તાજેતરમાં ચેટજીપીટી, ટેક્નોલોજીની દુનિયામાં એક મોટા બદલાવ તરીકે સામે આવ્યું છે, જેનાથી પ્રોફેશનલ વર્કિંગની વ્યાખ્યા જ બદલાઇ ગઇ છે, પરંતુ ચેટજીપીટી ઉપરાંત પણ અનેક એવા AI ટૂલ્સ છે જે શ્રેષ્ઠ પરિણામ આપે છે. કોગ્રામ આવું જ એક ટૂલ છે. તે વર્ચ્યુઅલ મીટિંગ્સમાં ઓટોમેટિક નોટ્સ લે છે. સાથે જ તે કામની ઓળખ કરે છે જેને પૂરું કરવાનું હોય. તેનાથી તમે ગૂગલ મીટ, માઇક્રોસોફ્ટ ટીમ્સ અને ઝુમની સાથે ઉપયોગ કરી શકો છો. તદુપરાંત કમ્પોઝ એઆઇ પણ આવું જ એક ટૂલ છે જે તમારા લખવાના સમયને 40% સુધી ઘટાડે છે. તે ઓટોમેટિક ટેકસ્ટ લખે છે જેનાથી તમારો સમય બચે છે. તદુપરાંત, ટેપલિયો તમારી લિન્ક્ડઇન પ્રોફાઇલને વધુ સારી રીતે મેનેજ કરે છે.
મિનિટોમાં જ પ્રેઝન્ટેશન બનાવો જો તમને ઓનલાઇન અભ્યાસ દરમિયાન નોટ્સ લેવામાં મુશ્કેલી પડે છે તો તમે AI ટૂલ ગ્લેસ્પનો ઉપયોગ કરી શકો છો. તેની મદદથી સીધી જ વેબસાઇટ પર નોટ્સ લઇ શકાય છે અને હાઇલાઇટ પણ કરી શકાય છે. પ્રોફેશનલ્સ માટે પ્રેઝન્ટેશન સ્લાઇડ હંમેશાં મુશ્કેલ કામ હોય છે. એવામાં સ્લાઇડ્સએઆઇની મદદથી તમે કેટલીક મિનિટમાં જ પ્રેઝન્ટેશન સ્લાઇડ બનાવી શકો છો. જ્યારે એક્સેલ ફોર્મ્યુલા બોટ સરળતાથી ફોર્મ્યુલાની સમજ આપે છે.
આ ટૂલથી રેઝ્યૂમે અને કવર લેટર તૈયાર કરો એક સારું રેઝ્યૂમે બનાવવામાં વધુ સમય લાગે છે, પરંતુ હવે આ કામ રેઝ્યુમેએઆઇની મદદથી સરળતાથી થઇ શકે છે. તેની મદદથી કવર લેટર પણ સરળતાથી બનાવી શકાય છે. તદુપરાંત, તમારે ગ્રામરની ભૂલો સુધારવામાં સમય લાગે છે તો ક્વિલબોટ તમારા માટે ફાયદાકારક છે. તે મિનિટોમાં જ ગ્રામર અને સ્પેલિંગ ચેક કરે છે. તેનાથી નોટ્સ યોગ્ય રીતે બને છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.