લક્ષ્યવેધ:યુપીએસસીમાં બે વાર નાપાસ થયા બાદ ત્રીજી ટ્ર્ાયમાં 32મો રેન્ક લાવનારા રાજકોટના મ્યુનિ. કમિશનરની સાફલ્ય ગાથા

હેમેન ભટ્ટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફિઝિક્સ તો તમારો ફેવરિટ વિષય હતો, પણ તેમાં સોશિયોલોજી વિષય ક્યાંથી આવ્યો? કેમ આવ્યો?

અમિત અરોરા, આઇએએસ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, બરેલીના અવતારનાથ અરોરા અને ઉષાબહેનના એકમાત્ર પુત્ર અમિત અરોરા. તેમનાં પપ્પા-મમ્મી બંને બેંકમાં કામ કરતાં હતાં. અમિત અરોરાએ શાળાકીય શિક્ષણ બરેલીમાં લીધું હતું. આ પછી મુંબઇની આઇઆઇટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કર્યું. પછી યુપીએસસીની એક્ઝામ આપી. એન્જિનિયર બન્યા પછી યુપીએસસી એક્ઝામ આપવાનો વિચાર કેમ આવ્યો? એવું પૂછતાં અમિત અરોરાએ કહ્યું કે, ‘હું કોલેજમાં હતો ત્યારે એક એનજીઓમાં જોડાયો હતો. ત્યાં ‘અભ્યાસિકા’ નામથી એક કાર્યક્રમ ચલાવતા હતા. ત્યાં એક ફોરેન સર્વિસ અધિકારી (IFS) વિવેક આવતા હતા. તેમની સાથેની વાતચીતમાં મને ખ્યાલ આવ્યો કે, યુપીએસસી પરીક્ષા દ્વારા આઇએએસ, આઇપીએસ, આઇએફએસ, આઇઆરએમ બની શકાય છે. ત્યારે મને સમજાયું કે મારા માટે આ સારું છે. આ પછી આઇઆઇટી-ખડગપુરમાં છે, તે રાજીવ રંજને મને યુપીએસસી એક્ઝામ માટે પ્રેર્યો હતો. આથી, એન્જિનિયર બન્યા પછી મેં ફિઝિક્સ મારો ફેવરિટ વિષય હોવાથી તે અને ઓપ્શનલમાં સોશિયોલોજી સબ્જેક્ટ રાખ્યા હતા.’

અમિત અરોરા કહે છે કે, ‘સોશિયોલોજીને કારણે વિવિધ ચીજવસ્તુને જાણી-સમજી શકાય છે. વળી, સિવિલ સર્વિસીસમાં પ્રજા સાથે જ કામ કરવાનું હોવાથી લોકો કઇ પ્રકારના છે, તેમની માનસિકતા કેવી છે, તે જાણીએ-સમજીએ તો તેમની સમસ્યા ઉકેલવામાં સરળતા રહે. આથી મેં સોશિયોલોજીનો વિષય રાખ્યો હતો. યુપીએસસી એક્ઝામ અમિત અરોરાએ ત્રણ વાર આપી હતી. તેમાં 2010માં તેઓ ઇન્ટરવ્યૂ સુધી પહોંચી ગયા હતા, પણ ત્યાં સફળતા મળી નહોતી. આથી 2011માં તેમણે ફરીથી યુપીએસસી એક્ઝામ આપી. તેમાં તેઓ 32મા રેન્કથી પાસ થયા હતા. તેઓ આઇએએસ બન્યા. તેમને ગુજરાત કેડરની ફાળવણી થઇ. ‘મશીનો કરતાં માણસો સાથે કામ કરવું વધુ ગમે’ આઇએએસ અમિત અરોરાને ઇન્ટરવ્યૂમાં કેવા પ્રશ્નો પૂછાયા હતા? તેઓ કહે છે કે, ‘મારે ડો. વિજયસિંઘનું બોર્ડ હતું. અડધો કલાક મારો ઇન્ટરવ્યૂ ચાલ્યો હતો. મને આપણાં શિક્ષકો, ઉચ્ચ શિક્ષણ વિશે વધુ સવાલો પૂછાયા હતા. વર્લ્ડ રેન્કિંગ ટોપમાં ભારતની એક પણ યુનિવર્સિટી નથી, તેનું કારણ પૂછ્યું હતું. તેના જવાબમાં મેં કહેલું કે, આપણે ત્યાં સર્ચ-રિસર્ચ ઓછું છે. વળી, વૈશ્વિક ધોરણો મુજબ આપણે ત્યાં પૂરતા અધ્યાપકગણ પણ હોતા નથી. આ ઉપરાંત એવું પૂછ્યું કે, તમે ટેક્નોક્રેટ છો, તમારી સરકારમાં શું જરૂર? મેં જવાબ આપ્યો કે, જ્યારે કમ્પ્યુટરાઇઝેશન જે રીતે ચાલી રહ્યું છે. ઇ-ગવર્નન્સ જે રીતે આવી રહી છે, જે રીતે આપણે ત્યાં ગવર્ન્મેન્ટ પ્રોસેસીસમાં હ્યુમન ઇન્ટરએક્શનને મિનિમાઇઝ કરવા માગીએ છીએ. તો આવી રીતે સરકાર આગળ વધી રહી છે, ત્યારે મારી સૌથી વધુ જરૂર છે એવું મને લાગે છે. તમને કેમ લાગે કે તમે નોકરી કરી શકશો? મેં કહ્યું કે, હું હંમેશાં વિચારું છું કે બેટર વિથ પીપલ ધેન મશીન. મને મશીનો કરતાં માણસો સાથે કામ કરવું વધુ ગમે.’

ઉમેદવારો માટે સક્સેસ ફોર્મ્યુલા! આઇએએસ અમિત અરોરા યુપીએસસીની તૈયારી કરનારાઓને સક્સેસ ફોર્મ્યુલા શું આપશે? તેઓ કહે છે કે, ‘બધી જ વસ્તુ સેલ્ફ ડિસિપ્લિનથી જ આવે છે. આપણે જીવનમાં કંઇ પણ વિચારતાં હોઇએ, ટાર્ગેટ સેટ કરતાં હોઇએ, જીવનમાં સેલ્ફ ડિસિપ્લિન લાવીશું તો જ બધી વસ્તુ મળશે.’

અમિત અરોરાએ ક્યાં ક્યાં ફરજ બજાવી? યુપીએસસી પાસ કર્યા પછી આઇએએસની તાલીમ પૂર્ણ કર્યાં પછી અમિત અરોરાએ જામનગરમાં પ્રોબેશન પિરિયડ પૂરો કર્યો. લીંબડીમાં પ્રાંત અધિકારી બન્યા. પછી બનાસકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી ને ત્યાંથી સુરતમાં મ્યુનિસિપાલિટી કમિશનર બન્યા, સુડાનો હવાલો પણ સંભાળ્યો. પંચમહાલ-ગોધરાના કલેક્ટર બન્યા. ત્યાંથી રાજકોટના મ્યુનિસિપલ કમિશનર છે.

પૈસા+પ્રગતિ+સંતોષ ત્રણેય એકસાથે ન મળે અમિત અરોરા કહે છે કે, ‘આઇએફએસ વિવેકે એક સરસ વાત કહી હતી, જે મારા મનમાંથી ભુંસાતી નથી. તેમણે કહેલું કે, પૈસા પ્રગતિ અને સંતોષ એ ત્રણમાંથી બે જ વસ્તુ એકસાથે મળે. તમે બહુ જ પ્રામાણિકતાથી કામ કરશો, તો પ્રગતિ અને સંતોષ મળશે. પૈસા બહુ નહીં મળે. આ વાત એકદમ સાચી અને સારી છે, એવું મને લાગે છે.’ એમ અમિત અરોરાએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...