તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામ સંિહતા:કોવિડ-19 પછી સેક્સ અંગેની સાવચેતી

ડૉ. પારસ શાહ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેફ સેક્સની વાત કરીએ ત્યારે સેકસ દરમિયાન કોવિડ-19ના સંક્રમણ અટકાવવું જરૂરી છે

સંશોધન દર્શાવે છે કે કોવિડ-19થી ફેફસાં ઉપરાંત વ્યાપક પ્રમાણમાં શરીરનાં બીજા અંગોમાં પણ એન્ડોથેલિયલ ડિસફંક્શન થઈ શકે છે. જેનું મુખ્ય કારણ એન્ડોથેલિયલ કોષોમાં કોવિડની હાજરી છે. જે શિશ્ન સહિત ઘણાં અંગોને અસર કરી શકે છે. આ સંશોધનમાં જાણવા મળેલ છે કે અગાઉ શિશ્નમાં શિથિલતાની ફરિયાદ ન હોય તેવા પુરુષોમાં કોવિડના સંક્રમણ પછી આ સમસ્યા ગંભીર રીતે સર્જાઈ છે. સંશોધનમાં પુરુષોના શિશ્નના ટિશ્યુનું સેમ્પલ લેવામાં આવેલ હતું અને એન્ડોથેલિયલ ડિસફંક્શન માટે પણ ટિશ્યુ પરીક્ષણ કર્યું હતું. કોવિડ સંબંધી અન્ય જટિલતા, વ્યાપક સંક્રમણ અને તેને કારણે એન્ડોથેલિયલ ડિસફંક્શનને કારણે શિશ્નમાં શિથિલતાની સમસ્યા ઊભી થઈ શકે છે એવું આ સંશોધનમાં જાણવા મળેલ છે. ⚫ કોવિડ-19 ફાસ્ટ ફેક્ટ્સ: કોવિડ-19 જે વિવિધ શારીરિક પ્રવાહીઓ દ્વારા ફેલાય છે. જેમ કે, રેસ્પિરેટરી ડ્રોપલેટ, મ્યુકસ, વીર્ય અને લોહી - સુરક્ષિત સેક્સની વ્યાખ્યા વિસ્તૃત થઈ છે. એવા દિવસો ગયા જ્યારે સુરક્ષિત સેક્સ એટલે માત્ર એસ.ટી.આઈ.ના સંક્રમણના જોખમની જ વાત હતી. હવે જ્યારે સેફ સેક્સની વાત કરીએ ત્યારે સેકસ દરમિયાન કોવિડ-19ના સંક્રમણ અટકાવવું પણ જરૂરી બની ગયું છે. આ માટે આટલું જાણવું અને તેને અમલમાં મૂકવું હવે જરૂરી છે. ⚫ કોવિડ-19 એ જાતીય સંક્રમિત ચેપ (STI) નથી. જોકે જ્યારે સેકસ કરો અથવા કોઈની સાથે નજીકના સંપર્ક આવવાથી તે થઈ શકે છે. ⚫ જીવનસાથી સાથે સમાગમ કરવામાં ચિંતા કરવા જેવું નથી, જ્યાં સુધી બંનેમાંથી કોઈક એકને પણ કોવિડ-19ના લક્ષણો નથી. ⚫ જો બંનેમાંથી કોઇને કોવિડ-19ના લક્ષણો હોય તો અંતર રાખવું અને 14 દિવસ સુધી સેકસ કરવાનું ટાળવું જોઈએ. ⚫ કોવિડ-19 દરમિયાન હસ્તમૈથુન, સેકસ ટોયથી જાતીય આનંદ માણવાથી કોઈ નુકસાન થતું નથી. સેક્સ ટોયનો ઉપયોગ કરતા પહેલાં અને પછી તે ધોવા જોઈએ. ⚫ કોવિડ-19ના સમયમાં સેકસની સંખ્યા ઓછી કરો. ⚫ લગ્નેતર સંબંધોમાં ચુંબન કરવાનું ટાળો. ⚫ લગ્નેતર સંબંધોમાં સેકસ પહેલાં અને પછી હાથ સાબુથી ધોવા અને સ્નાન કરો. ⚫ જ્યાં સેકસ કરો તે વિસ્તારને સાફ કરવા માટે સાબુ અથવા આલ્કોહોલ વાઇપ્સનો ઉપયોગ કરો. ⬛ dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...