તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્નોલોજી:આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્રાંતિ કે નવો પડકાર?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માણસનું સ્થાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેશે, તો ભવિષ્યમાં દરેક ક્ષેત્રમાં જોખમ ઊભું થવાની સંભાવના છે. એમાંય જો મશીન માનવથી વધુ ક્ષમતા ધરાવતા બને તો?

- બાલેન્દુ શર્મા દાધીચ
આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIની ચર્ચા છે. ભવિષ્યમાં આ ટેકનોલોજિકલ તાકાત બનશે. આનાથી દુનિયામાં મોટો બદલાવ આવી શકે છે. આને લીધે આપણા રહેણીકરણી, કામ કરવાના, ઇલાજના તેમ જ પ્રવાસના વ્યવહારમાં બદલાવ આવશે. AIના કારણે મશીનો શક્તિશાળી અને ‘બુદ્ધિશાળી’ બનશે અને મનુષ્યોની ક્ષમતા સાથે હોડ લગાવશે.

શું છે AI?
AIથી મશીનોમાં માણસની જેમ જ શીખવાની, વિશ્લેષણ કરવાની, વિચારવાની, સમસ્યાઓનું સમાધાન શોધવાની અને નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવી શકાશે. આ ક્ષમતા દુનિયામાં મનુષ્ય સિવાય બીજા કોઇ પાસે નથી. જોકે ટેકનોલોજીનો એટલો વિકાસ થયો છે કે નિર્જીવ મશીનોમાં માનવીય ક્ષમતાઓ સાથે સામ્યતા ધરાવતી ક્ષમતા વિકસિત કરી શકાય છે. આપણી ઇન્દ્રિયો જે કામ કરે છે એમાંથી અનેક કામ મશીન કરવા લાગ્યા છે. મશીન જોઇ, સાંભળી અને બોલી શકે છે, હલનચલન કરી શકે છે અને સ્પર્શ અનુભવી શકે છે.

• ભારત બની શકે ‘AI’ હબ?
RAISE 2020 કાર્યક્રમનું ઉદ્્ઘાટન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમે ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્રમાં ગ્લોબલ હબ બનાવવા માગીએ છીએ.આનો અર્થ એ કે હવે ભારતમાં આવા મશીન્સ, ટેકનોલોજી, સર્વિસ અને ઉત્પાદનની અમર્યાદિત સુવિધા મળશે. ભારત એનું નિર્માણ અને વિકાસ દુનિયા માટે કરી શકશે. જેમ ચીન ઉત્પાદનમાં મજબૂત સ્થાન ધરાવે છે, એ જ રીતે ભારત AIના ફિલ્ડમાં સર્વોપરિ સાબિત થઇ શકે છે.

• કેવી રીતે શક્ય છે?
ઇન્ફોસિસના પૂર્વ સીઇઓ વિકાસ સિક્કા મુજબ, આગામી 25 વર્ષમાં ભારત AIના ક્ષેત્રમાં મોટા પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. જો AIને શિક્ષણ પ્રણાલી સાથે જોડવામાં આવે તો મોટી સંખ્યામાં પ્રોફેશનલ્સ તૈયાર કરી શકાશે. ભારતમાં પ્રોફેશનલ્સની ઉપલબ્ધતા, ડેટાની સવલત તેમ જ યુવાનોની મોટી સંખ્યાને કારણે ભારત આ ક્ષેત્રમાં મોટી છલાંગ મારી શકે છે.

કેવી હશે આ ક્રાંતિ ?
• કારખાનાંઓની કાર્યપ્રણાલી બદલાઇ જશે...
વારંવાર કરાતાં કામ જેમ કે, નવી કારમાં ટાયર લગાવવા અને અન્ય અનેક કામ AI સંચાલિત રોબોથી વધારે ઝડપથી અને સારી રીતે થશે. કારખાનાંઓની જાળવણી ખર્ચમાં ઘટાડો થતાં ઉત્પાદનોની કિંમત પણ ઘટશે.

• ઉત્પાદનમાં વધારો થશે
કઇ જગ્યાએ શેનું વાવેતર કરવાથી કેટલું ઉત્પાદન થશે? કઈ માટીમાં શેની વાવણી કરવી? અથવા પર્યાવરણની સ્થિતિ કેવી રહેશે? જેવા સવાલોના જવાબ AIની મદદથી પહેલાંથી જ જાણી શકાશે. આના આધારે ખેડૂત વાવણી કરીને વધારે નફો મેળવી શકશે અને પાકને રોગથી બચાવી શક‌શે.

• બીમારીનું જોખમ ઘટશે
AIની મદદથી મોટી સંખ્યામાં ડેટાનું વિશ્લેષણ કરી, એની પેટર્ન ઓળખી તેના આધારે તારણ કાઢી શકાય છે. કોઇ વ્યક્તિના ડેટાનું વિશ્લેષણ કરવાથી એને આગામી 5 થી 10 વર્ષમાં કોઇ બીમારી થવાની શક્યતાની માહિતી મળી શકે છે.

• સુરક્ષા સરળ થશે
અલગ અલગ માધ્યમોથી મળતા ડેટાનંુ વિશ્લેષણ કરીને સુરક્ષા માટે જોખમ ઊભા કરતાં પરિબળોને ઓળખી શકાશે. લડાઇમાં ઓછા માણસોને મોકલીને કામ લઇ શકાશે. એવા હથિયાર મળશે જે ટાર્ગેટને ધ્યાનમાં રાખીને પોતાની ગતિ અને દિશા બદલી શકશે.

શું હશે પડકાર?
• નોકરિયાતો પર વધશે સંકટ
શારીરિક શ્રમની સાથે સાથે માનસિક શ્રમના મોટા ભાગના કામ મશીન, રોબો કે સોફ્ટવેર કરશે. એવામાં નોકરિયાતો માટે સંકટ ઊભું થઇ શકેે. કંપનીઓ માટે રોબો ખરીદીને એની પાસેથી કામ લેવાનો વિકલ્પ સસ્તો અને સારો સાબિત થઇ શકે છે. જોકે AIના કારણે બીજી અનેક પ્રકારની નોકરીઓની સંભાવના ઊભી થશે.
• મશીનોના ઉપયોગના દુષ્પરિણામ જોવા મળશે
દરેક ફિલ્ડમાં મશીનોનો દબદબો થવાથી અનેક સમસ્યાઓ ઊભી થશે. માનસિક તણાવ, એકલતા, હતાશા, રક્તચાપ જેવી બીમારીઓ થઈ શકે છે. શારીરિક શ્રમ ઘટવાથી અનેક સમસ્યાઓ ઊભી થશે.
• મશીન અનિયંત્રિત બનશે તો?
ડર એ છે મશીન પોતે નિર્ણય લઇ એનો અમલ કરશે તો? મશીન માણસનો આદેશ ન માને તો કપરી સ્થિતિ ઊભી થાય. મશીન બૌદ્ધિકતાના મામલે માણસથી ઉચ્ચ સ્તરે પહોંચે, તો માણસ મશીન પરનો કાબૂ ગુમાવી દેશે.

- 51 આર્ટિફિશિયલ પ્રોજેક્ટમાં ઇન્ટેલ કેપિટલે રોકાણ કર્યું છે જે સમગ્ર દુનિયામાં સૌથી વધારે છે. એનઇએ (ન્યૂ એન્ટરપ્રાઇઝ એસોશિયેટ્સ)એ 34 પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે.
- 12600 કરોડ રૂપિયાનું થઇ જશે AI સોફ્ટવેર માર્કેટ 2025 સુધીમાં. 2019માં આ માર્કેટ માત્ર 1469 ડોલરનું હતું.
- 2028 જેટલી અમેરિકન કંપનીઓ જૂન 2019 સુધી AI પર સંશોધન કરી રહી હતી અને બીજા નંબર પર ચીન 1011 કંપનીઓ સાથે હતું. આ સમય સુધી ભારતમાં માત્ર 152 કંપનીઓ હતી.
- 279145 જેટલી AI સંબંધિત પેટન્ટ અમેરિકન કંપનીઓએ માર્ચ, 2019 સુધીના આંકડાઓ પ્રમાણે નોંધાવી છે. આ દુનિયામાં સૌથી વધારે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser