તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફ-બીટ:સિરિયલના સેટથી લઇને કેરેક્ટરની તૈયારી

ઉમેશકુમાર ઉપાધ્યાય3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોની સિરિયલના પ્રોડ્યુસર, આર્ટ ડિરેક્ટર, અભિનેત્રી પાસેથી જાણીએ કે કઇ રીતે સેટની ડિઝાઇન કરીને પાત્રને જીવંત બનાવે છે

ટીવી પર દર્શાવાતી મનોરંજક સિરિયલોમાં સ્ટાર્સ ઉપરાંત પડદા પાછળ લેખક, નિર્માતા-નિર્દેશકથી લઇને કોસ્ચ્યુમ ડિઝાઇનર, આર્ટ ડિરેક્ટર વગેરે તમામ ડિપાર્ટમેન્ટ કામ કરતાં હોય છે, જેના કારણે સિરિયલ મોટા ભાગના લોકો જુએ છે. આજે આપણે અહીં નિક્કી ઔર જાદુઇ બબલના પ્રોડ્યુસર, આર્ટ ડિરેક્ટર, અભિનેત્રી પાસેથી જાણીએ કે કઇ રીતે સેટની ડિઝાઇન, ડ્રેસ ડિઝાઇન કરવાની સાથે ગેટઅપમાં પાત્રને જીવંત બનાવે છે. ચિલ્ડ્રન ફ્રેન્ડલી કલરનો સેટ ડિઝાઇન કર્યો છે : રજત પોદ્દાર (આર્ટ ડિરેક્ટર) વર્ષ 1995થી અત્યાર સુધીમાં દોઢ લાખથી વધારે સિરિયલ અને ફિલ્મોના સેટ બનાવ્યા છે. મારો પહેલો લોકપ્રિય સેટ ‘ક્યોંકિ… સાસ ભી કભી બહૂ થી’નો હતો. અત્યારે ‘નિક્કી ઔર જાદુઇ બબલ’નો સેટ દહીસર પશ્ચિમ પાસે 5000 ચો. ફીટના બંગલામાં ઊભો કર્યો છે. તેને અનેક વર્ષ માટે લઇ લીધો છે. સિરિયલની વાર્તા અનુસાર અનાથાશ્રમમાં નાનાં બાળકો રહે છે. તેમની બાબતોને ધ્યાનમાં રાખીને અલગ અલગ રૂમ બનાવવા પડ્યા. એક દિવસમાં લગભગ 70થી 80 લોકો કામ કરતા હતા ત્યારે આ સેટ ઊભો કરવામાં એક મહિનો લાગ્યો. તમામ સેટ બનાવવામાં ઓછામાં ઓછા 50થી 60 લાખ રૂપિયા ખર્ચાયા. કોરોના કાળમાં તમામ પ્રોટોકોલ ફોલો કરીને બનાવ્યો છે. પાત્ર મુજબ સેટ બનાવીએ છીએ. ‘નિક્કી ઔર જાદુઇ બબલ’માં રંગોની જ રમત હોવાથી આને એકદમ ફ્રેશ અને ચિલ્ડ્રન ફ્રેન્ડલી કલરથી સેટ ડિઝાઇન કર્યો છે. અમારે કોસ્ચ્યુમ ડિરેક્ટરથી લઇને કેમેરામેન સાથે પણ સાયુજ્ય સાધવું પડે છે. ફિલ્મમેકર, કેમેરામેન, કોસ્ચ્યુમ ડિઝાઇનર વગેરે વિભાગ સાથે સાયુજ્ય સાધીને જ સેટ ડિઝાઇન કરીએ છીએ. આમ છતાં કોઇ બાળક હોય અથવા ઝંઝારિકા ગાયબ થઇ જાય છે, ત્યારે એને ક્રોમા પર શૂટ કરવામાં આવે છે. અત્યારે કોરોના કાળમાં ખૂબ સાવચેતી રાખીને કામ કરવું પડ્યું. જે શોમાં વધારે બાળકો હોય છે, તેનો આઉટપુટ ઘટી જાય છે : ધીરજકુમાર (નિર્માતા) આ શોમાં 10-11 બાળકલાકારો છે. તેમને પસંદ કરવામાં સેંકડો ઓડિશન લીધા. તમામ ઓડિશન તો ઓનલાઇન થયા. જે શોમાં બાળકોનું આટલું મોટું ટોળું હોય, મોટા ટેક્નિશિયન અને સ્પેશિયલ ઇફેક્ટ હોય, તેનો ખર્ચ તો વધી જ જવાનો. જોકે આને ચેનલ અલગ આપે છે. વાસ્તવમાં જેમાં આટલા બાળકો સામેલ હોય, તેમાં ખૂબ મહેનત કરવી પડે છે. બાળકો 10-12 કલાક કામ નથી કરી શકતા તેથી આઉટપુટ ઘટી જાય છે. અમારે એડવાન્સ પ્લાનિંગ અને શૂટિંગ કરવું પડે છે. કોવિડ-19 છતાં અમારા નવા એપિસોડ્સ ચાલે છે, પણ અમનેય તકલીફ પડશે, કેમ કે થોડા જ એપિસોડ બાકી છે. આવી પરિસ્થિતિમાં બાળકો સાથે શૂટિંગ કરવાનું શક્ય નથી. લાંબા નખને લીધે મારા હાથે જમી પણ નહોતી શકતી : લવીના ટંડન (અભિનેત્રી) મારા ચહેરા પર મેકઅપ દાદાનો હાથ એકદમ બેસી ગયો હોવાથી 30થી 45 મિનિટ અને કોસ્ચ્યુમ કેરી કરવામાં 25થી 30 મિનિટ લાગે છે. તૈયાર થવામાં એક કલાકથી વધારે સમય લાગે છે, જ્યારે મને ઝડપથી તૈયાર થવાનું ગમે છે. એકસાથે હેર અને મેકઅપ બંને કરાવું છું. કોસ્ચ્યુમ રેડી હોય છે, ત્યારે ઘણી વાર પહેલાં પહેરી લઉં છું. ઉનાળામાં ઝંઝારિકાનો કોસ્ચ્યુમ પહેરીને 12-12 કલાક શૂટ કરવાનું મુશ્કેલીભર્યું છે. જ્યારે મારો શોટ હોય છે, ત્યારે મને બોલાવવામાં આવે છે. સેટ પર હોઉં છું ત્યારે એરોકોન્ડા એસી લગાવવામાં આવે છે. મારો ગાઉન, હાથની જ્વેલરી, ક્રાઉન વગેરે વજનદાર મેનેજેબલ છે, પણ ટોપ પર જે શિંગડા જેવા લગાવ્યા છે, તે ખૂબ વજનદાર છે. મારા ટોપમાં બે પડના કાપડ વચ્ચે વાયરને રેપ કરીને લગાવવામાં આવ્યા છે, જેથી એ સીધા રહે એટલે વધારે વળી નથી શકતી. હા, ઝંઝારિતાનો જ્યારે મેજિકવાળો લુક હતો, ત્યારે પ્રોડક્શન સાથે વાત કરીને આર્ટિફિશિયલ નખ બનાવડાવ્યા હતા, પણ લાંબા નખને કારણે ન તો ફોનનો ઉપયોગ કરી શકતી, ન સરખી રીતે જમી શકતી અને ન તો બારણું ખોલી શકતી. નોર્મલ લુકમાં આવતાં જ નખ કપાવીને નાના કરી નાખ્યા. બાળકો સાથે શૂટિંગ કરવાનું હોવાથી ધીરજ તો પહેલાંથી જ વધારે રાખી છે. ⬛

અન્ય સમાચારો પણ છે...