તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાસ્તાનગોઈ:આળસુઓનો આશ્રમ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમે બધા આળસુઓ એક જ છત નીચે રહી શકીએ એવી વ્યવસ્થા કરી આલો દીનાનાથ. અમને એક આશ્રમ બનાવી આલો

- અંકિત દેસાઈ

એક વાર એક રાજ્યમાં અચાનક કેટલાક લોકો આળસુ થઈ ગયા. અચાનક બધાએ તેમના કામધંધા છોડી દીધા અને બધા તૈયાર રોટલા જમવા માંડ્યા. થોડો સમય તો આ ખેલ ચાલ્યો, પરંતુ પછી રાજ્યમાં જે થોડા મહેનતુ લોકો હતા એમણે બળવો કર્યો કે તેમને આ રીતે આળસુઓને ખવડાવવું પરવડે એમ નથી. એટલે આળસુઓને તો ખાવાપીવાનો ગંભીર પ્રશ્ન ઊભો થઈ ગયો. આખરમાં તેમણે એવું નક્કી કર્યું કે આપણે રાજા પાસે જઈએ અને તેમની પાસે આપણી સમસ્યા રજૂ કરીએ. બાપડા આળસુઓ રાજા પાસે પહોંચ્યા અને રાજાને તેમની ગંભીર સમસ્યા વિશે જણાવ્યું. સાથે જ તેમણે રાજા સમક્ષ એક વિચાર પણ રજૂ કર્યો કે, ‘બાપ, અમે બધા આળસુઓ એક જ છત નીચે રહી શકીએ એવી વ્યવસ્થા કરી આલો દીનાનાથ. અમને એક આશ્રમ બનાવી આલો.’

બીજી તરફ રાજા પણ જરા નેકદિલ હતા એટલે તેમણે વિચાર્યું કે ગમે તેમ પણ આ પણ આપણી જ પ્રજા ને? એટલે રાજાઓએ આળસુઓને એક આશ્રમ બનાવી આપ્યો, જ્યાં એ સાહેબોની ખાવા-પીવાની તમામ વ્યવસ્થા થઈ ગઈ, પરંતુ રાજા, વાજા ને વાંદરા... કંઈ એમનેમ થોડું કહેવાય છે? રાજાને એમ વિચાર આવ્યો કે એ આળસુઓ સો ટચના આળસુ છે કે નહીં એ ચકાસવા જેવું છે કે પછી એમ જ રાજ્યનો ભંડાર ખાલી કરી રહ્યા છે?

એટલે રાજા એક રાત્રે આળસુઓના આશ્રમ પર પહોંચી ગયો અને પોતાના સિપાઈઓની પાસે તેણે એ આશ્રમને આગ લગાવડાવી દીધી. પછી દૂર ઊભા રહીને બધો તાલ જોયા કર્યો. ‘આગ લાગી છે’ એવી ખબર પડતાં થોડા જ સમયમાં આશ્રમના સાધુઓએ નાસભાગ શરૂ કરી દીધી, પરંતુ એક જણ એવો હતો, જે મીઠી ઊંઘની મજા લઈ રહ્યો હતો ત્યારે તેના ખભે ગરમી લાગી તો તેણે તેની બાજુમાં સૂતેલા આળસુને કહ્યું, ‘મારા ખભે કંઈક ગરમ લાગે છે. જો તો...’ તો તેની બાજુમાં સૂતેલાએ કહ્યું, ‘તો તું તારી પીઠ મારી તરફ કરીને સૂઈ જા...’

આ બંને આળસુ સમ્રાટોને જોઈને રાજાએ કહ્યું કે રાજ્યમાં જો કોઈ શ્રેષ્ઠ આળસુ હોય તો આ બે જણા જ છે, જેઓ આળસમાં પણ પોતાના સો ટકા આપે છે. બાકી જે બધા છે એ તો પલાયનવાદીઓ છે, જેમને માત્ર સમય પસાર કરવો હોય છે એટલે તેઓ આળસનું બહાનું કાઢે છે! એટલે એ બધાયની ધરપકડ કરો અને તેમને મણ-મણનાં કામ સોંપો! નવા વર્ષની આ પહેલી દાસ્તાનમાં માત્ર આનંદ છે, કોઈ બોધ નથી, પરંતુ તોય એમાંથી આપણે બોધ લેવો હોય તો શું લઈ શકાય? આળસની આડમાં ક્યાંક આપણેય આપણી પરિસ્થિતિઓમાંથી કે સંઘર્ષોમાંથી પલાયન તો નથી સાધતાં ને? નહીંતર કુદરત નામનો એક રાજા આપણા પલાયનના બદલામાં ક્યાંક આપણનેય મણ-મણનાં વેતરા ન સોંપે. ankitdesaivapi@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser