તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
‘રાજેશ કાલે સાંજે પૂરું કરવાનું છે હોં. આ છોકરાઓને કહે જરા ઉતાવળ કરે.’ વાયરનો છેડો સ્વિચમાં નાખતા રાજેશે કોન્ટ્રાક્ટર સામે જોયું. કોન્ટ્રાક્ટરનો બરછટ ચહેરો, ટૂંકા વાળ અને ઊપસેલું પેટ એની ખંધાઈની ચાડી ખાતા હતા. રાજેશને ખબર કે આ કોન્ટ્રાક્ટર તેલ પીવડાવી ઘી કાઢી લેવામાં ઉસ્તાદ છે. તે યાદ અપાવતો હોય તેમ બોલ્યો, ‘રાજેશ, કાલે થઇ જશે ને ભાઈ ? જો શેઠ ફાંદા કરશે તો હું તમને શું દઈશ?’
‘લગભગ થઇ જશે ચિંતા ન કરો.’ ‘લગભગ નહીં, થઈ જવું જોઈએ. મને કાલે કોઈપણ હિસાબે કામ પૂરું ખપે.’ ‘શેઠ થશે એટલું કરી નાખશું. તમે ક્યાંય જતાં નહીં, મને પૈસાની જરૂર છે. આપણો આગલો હિસાબેય બાકી છે. આજે પૈસા જોઇશે જ.’ ‘ભાઈ હું ક્યાં ભાગી જાઉં છું ? કામ તો પૂરું કરો. ચા મગાવું?’ ‘ચાની જરૂર નથી. મારો હિસાબ કરો પછી બીજી વાત.’ કોન્ટ્રાક્ટર ભીખુની રાડ નીકળી ગઈ. ‘અલ્યા, એવડા પૈસાને શું કરીશ?’ રાજેશે વાયરના છેડા લબડતા મૂકી સ્ટૂલ પરથી કૂદકો માર્યો. કોન્ટ્રાક્ટરને લાગ્યું કે આ મારશે કે શું ? પ્રભુલાલે પકડ પેન્ટનાં ખિસ્સાંમાં નાખતા કહ્યું, ‘મહેરબાની કરીને આજે પૈસા આપી દેજો, બધા જ. ’ ‘ભાઈ મેં ક્યાં ના પાડી છે ? આ કામ પૂરું કરી દો. કાલે બધા પૈસા ચૂકવી દઈશ બસ. આજે આ પતાવો.’ ‘ના, અમે અમારા કામમાં પડ્યા હોઈશું અને તમે ચાલ્યા જશો. ઘેર આવશુ તો તમારા ઘરના લોકો બારણેથી જ કહી દેશે કે તમે ઘેર નથી. તમારો ફોન તો આમેય બંધ હોય છે.’ ‘રાજેશ આજે કેમ ત્રાગા પર ઊતરી આવ્યો છે ભાઈ? તારા પૈસા લઈને હું ભાગી નહીં જાઉં. મરી જઈશ તો મારા દીકરા દઈ દેશે. હું કંઈ ભિખારી નથી. ભગવાનની મહેરબાની છે સમજ્યો ? ચાલો કામ પતાવો.’
‘તમે નથી દેતા તે તમારા દીકરા વાળી શું દેતા હશે ? પૈસા આપશો પછી કામ આગળ ચાલશે. કોન્ટ્રાક્ટર રાજેશના મોં સામે જોઈ રહ્યો. એને આજે રાજેશની આંખોનો રંગ જુદો લાગતો હતો. રાજેશ ઊંચું બોલે, ઝઘડો કરે એ વાત કોન્ટ્રાક્ટરના મગજમાં બેસતી નહોતી. તેણે બે હાથ પેન્ટનાં ખિસ્સામાં નાખી રાજેશ સામે ઊભા રહેતાં બોલ્યો, ‘અને ન દઉં તો?’ ‘તો?’ રાજેશની આંખો ઝીણી થઇ. તેણે હાક મારી, ‘છોરા આમ આવો. આજે આપણે આ શેઠના છેડા કાઢી નાખીએ.’ જુદા-જુદા પોઇન્ટ પર કામ કરતા ચારેક જુવાનિયા દોડી આવ્યા. રાજેશને પોતાનો મોટો ભાઈ માનતા છોકરા સમજી ગયા કે કંઈક રંધાઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટર બી ગયો, છતાં તેણે ધમકીની ભાષા ઉચ્ચારી, ‘રાજેશ આ સારું નથી.’
‘આ સારું નથી ? તો ચાલો મારી સાથે સારું શું છે તે તમને બતાવું. મારો છોકરો ચાર દિવસથી બીમાર છે. મારી પત્ની એટલે નવી વસ્તુની માગણી કરતી નથી, એને ખબર છે કે ઘરમાં કમાનાર હું એક જ છે. તમને જરાય વિચાર નથી આવતો કે આ કારીગરોનોય પરિવાર છે, એનેય તકલીફો છે, એમનેય મોજમજા કરવાનું મન થતું હશે. અમે મહેનતના માગીએ છીએ. તમારી પાસે ભીખ નથી માગતા. તમને પૈસા દેતા તાવ કેમ ચડે છે?’ રાજેશે ખિસ્સામાંથી ડાયરી કાઢી કોન્ટ્રાક્ટરને આપતા કહ્યું, ‘જુઓ, આમાં બધો હિસાબ છે. મને ખબર છે તમારી પાસે અત્યારે પૈસા છે. બધા મળીને પંદર હજાર જેટલા નીકળે છે. જો આજે પૈસા નહીં આપો તો બહાર નહીં જઈ શકો. રાત પડી ચૂકી છે. હું તમને હાથ જોડીજોડી થાક્યો. તમને દયા ના આવી. જલદી મારો હિસાબ કરો. સાંભળો જો આજે જરાય ફાંદા કર્યા છે તો હું વાયરમેન છું. છેડા ઊંધા કેમ દેવા એ મને આવડે છે. તમારો પાવર સપ્લાય બંધ થઈ જશે.’ કોન્ટ્રાક્ટરે પેન્ટના ખિસ્સામાં હાથ નાખ્યો. કડકડતી ત્રીસ નોટ રાજેશ સામે ધરતા મોં બગાડીને બોલ્યો, ‘આખરે કારીગરની જાત પાધરી કરીને ? પણ જો કાલે કામ પૂરું નહીં થાય તો હાડકાં ભંગાવી નાખીશ.’ રાજેશે કહ્યું, ‘ચિંતા ન કરો. થઈ જશે. દુનિયાની સુખસાહ્યહી કારીગરોની ઈમાનદારી ઉપર ઊભી છે, સમજ્યા ? પણ તમે નહીં સમજો! mavji018@gmail.com
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.