તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશિયલ નેટવર્ક:ચાલો ત્યારે, ઊભા થાઓ ને ભૂલ કરો!

4 મહિનો પહેલાલેખક: કિશોર મકવાણા
 • કૉપી લિંક
 • ચર્ચિલે યુદ્ધ દરમિયાન કહ્યું હતું કે, ‘િવજય વિનાની કોઈ પણ વાત મને પરવડે નહીં. ‘વી’ માટેનો મારો આંગળીઓનો સંકેત એ મારો સંકલ્પ છે.’

આપણી આસપાસ અને ભૂતકાળ ફંફોસશો તો એવા સેંકડો લોકો છે જેમણે મુશ્કેલીઓ અને પડકારોને સફળતાની સીડી બનાવી. જીવનના ઝંઝાવાતોનો સામનો કરી સફળ થયા. દુનિયાએ જોયેલા શ્રેષ્ઠ સેલ્સમેન! અસરકારક મેનેજમેન્ટ ધરાવતી આઈ. બી. એમ. જેવી કંપનીના સ્થાપક. થોમસ વોટસન કહે છે, ‘નિષ્ફળતા એ સફળતાનો વિરોધી શબ્દ નથી. ખરેખર તો જેટલી વધારે નિષ્ફળતા એટલી જ મોટી સફળતા એવો સંબંધ છે. ભૂલ થાય તો નિરાશ થવાને બદલે તેમાંથી બોધપાઠ લો. ચાલો ત્યારે, ઊભા થાઓ ને ભૂલ કરો! ભૂલોની પેલે પાર જ સફળતા બેઠેલી છે તો ઊઠો... કાં આગળ વધો, કાં પાછા આવી જાઓ. ઊભા રહેનારનું વિશ્વમાં કામ નથી.’

વિન્સ્ટન્ટ ચર્ચિલ! એમણે બાસઠ વર્ષ પાર્લામેન્ટમાં જ વિતાવ્યાં. અનેક પ્રકારના હોદ્દા ભોગવ્યા. બ્રિટનની લગામ પોતાના હાથમાં લીધી. એમણે ઇતિહાસના 42 ગ્રંથ લખ્યાં છે. મોટા હોદ્દાઓની વચ્ચે આટલાં બધાં કામ કરવાં એ નાનીસૂની વાત નથી. સૈનિક પણ હતા, સ્ટેટસમેન પણ હતા અને પ્રભાવશાળી વકતા પણ ખરા. ઇતિહાસનાં પાનાં પર સર વિન્સ્ટન્ટ ચર્ચિલનું નામ અંકાયેલું છે. ચર્ચિલે યુદ્ધ દરમિયાન કહ્યું હતું, ‘મારી પાસે આપવા જેવું કશું જ નથી સિવાય કે લોહી, આકરો શ્રમ, આંસુ અને પસીનો. એમણે કહ્યું કે હવે યુદ્ધ સિવાય કોઈ આરો નથી. મારો ઉપદેશ એક જ છે: વિજય કોઈ પણ સંજોગોમાં વિજય. ગમે એટલો ભય હોય તો પણ વિજય. વિજય વિનાની કોઈ પણ વાત મને પરવડે નહીં. ‘વી’ માટેનો મારો આંગળીઓનો સંકેત એ મારો સંકલ્પ છે.’ સ્ટીવ જોબ્સની સફળતામાં સ્ટીવ વોઝનિઅકનો બહુ મોટો ફાળો છે. એ કહે છે, ‘સ્માર્ટ લોકો જ્યાં કામ કરે ત્યાં બંધ દરવાજા આપમેળે ખૂલી જાય. ઘણા લોકો નેતૃત્વના ઉત્તમ ગુણ ધરાવતા હોવાથી મહાનતા પ્રાપ્ત કરે છે તથા અમુક લોકો સાચા સમયે ખરે સ્થળે હોવાથી સફળતા મેળવે છે. હું બીજી કેટેગરીનો માણસ છું.

એમેઝોન.કોમનો સંસ્થાપક, જેફ બેઝોસ. એણે એમેઝોનની સ્થાપના પહેલાં ડીઈ શો અને કંપની માટે નાણાકીય વિશ્લેષક તરીકે કામ કર્યું. એણે પોતાની આ સ્વપ્ન સમી સફળતા માટે ચાર વાતો લોસ ઍન્જેલસની એક કોન્ફરન્સમાં કરી હતી. એક, કોઈ પણ કામમાં વેઠ નહીં ઉતારો, દિલથી કામ કરો, પૂરેપૂરા નિચોવાઈ જઈને કામ કરો. ‘યુ વિલ બી કૉમ્પિટિંગ અગેઇન્સ્ટ ધોઝ હુ આર પૅશનેટ… યુ હૅવ ટુ બી અ મિશનરી, નૉટ અ મર્સીનરી. ઍન્ડ પૅરડૉક્સિક્લી, ધ મિશનરીઝ ઍન્ડ અપ મેકિંગ મોર મની.’ મિશનરીની ભાવનાથી કામ કરવું એટલે સેવાભાવનાથી કામ કરવું પણ અહીં એનો અર્થ એ લેવાનો કે પૈસાની આશા રાખ્યા વિના કામ કરવું. અર્થાત્ પૈસાની ગણતરી વિના કામ કરવું. જીવ નિચોવીને કામ કરવાનું.

એણે બીજી વાત કરી છે: જોખમ લેતાં ગભરાવું નહીં. ‘તમારા બિઝનેસ આઈડિયામાં જો કોઈ રિસ્ક ન લાગતું હોય તો માની લેજો કે કોઈ ઑલરેડી એ ધંધો કરી રહ્યું છે.અમે સતત રિસ્ક લેતા રહીએ છીએ અને ઍમેઝોન ડૉટ કૉમ સહિતના બીજા ધંધાઓમાં મળતી અમારી નિષ્ફળતાઓને છુપાવ્યા વિના એના વિશે વાત કરતાં રહીએ છીએ.’ એ ત્રીજી વાત કરતા કહે છેઃ રિસ્ક લઈશું એટલે સફળ થઈ જઈશું એ જરૂરી નથી. હિંમતે મર્દા તો મદદે ખુદા એવું દર વખતે નથી બનતું. રિસ્ક લીધા પછી ફેઈલ્યોર આવવાના જ છે. જેફ બેઝોસ શું કહે છે તે ધ્યાનથી સાંભળી લોઃ ‘તમને મસમોટી નિષ્ફળતા નહીં મળે ત્યાં સુધી તમે જીવ પર આવીને ફરી લડવાના નથી. તમારામાં જીતવાનું ઝનૂન પેદા થાય એ માટે જ પહાડ જેવી નિષ્ફળતાઓ આવતી હોય છે. મોટી હરણફાળ ભરશો તો મોટી નિષ્ફળતાઓ આવશે. ભલે આવતી. તમારે એની તૈયારી રાખવાની. જેફ બેઝોસની ચોથી વાત કરે છે. જે લોકોના નિર્ણયો વારંવાર સાચા પડતા હોય છે એ લોકોને બીજાઓ પોતાને શું કહે છે એ ધ્યાનથી સાંભળવાની ટેવ હોય છે. પછી નિર્ણયો ભલે પોતાની કોઠાસૂઝથી લેવાતા હોય. પણ બીજા લોકોના મંતવ્યો સાંભળવા જોઈએ, તમારા વિચારો, તમારા નિર્ણયો ધરમૂળથી બદલતા રહેશો તો તમે ક્યાંના ક્યાં પહોંચી જશો. આવનારી તકોનું સ્વાગત કરવા અને બદલાતા આવનારી તકોનું સ્વાગત કરવા અને બદલાતા વાતાવરણમાં ટકી રહેવા તમારે પણ બદલાતા રહેવું પડે.

સર્ગેબ્રીને લેરી પેઈજની સાથે ‘ગૂગલ’ નામની કંપની સ્થાપી. ઈન્ટરનેટ પર વિવિધ વિષયોની માહિતી શોધવા માટે આ કંપની અવનવા નુસખા શોધ્યા જ કરતી હોય છે. ગૂગલના આ સહસ્થાપક કહે છે, ‘સિદ્ધિ બધાને મેળવવી જ હોય પણ હું ફક્ત સફળ બિઝનેસમેન તરીકે ઓળખવાને બદલે ભરોસાપાત્ર જુદું જ કરનાર, નીતિપાત્ર ઈન્સાન તરીકે લોકોના દિલમાં વસી જવા ઈચ્છું છું. ‘ગૂગલ’ની વેબસાઇટ શરૂ થઈ તે પહેલાં પણ સર્ચ એન્જિન તો હતાં જ. પણ ગુણવત્તા મુજબ માહિતીને ગોઠવવામાં આવતી ન હતી. ઘણીવાર તો એક પ્રશ્ન માટે હજાર ઉત્તર મળતા, પરંતુ તેમાંથી દસ પણ કામ ન લાગતા.’ આંતરરાષ્ટ્રીય પુસ્તકોના લેખક નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસના નિષ્ણાત રોબિન શર્મા કહે છે, ‘જીવનમાં ભૂલો નહીં, માત્ર શીખવાના પાઠ હોય છે. નકારાત્મક અનુભવ જેવું કશું હોતું નથી. માત્ર આત્મસિદ્ધિમાં વિકસવા, શીખવા, આગળ વધવાના માર્ગ હોય છે. તમે તમારા કલાકો જેવી રીતે જીવશો તે જ રીતે તમારાં વર્ષો સર્જશો. તમે તમારા દિવસો જેમ જીવશો, તે જ રીતે તમારું જીવન બનાવશો. દરેક પડકાર એ વસ્તુઓને સારી રીતે કરવાની તકથી વધારે કશું નથી.’ namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો