કુછ દિલને કહા:સ્ટારે મારવાથી રડતા બાળકને અનુપમ ખેરે આપ્યો આશરો

18 દિવસ પહેલાલેખક: અન્નુ કપૂર
  • કૉપી લિંક
ફિલ્મ ‘સારાંશ’ના એક દૃશ્યમાં અનુપમ ખેર. અનુપમની આ પહેલી ફિલ્મ હતી - Divya Bhaskar
ફિલ્મ ‘સારાંશ’ના એક દૃશ્યમાં અનુપમ ખેર. અનુપમની આ પહેલી ફિલ્મ હતી
  • અનુપમ ખેરે છ વર્ષના એ બાળકને પોતાની સાથે કામે રાખ્યો
  • આજે એ દત્તૂ સામંત અનુપમની સાથે અડધી દુનિયામાં ફરી ચૂક્યો છે

વાત છે 1985ના જાન્યુઆરી માસમાં ચેમ્બૂરમાં ચાલતા ફિલ્મ ‘સ્વાર્થી’ના શૂટિંગની. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, આ ફિલ્મના નિર્દેશક રાધાકાંત હતા, પણ અનુપમ ખેર સાથે વાત થતાં એમણે નિર્દેશકનું નામ ચંદ્રકાંત જણાવ્યું. આમ તો ‘ચંદ્રમુખી હો યા પારો, કોઇ ફરક નહીં હૈ યારોં’ એ અનુસાર આપણે તો મૂળ વાર્તાથી નિસ્બત છે, જે અત્યંત માર્મિક છે.

મે 1984માં આવેલી ફિલ્મ ‘સારાંશ’થી અનુપમ ખેરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સશક્ત અભિનેતા તરીકે પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. એમને સતત કામ મળતું હતું અને એ કરતા હતા. મુંબઇમાં ગણ્યા-ગાંઠ્યા સ્ટુડિયો જ રહ્યા હતા, જેમાં ગણતરીના મેકઅપ રૂમ્સ હતા. જેટલા મોટા સ્ટાર એમનો મેકઅપ રૂમ એટલો જ મોટો. વેનિટી વાનનો ટ્રેન્ડ એ વખતે મુંબઇમાં હજી નહોતો આવ્યો. સૌથી પહેલી વેનિટી વાન બનાવવાનું શ્રેય પૂનમ ઢિલ્લોનના ફાળે જાય છે. જોકે આપણે વાત કરતા હતા ચેમ્બૂરની, જ્યાં શૂટિંગ ચાલતું હતું, ત્યાં કેટલાક કામચલાઉ મેકઅપ રૂમ્સ પ્રોડક્શનવાળા તરફથી બનાવવામાં આવ્યા હતા, પણ અનુપમ ખેરને એ રૂમ સિનિયર સ્ટાર સુરેશ ઓબેરોય સાથે શેર કરવો પડતો હતો. આ સિનિયર કલાકાર થોડો અકડુ, થોડો તુંડમિજાજી અને થોડો અભિમાની પણ લાગ્યો, પરંતુ એક ઘટનાએ અનુપમના આ વિચારોની પુષ્ટિ કરી દીધી.

સુરેશ ઓબેરોયનો નોકર દત્તૂ એમના શૂઝની લેસ બાંધતો હતો, ત્યારે ઓબેરોયે પોતાના પગ દત્તૂના ખોળામાં રાખ્યા હતા અને એ પોતે એક ખુરશી પર લાંબા થઇને બેઠા હતા. દત્તૂએ ભૂલથી શૂઝની લેસ થોડી ટાઇટ બાંધી દીધી. સુપરસ્ટાર સુરેશ ઓબેરોયના ગુસ્સાનો જ્વાળામુખી ફાટ્યો અને એમણે નાનકડા દત્તૂને એવી જોરદાર લાત મારી કે દત્તૂની હાલત ખરાબ થઇ ગઇ. એના બૂટની લાત દત્તૂના પેટ પર વાગી હતી. એ પીડાથી ઉંહકારા ભરતો હતો અને આવું વર્તન અનુપમથી સહન ન થયું અને એમણે એનો વિરોધ કર્યો. પરિણામે ઓબેરોયને વધારે ગુસ્સો આવ્યો અને છણકો કરતા અનુપમને કહ્યું, ‘હું છ અઠવાડિયાંથી આ છોકરાને સહન કરું છું. મારી જગ્યાએ બીજું કોઇ હોત, તો છ દિવસ પણ સહન ન કરી શકત.’

સુરેશની આ વાત અનુપમ ખેર માટે પડકારરૂપ બની ગઇ, જેમને એમણે એ જ વખતે સ્વીકારી લીધો અને નિર્ણય કર્યો કે હવે આ ગરીબ બાળક દત્તૂ એમની પાસે કામ કરશે. કિસી દર્દ મંદ કે કામ આ, કિસી ડૂબતે કો ઉછાલ દે, યે નિગાહ-એ-નાઝ કી મસ્તીયાં કિસી બદનસીબ પે ડાલ દે. એ છોકરાનું આખું નામ દત્તૂ સામંત હતું અને આ દત્તૂ સામંત છેલ્લાં 38 વર્ષોથી અનુપમ ખેરના પરિવારના સભ્યો જેવો બનીને એમની સેવા કરે છે. દત્તૂ પોતાના સાહેબ પ્રતિ સમર્પિત છે, પ્રામાણિક છે, એમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે અને અનુપમ ખેર સાથે અડધી દુનિયા ફરી ચૂક્યો છે. 7 માર્ચે અનુપમ ખેરનો જન્મદિવસ છે. જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. તમે દીર્ઘાયુ બનો, સ્વસ્થ રહો, ખુશ રહો અને જે રીતે ગરીબ દત્તૂને તમારા જેવા અમીર અને સામર્થ્ય ધરાવનાર મળ્યા, એ જ રીતે દરેકને કરૂણાના સ્રોતનું શીતળ અને સુખદાયી જળ પ્રાપ્ત થાય. જે દર્શન અને ચિંતનમાં સમગ્ર માનવજાતિના હિત, કલ્યાણ અને મંગળની પ્રાર્થના કરવામાં આવી હોય, એવો સુગંધીદાર પવન, એવી શુદ્ધ હવા માત્ર ભારતમાં જ અનુભવાય છે, માત્ર ને માત્ર ભારતભૂમિ પર. સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા: સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુ:ખ ભામ્ભવેત.

એટલે કે, સૌ સુખ થાય, સૌ નિરોગી રહે, સૌનું જીવન મંગલમય બને અને કોઇને દુ: કે તકલીફ ન પડે. આ પ્રાર્થના છે. આમાં ન મૂર્ત છે, ન અમૂર્ત છે, ન તો કોઇ દૈર ઓ હરમ છે, ન કાબા છે, ન કલીસિયા છે, ન ઇશ્વર છે, ન અલ્લાહ છે, ન ઇસા છે, ન મૂસા છે, કોઇ પ્રકારનાં શરતો કે નિયમો નથી, કોઇ જાતનો હિડન એજન્ડા નથી. બૃહદારણ્યક ઉપનિષદનો આ શ્લોક જેણે પણ લખ્યો હશે, એનાથી મોટો અને શ્રેષ્ઠ પ્રેમી આ દુનિયાને ભાગ્યે જ ક્યારેય મળશે. 5 માર્ચના રોજ પ્રખ્યાત અભિનેતા, સ્ટેજ આર્ટિસ્ટ અને ફિલ્મ નિર્દેશક સૌરભ શુક્લાનો પણ જન્મદિવસ છે, તેમને પણ જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. Dear Saurabh, Many Many happy returns of the day! May the existence bless you with a long and healthy life with loads of success and Joy!

હાલમાં સૌરભ શુક્લા દ્વારા નિર્દેશિત એક ફિલ્મમાં કામ કરવાની તક મળી, જેનું શૂટિંગ સિહોર અને ભોપાલમાં થયું. એમાં એમણે મને ફિલ્મના મુખ્ય વિલન જેવો જ રોલ આપ્યો. સારો લાગવાથી મેં એ સ્વીકારી લીધો. જ્યારે એ આ પાત્રની ચર્ચા કરવા માટે આવ્યા ત્યારે એમના વિચાર ફિલ્મના સંવાદોથી એકદમ અલગ લાગતા હતા. આથી મેં એમને ખાતરી આપી કે તમને જે જોઇએ છે, એ જ મળશે. મારે ભાષા અને સંવાદમાં થોડો ફેરફાર કરવો પડશે, પણ ચિંતા ન કરો, હું ફિલ્મના સંપૂર્ણ ભાવ અને પ્રભાવને કોઇ અસર થવા નહીં દઉં. આને સુખદ સંયોગ જ કહેવાય કે એવું જ થયું. ખૂબ મજા આવી સૌરભ શુક્લાના નિર્દેશનમાં અભિનય કરવાની. એમની બ્લોકિંગ સેન્સ અને ટેક્નિક પ્રભાવશાળી હોવાની સાથે અત્યંત નીટ એન્ડ ક્લીન છે અને આવું ત્યારે જ બને જ્યારે નિર્દેશકને ફિલ્મ અને સ્ટેજ બંને કલાઓની જાણકારી હોય.

મને ત્રણ નિર્દેશક-કલાકારો સાથે કામ કરવાની તક મળી અને ત્રણેયના અનુભવ ખૂબ સારા રહ્યા. પ્રથમ સુભાષ ઘાઇ, તેમના પછી ‘ક્રેશ કોર્સ’માં વિજય મૌર્યા અને હવે 2023માં સૌરભ શુક્લા. જેમને ફિલ્મોમાં અભિનય કરવાનો શોખ છે, તેમના માટે પણ સમયાંતરે મારા અનુભવ શેર કરતો રહીશ. અને હા, હોળીની રંગબેરંગી શુભેચ્છા. હોલી કી બહાર આઇ ફરહત કી ખિલી કલિયાં, બાજોં કી સદાઓં સે કૂચે ભરે ઔર ગલિયાં. દિલબર સે કહા, હમને ટૂક છોડિએ રંગબલિયાં, હોલી મેં યહીં ધૂમેં લગતી હૈ બહુત ભલિયાં. તુમ હાથ મેં લોટા લો, હમ હાથ મેં લુટિયા લે, તુમ હમ કો ભિગો ડાલો, હમ તુમ કો ભિગો ડાલેં, તુમ બોલો ઉ હૂ હો હો, હમ બોલે આહા હો હો. (આપણા દેશના પ્રથમ લોકકવિ નઝીર અકબરાબાદીની 200-250 વર્ષ જૂની કવિતા) જય હિંદ. વંદે માતરમ્. ⬛

અન્ય સમાચારો પણ છે...