તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મલ્ટિપ્લેક્સ:રોમાન્સ અને એન્ટિ-રોમાન્સ વચ્ચે...

શિશિર રામાવત9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટિપિકલ હિન્દી ફિલ્મો સ્ત્રીપુરુષના સંબંધને અતિ રૂપાળો પેશ કરે છે. ‘જાઉં કહાં બતા અય દિલ’ ફિલ્મ આ થિયરીને ઊંધી કરી નાખે છે

સૌથી પહેલી તો મોટ્ટા, લાલ અક્ષરોમાં ચેતવણી. જો તમારી સુરુચિ બટકણી હોય ને સહેલાઈથી એનો ભંગ થઈ જતી હોય તો જે બે ફિલ્મોની વાત કરવાની છે, તેમાંની પહેલી ફિલ્મ પાસે ફરકવાની ભૂલ ન કરતા. તમારી સુરુચિ મજબૂત હશે તોપણ આ ફિલ્મ જોતી વખતે તે ખળભળી ઊઠશે એની ખાતરી રાખજો. બીજી ફિલ્મનું કુળ લગભગ આ જ છે, પણ તે તમારી સુરુચિ અને એસ્થેટિક્સ સેન્સ બન્નેનો ખ્યાલ રાખે છે. પહેલી ફિલ્મ છે, ‘જાઉં કહાં બતા અય દિલ’ અને બીજી છે, ‘માલ્કમ ઍન્ડ મૅરી’ પહેલી ફિલ્મ હિન્દીમાં છે, બીજી હોલિવૂડની અંગ્રેજી ફિલ્મ છે. બન્ને રિલેશનશિપ ડ્રામા છે. બન્નેમાં સ્ત્રી-પુરુષના તૂટેલા, તિરાડ પડી ચૂકેલા, ઓગળી રહેલા અને અસ્થિર થઈ ગયેલા સંબંધની વાત છે. બન્ને મિનિમલિસ્ટિક છે એટલે કે બેમાંથી એકેયમાં ભવ્ય લોકેશન-નાચ-ગાના-કૅમેરાની કરામત-સ્ટંટ-એક્શન આમાંનું જ કશું નથી. આદિશ કેલુસ્કર નામના અજાણ્યા, ઇન્ડિપેન્ડન્ટ યુવાન ફિલ્મમેકરે બનાવેલી ‘જાઉં કહાં બતા અય દિલ’ મુંબઈમાં આકાર લે છે. વાત તો સાવ સાદી છે. એક અપરિણીત મધ્યમ-મધ્યમવર્ગીય કપલ છે. ત્રીસ વર્ષ વટાવી ચૂકલી, ખાસ્સી શામળી, દેખાવમાં સહેજે આકર્ષણ પેદા ન કરે તેવી યુવતી છે. યુવક પણ એવો જ. પાતળિયો, મસ્તક પર ઓછા થઈ રહેલા વાળવાળો, નાના પાટેકરની યુવાનીની યાદ અપાવે એવો. યુવતી કોઈ મામૂલી લેડીઝ હોસ્ટેલમાં રહીને સાધારણ નોકરી કરે છે. યુવાન કોઈ અકાઉન્ટન્ટની નોકરીમાં માંડ સ્થિર થયો છે. રજાના દિવસે મોડી સવારે દસ-અગિયાર વાગ્યે તેઓ મળે છે, મુંબઈના મરીન ડ્રાઇવ પર લાંબી વૉક લે છે, ઇરાની રેસ્ટોરાંમાં લંચ લે છે, થિયેટરમાં ફિલ્મ જુએ છે, દરિયાકાંઠે જઈને બેસે છે, કોઈ સસ્તી હોટલના બંધ કમરામાં સેક્સ કરે છે ને પછી... અને આ આખો સમય દરમિયાન તેઓ સતત વાતો-વાતો-વાતો કર્યે રાખે છે. ઑફિસની વાતો, યુવતીની રૂમમેટની વાતો, ભાજપ-કૉંગ્રેસની વાતો, ફિલ્મોની વાતો. શરૂઆતની થોડી જ મિનિટોમાં સ્પષ્ટ થઈ જાય છે કે યુવકનો સ્વભાવ આધિપત્ય જમાવનારો છે, જ્યારે યુવતી પ્રમાણમાં ભીરુ છે. યુવક કોઈ રીતે બંધાઈ શકે તેવો નથી. તેનાં વાણી કે વ્યવહારમાં કોઈ પ્રકારનાં ફિલ્ટર નથી. જે મનમાં આવે તે ધડ્ દઈને બોલી નાખે છે, જે કરવાની ઇચ્છા થાય તે સ્થળ-કાળની પરવા કર્યા વિના કરી નાખે છે ને અધિકારપૂર્વ કરાવે પણ છે. સ્ત્રીદાક્ષિણ્ય જેવો શબ્દ એની ડિક્શનરીમાં નથી, પણ હા, એનાં વર્તન-વ્યવહાર પૂરેપુરાં પારદર્શક છે. એનામાં કોઈ જાતનો દંભ કે કૃત્રિમતા નથી. ઓછાબોલી યુવતી ઠીક ઠીક સહનશીલ છે. એને લાગે છે કે ભલે મારા બૉયફ્રેન્ડનો સ્વભાવ આકરો હોય, ભલે એ વાતવાતમાં ગંદી ગાળો બોલતો હોય, બિભત્સ ચાળા કરતો હોય ને કરાવતો હોય, ભલે એને પ્રેમના બે શબ્દો બોલતા આવડતું ન હોય, પણ એને મારી પરવા છે. ભલે એ બીજી સ્ત્રીઓને ભોગવવાની ઇચ્છા વ્યક્ત કરતો હોય, પણ એ મને જરૂર ચાહે છે. એણે માની લીધું છે કે એક વાર લગ્ન કરી લઈશું પછી બધું ઠીક થઈ જશે. આપણને સમજાય કે યુવતી પોતાનું મન મનાવવાની કોશિશ કરી રહી છે. વાસ્તવમાં એ પોતાના બૉયફ્રેન્ડ પર લાગણીના સ્તરે ડિપેન્ડન્ટ બની ગઈ છે, કદાચ એટલા માટે કે એ એકલવાયી છે, પોતાની બદસૂરતી બદલ લઘુતાગ્રંથિ અને અસલામતી અનુભવે છે. એને વાતો કરવા માટે, જેના પર પ્રેમ ઢોળી શકાય એવું કોઈક પાત્ર જોઈએ છે, જે એને આ બૉયફ્રેન્ડમાં મળી ગયું છે. ફિલ્મ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ ડિરેક્ટર દર્શકને આઘાત આપવાની માત્રા વધારતા જાય છે. હોટલના બંધ કમરામાં મામલો અત્યંત સ્ફોટક બની જાય છે. પ્રેમી-પ્રેમિકાના ઉપભોગનું આવું ઉઘાડું દશ્ય હિન્દી સિનેમામાં આપણે અગાઉ ક્દાચ ક્યારેય જોયું નથી, આટલી ગંદી ભાષામાં બોલાયેલા, ગલીચ કક્ષાના ઉઘાડા સંવાદો આપણે કદી સાંભળ્યા નથી. ફિલ્મ અંત તરફ આગળ વધે છે ને વિચિત્ર અને નબળા ક્લાયમેક્સ પર વાર્તા પૂરી થાય છે. આ ફિલ્મનું 2018માં મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલી વાર સ્ક્રીનિંગ થયું હતું. થોડા દિવસો પહેલાં તે ઓટીટી પ્લેટફોર્મ પર મુકાઈ છે. આ ફિલ્મનું કોન્ટેન્ટ એવું છે કે થિયેટરોમાં તે રિલીઝ થઈ જ ન શકે. આ ફિલ્મમાં ‘કવિ’ કહેવા શું માગે છે? એફટીઆઇઆઇમાંથી ડ્રોપઆઉટ થયેલા રાઇટર-ડિરેક્ટર આદિશ કેલુસ્કરે શું ‘હટ કે’ કે પ્રયોગખોરીના નામે ‘એક્સટ્રીમ મૂવી’ બનાવી નાખી છે? સૉફ્ટ પોર્ન પ્રકારનું કોન્ટેન્ટ તેમજ ગંદકી પીરસીને તેઓ અમુક પ્રકારના ઑડિયન્સને ગલગલિયા કરાવવા માગે છે? જવાબ બહુ સ્પષ્ટ છેઃ બિલકુલ નહીં. ફિલ્મ જોતી વખતે તમને સમજાય છે કે આ વસ્તુ બનાવનાર રાઇટર-ડિરેક્ટર ઓરિજિનલ છે, સૂઝસમજવાળો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો