ છે. એકવાર રાજસ્થાનના ખેતડીના મહારાજાના બગીચામાં સ્વામી વિવેકાનંદ અને મહારાજા અજીતસિંહ વચ્ચે વાતચીત ચાલતી હતી. વિવેકાનંદે મહારાજાને કહ્યું: ‘તમે સવારે ઘરેથી નીકળો છો અને તમારા કાને અવાજ આવે છે- એક મંદિરના ઘંટનો અને બીજો તરફડતા-કણસતા દુ:ખી પીડિતજનનો... આ બંને અવાજ સાંભળીને તમે પહેલા દીન-દુ:ખી અને તરફડતા-કણસતા લોકો પાસે જાઓ અને તમારી શક્તિ મુજબ એનું દુ:ખ દૂર કરો, મંદિરમાં પછી જજો.’ માની લો આજે વિવેકાનંદ હોય તો કેટલો આનંદ થાય કે મંદિરો ખુદ પોતાનાં મંદિરના દ્વાર બંધ કરી ગરીબો-પીડિતો અને દર્દીઓની સેવા કરવા સામેથી પહોંચ્યાં છે. મંદિરો શું જ્ઞાતિમંડળો અને ઉદ્યોગપતિઓ લોકસેવામાં લાગ્યા છે. કોઇ ઓક્સિજન આપે છે, કોઇ આઇસોલેશન સેન્ટર શરૂ કરે છે, કોઇ ટિફિન સેવા આપે છે. ગુજરાતના મહામહિમ રાજ્યપાલ ખુદ સેવા કાર્યોમાં જોડાયા છે. જરૂરિયાતમંદોને લાખોની સંખ્યામાં કિટ પહોંચાડી રહ્યા છે. સ્વદેશના ઉદ્યોગપતિઓ મદદમાં આગળ આવ્યા છે. ઉદ્યોગ માટે વાપરવાના બદલે દેશભરમાં કોરોના દર્દીને ઓક્સિજન પૂરો પાડી રહ્યા છે. તાત્કાલિક હોસ્પિટલ શરૂ કરી છે. ચીન, ઇટાલી અમેરિકા જેવા દેશોને માત્ર એક જ મોરચે કોરોના વાઇરસ સામે લડવાનું છે. પરંતુ ભારતમાં તંત્ર બે મોરચે લડતું હોય છે. કોરોનાની સાથે સાથે અજ્ઞાનતા, અલગ વિચારધારા, કટ્ટરતા, દેશવિરોધી પરિબળો સામે ય લડવાનું હોય છે. એટલે આપણી લડાઇ બહું અઘરી છે, છતાં નરેન્દ્ર મોદી સવાસો કરોડની જનતાના સથવારે આ લડાઇ લડી રહ્યા છે. આ લડાઇ ઘણી અઘરી છે, પણ આ ભારત છે, સમાજના સથવારે તમે કોઇ પણ મુશ્કેલ લડાઇ જીતી શકો છો. કોરોનાનો પહેલો હુમલો જેમ સામૂહિક પ્રયત્નોથી નિષ્ફળ બનાવ્યો હતો તેમ આ વખતનો બીજો હુમલો પણ ભારતીયો નિષ્ફળ બનાવશે. અંતે તો જનતા જ જનાર્દનનું બીજુ રૂપ છે! ⬛ namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો