તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Sci-લેન્ડ:પેન્ટાગોનના રહસ્યમય ભાથામાં છુપાયેલી એલિયન મિસ્ટ્રી!

પરખ ભટ્ટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટા દેશો નથી ઇચ્છતા કે નાગરિકોને પરગ્રહવાસીની હાજરી અંગે જાણ થાય?

અમેરિકાના વર્જિનિયા ખાતે આવેલા ડિફેન્સ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટર તરીકે જાણીતા ‘પેન્ટાગોન’ દ્વારા ગયા વર્ષે સત્તાવાર રીતે ત્રણ િવડીયો ફૂટેજ રીલિઝ કરવામાં આવી હતી, જેમાં ઊડતી રકાબીઓ જોવા મળી રહી છે. પહેલાંના વર્ષોમાં િબનસત્તાવાર રીતે ઘણી સંસ્થાઓ અને અલગ અલગ દેશના લોકો આવા િવડીયો રીલિઝ કરી ચૂક્યા છે, પરંતુ તેને માનવા કે નહીં એ બાબતે હંમેશાં દ્વિધા જોવા મળી છે. હવે અમેરિકન ગવર્ન્મેન્ટ દ્વારા આ પ્રકારે પહેલી વાર એક એવું નક્કર પગલું ઉઠાવવામાં આવ્યું છે, જે સાબિત કરે છે આ બ્રહ્માંડમાં આપણે એકલા નથી. એમાંની બે િવડીયો ક્લિપમાં નેવી મેમ્બર્સ ઊડતી રકાબીની ઝડપ જોઈને આભા બની ગયેલાં જણાઈ આવે છે. એક વ્યક્તિ આશંકા સેવી રહી છે કે એ કોઈ ઊડતી રકાબી નહીં, પરંતુ ડ્રોન હોવું જોઈએ! પેન્ટાગોનના ઓફિસર્સનું કહેવું છે કે, ‘ત્રણેય િવડીયો ક્લિપ્સ ભૂતકાળમાં રીલિઝ ન કરવા પાછળનું કારણ સત્યની તલાશ હતી. જ્યાં સુધી અમને ખાતરી ન થાય કે અમેરિકન લશ્કરી સાધનોમાં આવું કોઈ મશીન અથવા ડ્રોન ઉપલબ્ધ નથી, ત્યાં સુધી અમે કોઈ ઉતાવળ કરવા માંગતા નહોતાં, પરંતુ હવે અમે નહોતાં ઇચ્છતાં કે આ વીડિયોને લગતી કોઈ અફવા ફેલાય! લોકો ખોટી ધારણાઓ બાંધીને િવડીયો ક્લિપ્સ ફોરવર્ડ કરવા માંડે. તેના કરતાં જે સત્ય છે એને ઉજાગર કરવાનું મુનાસિબ માન્યું. તદુપરાંત, અમેરિકાની મિલિટરી સિસ્ટમની કોઈ અંગત માહિતી તેના થકી જાહેર ન થતી હોવાને લીધે આ િવડીયો ક્લિપ્સ રીલિઝ કરવામાં કોઈ જોખમ નહોતું.’ અમેરિકાના જે નેવી પાઇલટ ડેવિડ ફ્રેવરે 2004ની સાલમાં ઊડતી રકાબી જોઈ હતી, તેણે 13 વર્ષ બાદ એટલે કે 2017ની સાલમાં એ અંગેનો ખુલાસો એક ટીવી ચેનલને કર્યો. જેને કારણે દુનિયામાં અચંબામાં પડી ગઈ હતી. બીજી બાજુ, ડિસેમ્બર 2017થી માર્ચ 2018ની વચ્ચે ટોમ દ’લોન્જની કંપની ‘ટુ ધ સ્ટાર્સ અકેડમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ’ દ્વારા એ નેવી િવડીયો રીલિઝ કરી દેવાયા હતાં, પરંતુ અમેરિકન સરકાર તરફથી તેને સત્તાવાર પુષ્ટિ પ્રાપ્ત ન થતાં લોકોએ જોઈએ એટલું ધ્યાન ન આપ્યું. આવા હજુ બીજા કેટલાય રાઝ અમેરિકન સરકાર પોતાની રાજગાદી નીચે દબાવીને બેઠી છે. પોતે નજર સમક્ષ જોયેલી એલિયન સ્પેસશિપ વિશે વાત કરતા ડેવિડ ફ્રેવર જણાવે છે કે, ‘જેવું મેં એને નજીકથી જોવાની કોશિશ કરી કે તરત એની દિશા બદલાઈને દક્ષિણ તરફની થઈ. આંખનો પલકારો મારતાંની સાથે જ એ ગાયબ થઈ ગયું! પિંગ-પોંગ બોલ જેવી ઘટના હતી એ! ક્ષણવારમાં જાણે દીવાલ સાથે ટકરાઈને દીવાલથી દૂર અફળાઈ ગઈ હોય એવી રીતે એ ઊડતી રકાબી અમારી નજર સામેથી ગાયબ થઈ ગઈ!’ ડેવિડ ફ્રેવરના નિવેદનોને કારણે પેન્ટાગોન વાસ્તવિકતાનો ખુલાસો કરવા મજબૂર બન્યું, એ વખતે પેન્ટાગોનના ક્લાસિફાઇડ પ્રોગ્રામ્સના ભૂતપૂર્વ હેડ લુઈસ એલિઝોન્ડોએ સ્વીકાર્યુ કે, ‘અમે જેને એરક્રાફ્ટ તરીકે સંબોધી રહ્યા છીએ, એવી આ ઊડતી રકાબીનો કોઈ ડેટા હજુ સુધી અમેરિકન ગવર્ન્મેન્ટને હાથ લાગ્યો નથી. અમેરિકાના લશ્કરી સાધનો તથા ડિફેન્સ સિસ્ટમમાં હજુ સુધી આ પ્રકારના કોઈ સાધનો કે ઊડતાં મશીનોનો સમાવેશ નથી કરવામાં આવ્યો. અમેરિકા ઉપરાંત બીજા કોઈ દેશ પાસે પણ આવી ટેક્નોલોજી ઉપલબ્ધ હોવાની વાત નોંધવામાં આવી નથી. પૃથ્વી સિવાય પણ બીજે કશેક જીવસૃષ્ટિ હોવી જોઈએ, એનું આ સૌથી મોટું પ્રમાણ છે. વિશ્વના દેશોએ સામૂહિક રીતે આના પર ધ્યાન કેન્દ્રિત કરીને માનવજાતની સલામતી પર વિચાર કરવો જોઈએ.’ 1947ની સાલમાં મેક્સિકોનાં રોઝવેલ ખાતે એક યુએફઓ અથડાયું હોવાની ઘટના પણ એલિયનની હાજરી તરફ અંગુલિનિર્દેશ કરે છે, જેને બાદમાં ‘યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી એર ફોર્સિસ વેધર બલૂન’નું નામ આપી દેવામાં આવ્યું હતું. 14 જૂન, 1947ના રોજ રોઝવેલથી 50 કિલોમીટર ઉત્તરે આવેલા ગામનાં સરપંચ વિલિયમ બ્રાઝેલે કશોક કાટમાળ-ભંગાર જોયો. થોડાં અઠવાડિયાંઓ સુધી તો એમણે ખાસ કંઈ મહત્ત્વ ન આપ્યું, પણ ચોથી જુલાઇએ તેઓ ફરી પોતાનાં પરિવાર સાથે એ કાટમાળ ઉપાડવા માટે ત્યાં આવ્યા. 8મી જુલાઈએ અખબારોમાં પ્રેસનોટ છપાઈ કે ગામના સરપંચને મળેલો સામાન એ વાસ્તવમાં ઊડતી રકાબીનો ભંગાર છે! આ સમાચારે વિશ્વમાં ભારે ચકચાર મચાવી, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા જ્યારે એને ‘વેધર બલૂન’ જાહેર કરી દેવામાં આવ્યું ત્યારે જુવાળ શાંત થઈ ગયો. વર્ષ 1947માં જે શહેરીજનો આ ઘટનાનાં સાક્ષી રહ્યા હતાં એમને પૂછપરછ કરવામાં આવી. ‘ફ્રીડમ ઓફ ઇન્ફર્મેશન’ એક્ટ હેઠળ તેમણે યુએફઓ-ક્રેશ સંબંધિત કેટલાક અગત્યનાં ડોક્યુમેન્ટ્સ ત્યાંની સરકાર પાસેથી કઢાવ્યા. પૂરતો અભ્યાસ કર્યા બાદ સૌ કોઇ એક જ તારણ પર પહોંચ્યા કે, રોઝવેલ ખાતે ઓછામાં ઓછું એક સ્પેસક્રાફ્ટ તો અથડાયું જ હતું! જોવાનું એ રહ્યું કે ડેટા અને ઇન્ફર્મેશનના આ યુગમાં પેન્ટાગોન જેવા ડિપાર્ટમેન્ટ્સ કેટલાક રહસ્યોને બહાર આવતાં રોકી શકે છે! શું ખરેખર વિશ્વના મોટા દેશો એવું નથી ઇચ્છતા કે એમના નાગરિકોને ક્યારેય પરગ્રહવાસીની હાજરી અંગે જાણ થાય? ⬛ bhattparakh@yahoo.com

અન્ય સમાચારો પણ છે...