તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
થોડા દિવસો પહેલાં સોનિયા ગાંધીએ કોંગ્રેસના 23 અસંતુષ્ટ નેતાઓ સાથે મુલાકાત કરી એ પહેલાંની આ વાત છે. પોતે લખેલા પત્રનો કોઈ પ્રતિભાવ મળ્યો નહીં હોવાથી અસંતુષ્ટ નેતા ગુલામનબી આઝાદે એક નવો દાવ નાખ્યો હતો. આઝાદ સમજી ગયા કે યુપીએના નેતા બનવા માટે રાહુલ ગાંધી તૈયાર છે. યુપીએના ચેરપર્સન બનતા રાહુલ ગાંધીને રોકવા માટે ગુલામનબીએ એનસીપીના શરદ પવારનું નામ યુપીએના ચેરપર્સન તરીકે આગળ કર્યું હતું. ગાંધી કુટુંબના નજીકના નેતાઓ અકળાઈ ગયા હતા. જો રાહુલ ગાંધી પ્રમુખ બનવા માગતા હોય તો જ સોનિયા ગાંધી પ્રમુખપદ જતું કરવા તૈયાર હતાં. જોકે 2019ની હાર પછી પ્રમુખપદ છોડનાર રાહુલ ગાંધી સહેલાઈથી માને એમ નથી. કોંગ્રેસના હાલના પ્રમુખની સમય મર્યાદા 2022 સુધી છે. રાહુલ ગાંધી કોઈ નિર્ણય લેવા માગતા નથી. રાહુલ ગાંધી ઇચ્છે છે કે જો તેઓ નહીં તો મુકુલ વાસનિક કોંગ્રેસ પ્રમુખ બને, પરંતુ કોંગ્રેસમાં ઘણાને આ સ્વીકાર્ય નથી.
પણ રાહુલ ગાંધી પોતાની જ દુનિયામાં
અ હેમદ પટેલના મૃત્યુ પછી એમ મનાતું હતું કે સોનિયા ગાંધી તેમજ રાહુલ અને પ્રિયંકા કોંગ્રેસના વિવિધ નેતાઓ સાથે સીધા સંપર્કમાં રહેશે. જોકે ગાંધી કુટુંબ હજી પણ આ બાબતે મગનું નામ મરી નથી પાડતું. રાહુલ ગાંધી તો પોતાની દુનિયામાં જ જીવી રહ્યા છે. સવારે 8 થી 9.30ની વચ્ચે ટ્વીટર પર એક કે બે ટ્વીટ મૂક્યા પછી રાહુલ ગાંધી પોતાની દુનિયામાં ચાલ્યા જાય છે. આ ટ્વીટ પણ કોંગ્રેસ મીડિયાસેલના વિનિત પુનિયા લખે છે. સોનિયા ગાંધી પણ ખરાબ તબિયતના બહાના હેઠળ કમલનાથ સિવાય બીજા કોંગ્રેસના સિનિયર નેતાઓને મળતા નથી. કમલનાથને જ્યારે સોનિયા મળે છે ત્યારે પણ પક્ષ બાબતની કોઇ વાત કરવાને બદલે ઓગસ્ટા વેસ્ટલેન્ડ બાબતે જ ચર્ચા કરે છે, એવું જાણવા મળે છે.
મિસ્ટર મીઠાલાલ
ચી નના હનન પ્રાંતમાં ઝિયાંગ ઝેઓચેંગ નામના એક શિક્ષકને જબરી ટેવ છે : રોજ ઓછામાં ઓછું અડધો કિલો મીઠું ખાવાની ટેવ. એ પણ પાછું સાવ કોરેકોરું. મીઠાંનાં પડીકાં એ પોતાના ખિસ્સાંમાં રાખે છે. મીઠાંની તલબ લાગે ત્યારે જો એ મીઠું ન ખાય તો તેને બહુ નબળાઈ જેવું લાગવા માંડે. એ કહે છે : ‘બીજું કંઈ પણ ખાધા વિના હું ત્રણ દિવસ રહી શકું, પરંતુ મીઠું તો મારે રોજ જોઈએ.’ પણ આટલું બધું મીઠું? એ વિશે ઝિયાંગ સમજાવે છે : ‘મને એપેન્ડિક્સનો પ્રોબ્લેમ થયેલો. અમુક દેશી દવા લેવાથી એપેન્ડિક્સની સમસ્યા તો ઊકલી ગઈ, પરંતુ ત્યારથી મને મીઠું ખાવાની ટેવ પડી ગઈ.’
વકરો વધારવાનો વિચિત્ર તુક્કો
દા રૂનાં પીઠાં ચલાવતી એક સ્પેનિશ કંપનીએ પોતાનો વકરો વધારવા એક નવો તુક્કો લડાવ્યો. કંપનીએ જાહેર કર્યું કે તેમના પીઠાંમાં દારૂ પીવા આવનાર પ્રત્યેક જણને પ્રત્યેક ડ્રિન્ક સાથે એક ચુંબન બિલકુલ મફત મળશે. સ્પેનના કેટેલોનિયન કાંઠા પર દારૂનાં પીઠાંઓની શૃંખલા ધરાવતી આ કંપનીએ પોતાની આ યોજના માટે વીસ યુવતીઓને ચુંબન આપવાની નોકરી પર રાખી છે. આ યુવતીઓને નોકરી પર જોડાતાં પહેલાં જ કેટલીક નાજુક અને મહત્ત્વની શરતો મૂકી હતી તેમાંની એક શરત આ પ્રમાણે હતી : ‘ડ્રિન્ક મેળવનાર વ્યક્તિ ચુંબન મેળવવાની હાલતમાં છે કે નહીં તે અમે નક્કી કરીશું.’
કચ્છ સરહદે યોજાતા ચમલિયાલના મેળા પાછળનું રહસ્ય શું ?
ભા રત અને પાકિસ્તાનના ભાગલા પડી ગયા, બંને દેશો વચ્ચે યુદ્ધો ખેલાઈ ગયાં, છતાં ખેલદિલીની એક સરવાણી સરહદની આરપાર સતત વહ્યાં કરે છે. એનું નામ છે ચમલિયાલનો મેળો. તેમાં કચ્છમાંથી મોકલવામાં આવેલા શક્કર અને શરબત પાકિસ્તાનીઓને પીરસવામાં આવે છે. શક્કરનો અર્થ થાય છે માટી અને શરબતનો અર્થ થાય છે પાણી. કચ્છીઓ ટેન્કર અને ટ્રોલીઓ ભરીને સાદું પાણી અને માટી સીમાસુરક્ષા દળના જવાનોને સોંપે છે. જેને ચમલિયાલના મેળાના સ્થળે લઈ જાય છે. કચ્છનાં પાણી-માટીની પાકિસ્તાનીઓને શી જરૂર ? જવાબ છે એ વિસ્તારના કૂવાનાં પાણીમાં ગંધકનું પ્રમાણ ઘણું ઊંચું હોય છે. ત્યાંની માટી ચામડીનાં દરદો પર સારું પરિણામ આપે છે. એટલે કચ્છીઓ વિચારે છે કે તેમને તો જ્યારે પણ ચામડીના અમુક રોગો થાય ત્યારે તે પાણી-માટીના લેપ વડે સારવાર કરી લેે, પરંતુ સરહદ પારના ચર્મરોગીઓનું શું ?
vikramvakil@rediffmail.com
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.