તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પોર્ટ્સ:બી.સી.સી.આઈ. - બુલી કે બાહુબલી?

4 મહિનો પહેલાલેખક: નીરવ પંચાલ
 • કૉપી લિંક
 • બીસીસીઆઈ પર ભૂતકાળમાં ‘બુલી’ એટલે કે નબળા ક્રિકેટ બોર્ડ્સ પર દાદાગીરી કરવાના આરોપો લાગેલા છે
 • હજી તો ભારતીય ક્રિકેટ ટીમના પ્રવાસની શરૂઆત જ થઇ છે, ત્યાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ અને તેના પાર્ટનર્સ વચ્ચે વિખવાદ થયો છે

ભારતીય ક્રિકેટ ટીમની ઓસ્ટ્રેલિયા પ્રવાસની હજુ શરૂઆત થઇ છે, ત્યાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ અને તેમના બ્રોડકાસ્ટિંગ પાર્ટનર સેવન વેસ્ટ મીડિયા વચ્ચે કાયદાકીય યુદ્ધ છેડાય તેવી શક્યતાઓ જણાય છે અને આ યુદ્ધમાં બીસીસીઆઈને પણ વત્તાઓછા અંશે છરકા પડી શકે તેમ છે. સેવન વેસ્ટ મીડિયાએ ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટમાં ત્યાંની ક્રિકેટ ઓસ્ટ્રેલિયા, સ્થાનિક પ્રોવિન્સિયલ સરકારો તેમ જ ફોક્સટેલ સામે આર્થિક નુકસાન અંગેનો દાવો કરતી અપીલ કરી છે અને કોર્ટ પાસેથી બીસીસીઆઈ, ફોક્સટેલ અને પ્રોવિન્સિયલ સરકારો વચ્ચે થયેલા કોમ્યુનિકેશનના દસ્તાવેજો ચકાસવાની પરવાનગી માગી છે. વાત એમ છે કે ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ત્રણેય ફોર્મેટની સીરિઝ સામેલ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વ્હાઇટ બોલની લિમિટેડ ઓવર્સની બંને સીરિઝ બ્રોડકાસ્ટ કરવાના રાઇટ્સ ફોક્સટેલને આપ્યા છે. જ્યારે ટેસ્ટ મેચના એક્સક્લુઝિવ રાઇટ્સ સેવન વેસ્ટ મીડિયા પાસે છે. ભારતીય ટીમના પ્રવાસના આયોજન સમયે લિમિટેડ ઓવર્સની બંને સીરિઝનું આયોજન ટેસ્ટ મેચની સીરિઝ સમાપ્ત થાય ત્યારે થવાનું હતું પરંતુ જ્યારે સીરિઝનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું ત્યારે પહેલાં વનડે, તે પછી ટેસ્ટ મેચ અને ત્યાર બાદ ટેસ્ટ સીરિઝ ગોઠવાઈ હોવાનું ધ્યાનમાં આવ્યું. સેવન મીડિયા સ્પષ્ટપણે માને છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બીસીસીઆઈની માંગણી મુજબ શિડ્યુલમાં ફેરફાર કરીને પોતાની સાથે કરેલો 450 મિલિયન ડોલર્સના કોન્ટ્રાકટનો ભંગ કર્યો છે. સેવન મીડિયા અત્યારે દેવાના ડુંગર હેઠળ છે અને એક્સપર્ટ્સના કહેવા મુજબ, નાતાલની રજાઓ બાદ ઓફિસ વર્ક તેમ જ રૂટિન ચાલુ થઇ જવાથી ટીવી રેટિંગ્સમાં ઘટાડો આવશે જેથી નેટવર્કને મળનારી જાહેરાતો થકી જે આવક થશે તેમાં ઘટાડો આવશે.

સેવન મીડિયાએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ પર ગંભીર આરોપ મૂકતાં જણાવ્યું છે કે કોવિડ-19ને કારણે મેન્સ ક્રિકેટનું શિડ્યુલ અગાઉથી જ ખોરવાયેલું હતું. તેમાં બીસીસીઆઈની માંગણી સંતોષવા જતાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બ્રોડકાસ્ટિંગ પાર્ટનર્સને વિશ્વાસમાં લીધા વગર સીરિઝનું શિડ્યુલ બદલી નાખવાનો નિર્ણય લઈને ભૂલ કરી છે. કાયદાકીય રીતે આ મામલાને જોવાય તો સેવન વેસ્ટ મીડિયા અત્યારે સ્વતંત્ર આર્બીટ્રેટર પોતાની તરફેણમાં કેટલા ડોલર્સ ઓસ્ટ્રેલિન ક્રિકેટ બોર્ડ પાસેથી નુકસાની પેટે માંગી શકે? જોકે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ બાબતે સેવન મીડિયાને સહેજ પણ મચક આપવા રાજી નથી. તેમના પ્રવક્તાના કહ્યા મુજબ, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે કરેલા ટેલિવિઝન કોન્ટ્રાક્ટ્સ ઓસ્ટ્રેલિયન સેન્ટર ફોર ઇન્ટરનેશનલ કોમર્શિયલ આર્બિટ્રેશનની નિર્ણય આપવાની સત્તામાં નથી માટે તે વિષયની કોઈ પણ દલીલ સાંભળવામાં નહીં આવે.

આ સમગ્ર વિવાદે એક જૂના વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે. બીસીસીઆઈ પર ભૂતકાળમાં ‘બુલી’ એટલે કે નબળા ક્રિકેટ બોર્ડ્સ પર દાદાગીરી કરવાના આરોપો લાગી ચૂક્યા છે. ઇન્ડિયન ક્રિકેટ લીગનું બાળમરણ, યુ.ડી.આર.એસ. માટેની અસંમતિ, ભારતીય ખેલાડીઓને અન્ય કોઈ દેશોની લીગ રમવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ન આપવા વગેરે. આઈસીસી રેવન્યુ શેરમાં બીસીસીઆઈ, ઇસીબી અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દુનિયાના બાકીના દેશો કરતાં વધુ હિસ્સો ધરાવતા હોય ત્યારે આંગળી ઊઠવી સ્વાભાવિક છે. આરોપ લગાવનારા એ વાત ભૂલી જાય છે કે જ્યારે આઈસીસીનું મુખ્ય મથક લંડનમાં હતું ત્યારે ગેમ ઉપર મેલર્બોન ક્રિકેટ ક્લબનું પ્રભુત્વ હતું.

2000ના દાયકાના ઉત્તરાર્ધમાં રોબર્ટ મુગાબેએ ઝિમ્બાબ્વેમાં ક્વોટા સિસ્ટમ લાગુ કરી જેમાં અશ્વેત ખેલાડીઓ શ્વેત ખેલાડીઓના સ્થાન લેવા માંડ્યા. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે આ નીતિને ટેકો જાહેર કર્યો, કારણ કે પોતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વંશીય ટીકાનો ભોગ બની ચૂક્યા હતા. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ કે જેઓની ટીમમાં મોટા ભાગે શ્વેત ખેલાડીઓ હતા તેમણે આ નીતિનો વિરોધ કરીને આઈસીસીને પોતાનો વોટ ઝિમ્બાબ્વેની વિરુદ્ધમાં આપ્યો. દક્ષિણ આફ્રિકાએ તટસ્થ રહેવામાં શાણપણ માન્યું. પાકિસ્તાન અને શ્રીલંકાના બોર્ડ તે સમયે ભારત જેને વોટ આપે તેને વોટ આપવામાં માનતા હતા. ભારતે અશ્વેતોના હકની તરફેણ કરીને ઝિમ્બાબ્વેને સપોર્ટ કર્યો. જો વધુ મતો ઝિમ્બાબ્વેની વિરુદ્ધ પડ્યા હોત તો તેમની ક્રિકેટ ટીમ પર પ્રતિબંધ મૂકી શકાયો હોત, પરંતુ બીસીસીઆઈએ તેમની તરફેણ કરતાં તે શક્ય ન બન્યું. આની સીધી અસર 2003ના વર્લ્ડકપ પર પડી. જે ટીમો અગાઉ સલામતીના કારણોસર ઝિમ્બાબ્વેનો પ્રવાસ નહોતી કરવા ઇચ્છતી, તેઓને હવે વર્લ્ડકપમાં ભાગ લેવા ફરજીયાત ઝિમ્બાબ્વે જવું પડ્યું, કારણ કે ભારતે આપેલા વોટને કારણે સાઉથ આફ્રિકા અને કેન્યાની સાથે ઝિમ્બાબ્વે વર્લ્ડકપનું યજમાન બની ચૂક્યું હતું.

યુ.ડી.આર.એસ.નો કેસ પણ ચર્ચાસ્પદ છે. અન્ય દેશો બીસીસીઆઈ પર દોષનો ટોપલો ઢોળે છે પરંતુ હકીકત એ છે કે યુ.ડી.આર.એસ. ફુલપ્રુફ નથી. સામાન્ય રીતે શંકાસ્પદ નિર્ણયોમાં બેનિફિટ ઓફ ડાઉટ બેટ્સમેનને મળે છે, પરંતુ યુ.ડી.આર.એસ.ના કેસમાં તે શંકાસ્પદ નિર્ણયો લેતી વખતે અમ્પાયરના નિર્ણયને યોગ્ય ઠેરવતું હતું. આઈસીસીના નિયમ મુજબ કોઈ પણ સીરિઝમાં યુ.ડી.આર.એસ.નો ઉપયોગ કરવો કે નહીં તે નિર્ણયમાં બંને દેશોની સંમતિ હોવી ફરજીયાત હતી. આઈસીસીના રેગ્યુલર સભ્યો યુ.ડી.આર.એસ.ના તરફેણમાં હતા, જ્યારે ભારતે તેનો વિરોધ કર્યો જે કાયદાકીય રીતે સાચો હતો. nirav219@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો