તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પોર્ટ્સ:બાયોબબલ - પરપોટો કે પ્રોટોકોલ?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાયોબબલ બ્રીચ થવાથી ખેલાડીઓ સંક્રમિત થયા

અંતે જેની ભીતિ હતી તે જ થયું. બાયોબબલ બ્રીચ થવાના કારણે IPLમાં ભાગ લેનાર ખેલાડીઓ, ગ્રાઉન્ડ સ્ટાફ અને નોન પ્લેઈંગ સ્ટાફને કોવિડ સંક્ર્મણ થવાથી IPL અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. BCCIએ પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે અમે ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને રમત સાથે જોડાયેલા તમામ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને IPLને અનિશ્ચિત સમય સુધી મુલતવી રાખીએ છીએ. આઘાતજનક બાબત એ છે કે IPL સ્થગિત કર્યાના એક સપ્તાહ અગાઉ BCCIના ચીફ એક્ઝિક્યૂટિવ હેમાંગ અમીને તમામ ફ્રેન્ચાઇઝીને સંબોધિત કરતા પત્રમાં બાયોબબલની સુરક્ષા અંગે આત્મવિશ્વાસભર્યો સંદેશ આપતા જણાવ્યું હતું કે IPL માત્ર મનોરંજક ઇવેન્ટ નથી. ⚫ IPLમાં કોણ સંક્રમિત થયું છે? કોલકાતા નાઇટ-રાઇડર્સના સ્પિન બોલર વરુણ ચક્રવર્તી અને સંદીપ વારિયર સંક્રમિત થયા હતા. ત્યાર બાદ ચેન્નાઇના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી અને એક નોન પ્લેઈંગ સ્ટાફ, હૈદરાબાદના વૃદ્ધિમાન સહા, દિલ્હીના અમિત મિશ્રા અને કોટલા મેદાનના 5 જેટલા ગ્રાઉન્ડસ્ટાફ સંક્રમિત હોવાના રિપોર્ટ સામે આવ્યા હતા. આ રિપોર્ટ્સને અનુલક્ષીને કોલકાતા અને બેંગ્લુરુની મેચ પડતી મુકાઈ હતી, ત્યાર બાદ હૈદરાબાદ અને મુંબઈ અને ચેન્નાઇ અને રાજસ્થાન એમ 3 મેચ પડતી મુકાઈ. ⚫ વિદેશી ખેલાડીઓના સ્વદેશ પરત ફરવાની વ્યવસ્થા શું છે? ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ભારતથી આવતી તમામ ફ્લાઈટ્સ બંધ કરવાની જાહેરાત કરી હોવાથી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનું સ્વદેશ પાછા ફરવું મુશ્કેલીભર્યું બન્યું છે. IPL ચેરમેન બ્રિજેશ પટેલે ખેલાડીઓને જણાવ્યું છે કે BCCI તમામ વિદેશ ખેલાડીઓના ટ્રાવેલ, હોટેલ અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને તેમને પોતાના દેશ પરત ફરવાની ગોઠવણ કરી આપશે. પેટ કમિન્સ, સ્ટીવ સ્મિથ, મેક્સવેલ, સાઈમન કટિચ અને રિકી પોન્ટિંગ માલદીવ્સમાં 15 મે સુધી રોકાશે. ત્યાર બાદ માલદીવ્સથી ઓસ્ટ્રેલિયા પરત ફરશે. ⬛ nirav219@gmail.com

અન્ય સમાચારો પણ છે...