પ્રશ્ન વિશેષ:શું આપણે વિકૃતિની હદ વટાવી રહ્યા છીએ?

ભદ્રાયુ વછરાજાની12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાની એવી વાતમાં આપણે રાષ્ટ્રદ્રોહ લગાડી શકતા હોઈએ, તો બેફામ રીતે વર્તનાર કોઈ પણ પક્ષનો નેતા હોય એને આપણે કેમ સહન કરી લઈએ છીએ?

લ્લા બે ત્રણ મહિના ઉપર નજર નાખીએ તો સમાચાર પત્રમાં કે ટીવી ચેનલ્સમાં આપણને વિક્ષુબદ્ધ કરી દે તેવું ભાસે છે… ઠેર ઠેર એવી વાતો ફેલાવાઈ રહી છે કે જે આપણી માનસિક વિકૃતિને પ્રદર્શિત કરતી હોય!! કોઈ એક ધર્મ-પક્ષ-જૂથનો પક્ષ લઈને વાત કરવાની કોઈ તત્પરતા નથી, પણ રાષ્ટ્રના એક કરુણાસભર નાગરિક તરીકે હૃદયની ઘુટનને અહીં વ્યક્ત કરેલ છે. ભારતમાં થયેલ અવતારોએ આપણને ધૈર્ય શીખવ્યું છે. સહિષ્ણુતા અને સંવેદનશીલતા પ્રત્યેક ભારતીયની મૂળગત ઓળખાણ છે, ત્યારે અત્યારે એવી ઘટનાઓ બની રહી છે કે જેના માટે પાંચેક વર્ષમાં આપણે પસ્તાવું પડશે. સેનાના અગ્રીમ અફસર હેલીકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામ્યા, ત્યારે આખા રાષ્ટ્રને ધક્કો પહોંચ્યો. કેટલાક લોકોએ તો તે દિવસે ભોજન લેવાનું ટાળ્યું. આ જ અફસરનો મૃતદેહ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો અને જ્યાં એમના શોકમગ્ન કુટુંબીઓ બેઠા હતા, ત્યાં આર્મીના લોકોની હાજરીમાં બહાર હો..હા, દેકારો, સૂત્રોચ્ચાર થાય, કોઈના માટે ‘હાય..હાય’, તો કોઈના નામની ‘જય...જય બોલાય’!! ત્યારે અંદર બેઠેલા શોકમગ્ન પરિવારની પરિસ્થિતિ કેવી થઈ હશે એ વિચારવા જેવું છે. તેઓ એવું જ વિચારતા હશે ને કે, ‘બીજું કંઈ નહીં, તો તમે મોતનો મલાજો તો જાળવો!’ કોઈ એક મુસ્લિમ લીડર બેફામ વાણીવિલાસ કરે, સામે બેઠેલા લોકો એને તાળીઓના ગડગડાટથી વધાવી લે અને આ આગ ઓકતી વાતોને પણ એને ‘વધુમાં વધુ વાઇરલ કરો’ એવું સોશિયલ મીડિયામાં ફરે ત્યારે એમ લાગે કે આપણે વિકૃતિની હદ વટાવી રહ્યાં છીએ. એમને ટપારનાર કે એમના ઉપર પગલાં લેનાર કોઈ અધિકારી કે રાજનેતા ક્યાંય બહાર ન આવ્યો! આના પરથી એવું ન બને કે આવતી કાલની પેઢી તે આપણા બાળકો ‘દેશ આવો બેફામ વાણીવિલાસનો જ દેશ છે’ એવું તારતમ્ય બાંધશે? અરે, લશ્કરના જવાનો દ્વારા સામાન્ય નાગરિકોની અકારણ હત્યા થાય અને સામાન્ય નાગરિકો દ્વારા દેશ માટે ફરજ બજાવનાર લશ્કરના અધિકારીઓ ઉપર ઘા કરવામાં આવે. આ બંને ઘટનામાં સૌ મૌન રહે અને માત્ર સોશિયલ મીડિયામાં માત્ર વાતો કરવામાં આવે, એ આપણી શિથિલતાનું પરમ ઉદાહરણ છે. નાની એવી વાતમાં આપણે રાષ્ટ્રદ્રોહ લગાડી શકતા હોઈએ તો બેફામ રીતે વર્તનાર કોઈ પણ પક્ષનો નેતા હોય એને આપણે કેમ સહન કરી લઈએ છીએ? કાયદો અને વ્યસ્થા એ taken to be granted લેવાઈ રહ્યાં છે, કારણ કે કોઈ એક પાર્ટીનો નેતા જાહેરમાં એવું કહે કે, ‘સરકારી નોકરી તો પક્ષના કાર્યકરને જ મળવી જોઈએ’ અને સામે બેઠેલા લોકો ઉત્સાહમાં ચિચિયારી કરે!! ધર્મસંસદના નામે આપણે ધર્મના મહિમા માટે ભેગા થઈએ એ તો સમજી શકાય, પણ એ ધર્મસંસદમાં રાષ્ટ્રના મહાત્માનું બિરુદ મળ્યું હોય, એમના માટે હલકા શબ્દો વપરાય અને જેમણે મહાત્મા ઉપર ગોળી છોડી એમને મંચ પરથી પ્રણામ કરવામાં આવે એ વખતે પણ આપણે બેસીને તાળી પાડીએ? અને એ જ ધર્મસંસદમાં એક સાચુકલો સાધુ આ વાણીવિલાસના વિરોધમાં પોતાની નારાજગી વ્યક્ત કરે અને એ સહજ સાધુતાવાળો માણસ ધર્મસંસદ છોડીને ચાલ્યો જાય! આ બંને ઘટના આપણા ધર્મ કે રાષ્ટ્ર માટે ભારે શરમજનક છે કે નહીં? ગાંધી માહોલમાં જીવેલા આચાર્યા એકાણું વર્ષનાં બુઝુર્ગ નારીરત્ન અત્યારે કેનેડામાં પોતાના દીકરી પાસે જીવે છે. એમણે લખ્યું કે : ‘અહીંયા આવી ઘટનાઓ જ્યારે ટીવી ઉપર દેખાડવામાં આવે છે, ત્યારે અહીં વસતા ભારતના લોકો મારી સામું જોઈને કોમેન્ટ કરે છે, ત્યારે મને રાષ્ટ્ર માટે બહુ દુઃખ થાય છે. હું કશું બોલી શકતી નથી કારણ કે અમે જે વાતાવરણમાં ઊછર્યાં છીએ એનાથી વિપરીત વાતાવરણ અત્યારે જોવા મળે છે.’ આ બુઝુર્ગ નારીના શબ્દોમાં ભારોભાર દર્દ છે અને એ દર્દ ભારત દેશમાં એક ખૂણે જેને ધકેલી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એવા દરેક સાચૂકલા નાગરિકનું દર્દ છે. દેશના શાસકો અને રાજકારણીઓને સત્તાભૂખ માટે પોતાનો માર્ગ મોકળો કરવામાં જ વધુમાં વધુ રસ હોય એવું અત્યારે દેખાય છે. આપણે એના કેવળ સાક્ષી જ બની રહેવાનું? આપણી શ્રદ્ધા પરમપિતા પરમાત્મામાં છે એટલે આપણે એમને હાથ જોડીને પ્રાર્થના કરીએ કે, “હે ઈશ્વર, મારા દેશને તું વિપરીત પરિસ્થિતિમાંથી સત્વરે ઉગાર અને આ દેશનો દરેક નાગરિક બીજા નાગરિક સાથે આત્મીય ભાઈચારાથી જીવે તેવી તું સૌને શક્તિ આપ.’ ‘ૐ શાંતિ:’ કહીને અટકી જવાનું? ⬛ bhadrayu2@gmail.comલ્લા બે ત્રણ મહિના ઉપર નજર નાખીએ તો સમાચાર પત્રમાં કે ટીવી ચેનલ્સમાં આપણને વિક્ષુબદ્ધ કરી દે તેવું ભાસે છે… ઠેર ઠેર એવી વાતો ફેલાવાઈ રહી છે કે જે આપણી માનસિક વિકૃતિને પ્રદર્શિત કરતી હોય!! કોઈ એક ધર્મ-પક્ષ-જૂથનો પક્ષ લઈને વાત કરવાની કોઈ તત્પરતા નથી, પણ રાષ્ટ્રના એક કરુણાસભર નાગરિક તરીકે હૃદયની ઘુટનને અહીં વ્યક્ત કરેલ છે. ભારતમાં થયેલ અવતારોએ આપણને ધૈર્ય શીખવ્યું છે. સહિષ્ણુતા અને સંવેદનશીલતા પ્રત્યેક ભારતીયની મૂળગત ઓળખાણ છે, ત્યારે અત્યારે એવી ઘટનાઓ બની રહી છે કે જેના માટે પાંચેક વર્ષમાં આપણે પસ્તાવું પડશે. સેનાના અગ્રીમ અફસર હેલીકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામ્યા, ત્યારે આખા રાષ્ટ્રને ધક્કો પહોંચ્યો. કેટલાક લોકોએ તો તે દિવસે ભોજન લેવાનું ટાળ્યું. આ જ અફસરનો મૃતદેહ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો અને જ્યાં એમના શોકમગ્ન કુટુંબીઓ બેઠા હતા, ત્યાં આર્મીના લોકોની હાજરીમાં બહાર હો..હા, દેકારો, સૂત્રોચ્ચાર થાય, કોઈના માટે ‘હાય..હાય’, તો કોઈના નામની ‘જય...જય બોલાય’!! ત્યારે અંદર બેઠેલા શોકમગ્ન પરિવારની પરિસ્થિતિ કેવી થઈ હશે એ વિચારવા જેવું છે. તેઓ એવું જ વિચારતા હશે ને કે, ‘બીજું કંઈ નહીં, તો તમે મોતનો મલાજો તો જાળવો!’ કોઈ એક મુસ્લિમ લીડર બેફામ વાણીવિલાસ કરે, સામે બેઠેલા લોકો એને તાળીઓના ગડગડાટથી વધાવી લે અને આ આગ ઓકતી વાતોને પણ એને ‘વધુમાં વધુ વાઇરલ કરો’ એવું સોશિયલ મીડિયામાં ફરે ત્યારે એમ લાગે કે આપણે વિકૃતિની હદ વટાવી રહ્યાં છીએ. એમને ટપારનાર કે એમના ઉપર પગલાં લેનાર કોઈ અધિકારી કે રાજનેતા ક્યાંય બહાર ન આવ્યો! આના પરથી એવું ન બને કે આવતી કાલની પેઢી તે આપણા બાળકો ‘દેશ આવો બેફામ વાણીવિલાસનો જ દેશ છે’ એવું તારતમ્ય બાંધશે? અરે, લશ્કરના જવાનો દ્વારા સામાન્ય નાગરિકોની અકારણ હત્યા થાય અને સામાન્ય નાગરિકો દ્વારા દેશ માટે ફરજ બજાવનાર લશ્કરના અધિકારીઓ ઉપર ઘા કરવામાં આવે. આ બંને ઘટનામાં સૌ મૌન રહે અને માત્ર સોશિયલ મીડિયામાં માત્ર વાતો કરવામાં આવે, એ આપણી શિથિલતાનું પરમ ઉદાહરણ છે. નાની એવી વાતમાં આપણે રાષ્ટ્રદ્રોહ લગાડી શકતા હોઈએ તો બેફામ રીતે વર્તનાર કોઈ પણ પક્ષનો નેતા હોય એને આપણે કેમ સહન કરી લઈએ છીએ? કાયદો અને વ્યસ્થા એ taken to be granted લેવાઈ રહ્યાં છે, કારણ કે કોઈ એક પાર્ટીનો નેતા જાહેરમાં એવું કહે કે, ‘સરકારી નોકરી તો પક્ષના કાર્યકરને જ મળવી જોઈએ’ અને સામે બેઠેલા લોકો ઉત્સાહમાં ચિચિયારી કરે!! ધર્મસંસદના નામે આપણે ધર્મના મહિમા માટે ભેગા થઈએ એ તો સમજી શકાય, પણ એ ધર્મસંસદમાં રાષ્ટ્રના મહાત્માનું બિરુદ મળ્યું હોય, એમના માટે હલકા શબ્દો વપરાય અને જેમણે મહાત્મા ઉપર ગોળી છોડી એમને મંચ પરથી પ્રણામ કરવામાં આવે એ વખતે પણ આપણે બેસીને તાળી પાડીએ? અને એ જ ધર્મસંસદમાં એક સાચુકલો સાધુ આ વાણીવિલાસના વિરોધમાં પોતાની નારાજગી વ્યક્ત કરે અને એ સહજ સાધુતાવાળો માણસ ધર્મસંસદ છોડીને ચાલ્યો જાય! આ બંને ઘટના આપણા ધર્મ કે રાષ્ટ્ર માટે ભારે શરમજનક છે કે નહીં? ગાંધી માહોલમાં જીવેલા આચાર્યા એકાણું વર્ષનાં બુઝુર્ગ નારીરત્ન અત્યારે કેનેડામાં પોતાના દીકરી પાસે જીવે છે. એમણે લખ્યું કે : ‘અહીંયા આવી ઘટનાઓ જ્યારે ટીવી ઉપર દેખાડવામાં આવે છે, ત્યારે અહીં વસતા ભારતના લોકો મારી સામું જોઈને કોમેન્ટ કરે છે, ત્યારે મને રાષ્ટ્ર માટે બહુ દુઃખ થાય છે. હું કશું બોલી શકતી નથી કારણ કે અમે જે વાતાવરણમાં ઊછર્યાં છીએ એનાથી વિપરીત વાતાવરણ અત્યારે જોવા મળે છે.’ આ બુઝુર્ગ નારીના શબ્દોમાં ભારોભાર દર્દ છે અને એ દર્દ ભારત દેશમાં એક ખૂણે જેને ધકેલી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એવા દરેક સાચૂકલા નાગરિકનું દર્દ છે. દેશના શાસકો અને રાજકારણીઓને સત્તાભૂખ માટે પોતાનો માર્ગ મોકળો કરવામાં જ વધુમાં વધુ રસ હોય એવું અત્યારે દેખાય છે. આપણે એના કેવળ સાક્ષી જ બની રહેવાનું? આપણી શ્રદ્ધા પરમપિતા પરમાત્મામાં છે એટલે આપણે એમને હાથ જોડીને પ્રાર્થના કરીએ કે, “હે ઈશ્વર, મારા દેશને તું વિપરીત પરિસ્થિતિમાંથી સત્વરે ઉગાર અને આ દેશનો દરેક નાગરિક બીજા નાગરિક સાથે આત્મીય ભાઈચારાથી જીવે તેવી તું સૌને શક્તિ આપ.’ ‘ૐ શાંતિ:’ કહીને અટકી જવાનું? ⬛ bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...