તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટનું ભૂત ફરી ધૂણ્યું છે. અહીં અગાઉ વાત થઇ ચૂકી છે તેમ સપ્ટેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટે લોધા કમિટીના આદેશ મુજબ બીસીસીઆઈના ઓફિસ બેરર્સની પસંદગી અને તેમના કાર્યકાળ પર સીધી અસર પડી હતી. જેમાં 6 વર્ષથી સતત પદ પર રહેલા અથવા કુલ 9 વર્ષથી પદ પર રહેલા પદાધીશોને ફરીથી ચૂંટણી લડવા માટે નામંજૂર ઠેરવાયા હતા તેમ છતાં તેઓ ફરજિયાત 3 વર્ષના કુલિંગ પિરિયડ બાદ તેઓ ફરીથી ચૂંટણી લડી શકે.
સૌરવ ગાંગુલીની બીસીસીઆઈના પ્રેસિડેન્ટ પદ પર વરણી થઇ પછી એક મહત્ત્વનો મુદ્દો સામે આવ્યો છે. જે લોધા કમિટીના રેકમેન્ડેશનને રિફોર્મ તરીકે ઓળખવામાં આવે છે તે રિફોર્મનાં કારણે ભારતીય એડમિનિસ્ટ્રેટર્સ, ક્રિકેટર્સ, સપોર્ટ સ્ટાફ કે પછી રમત સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ બીસીસીઆઈની કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટની કલમ હેઠળ એક વર્ષમાં એક થી વધુ કામ ન કરી શકે. જેમ કે જો કોઈ કોચ એક ટીમને કોચિંગ આપતો હોય તો ઓફ સિઝન દરમિયાન તે ભારતમાં બીજી કોઈ પણ ટીમને કોચ ન કરી શકે. ભારતમાં આઇપીએલની ફ્રેન્ચાઈઝી માટેનું કામ, કોચિંગ, ફિઝિયોથેરાપી કે પછી ડેટા એનાલિસ્ટ કોઈ એક જ ટીમ સાથે થઇ શકે. ભારતમાં ભૂતપૂર્વ ક્રિકેટર્સ, નામી અનામી સપોર્ટ સ્ટાફ તેમજ રમત સાથે જોડાયેલા કેટલાય એવા લોકો છે જે આ નિયમને કારણે કામથી વંચિત રહી જાય છે. આવતા મહિને બીસીસીઆઈના ખજાનચી અરુણ ધુમલે સુપ્રીમ કોર્ટમાં સૌરવ ગાંગુલી અને જય શાહના કાર્યકાળને એક્સ્ટેન્શન આપવા માટે કરાયેલ પિટિશનની સુનાવણી થશે. તેનો સીધો મતલબ એ થયો કે બીસીસીઆઈની અપેક્ષા એ છે કે સુપ્રીમ કોર્ટ પોતે આપેલા આદેશ અને ફેંસલાને કોરાણે મૂકીને બીસીસીઆઈએ ફેરફાર કરેલ બંધારણ અને તેની ચોક્કસ કલમોને બહાલી આપે. ઉદાહરણ તરીકે, સુપ્રીમ કોર્ટ માન્ય રાખેલ બીસીસીઆઈના બંધારણ મુજબ જય શાહનો કાર્યકાળ સપ્ટેમ્બર 2019માં સમાપ્ત થઇ ચૂક્યો છે. જ્યારે સૌરવ ગાંગુલી આ અગાઉ બંગાળ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ પદે હતા તે કાર્યકાળ તેમજ બીસીસીઆઈના ચેરમેન તરીકેના કાર્યકાળનો સમયગાળો 5 મહિના અગાઉ જુલાઈ 26ના રોજ સમાપ્ત થઇ ચૂક્યો છે. હવે જો તેઓને ફરી ચૂંટણીમાં ઊભા રહેવું હોય તો તેઓએ કુલિંગ પિરિયડ ભોગવવો ફરજિયાત છે.
ગાંગુલીનો કેસ થોડો અટપટો બનતો જાય છે. કારણ કે એક્સ્ટેન્શનની સાથે સાથે તેમણે કરેલ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ હવે ચર્ચાનો વિષય બન્યા છે. જેમ કે આઇપીએલની ટાઇટલ સ્પોન્સર આ વર્ષે ડ્રીમ 11 નામની કંપની હતી અને તે જ સમયે ગાંગુલી માય સર્કલ 11 નામની કંપની કે જે ડ્રીમ 11ની સ્પર્ધક કંપની છે તેનું એન્ડોર્સમેન્ટ કરતા નજરે ચડ્યા. હાલ પૂરતું તો ડ્રીમ 11ના પબ્લિક રિલેશન ઓફિસર દ્વારા કોઈ વાંધો ઉઠાવવામાં નથી આવ્યો પરંતુ આ વિવાદ ચર્ચાનો મુદ્દો છે તેને નકારી શકાય નહીં કારણ કે ગાંગુલી બીસીસીઆઈનો કોઈ સામાન્ય ઓફિસર નથી, પરંતુ સર્વેસર્વા ચેરમેન છે. હવે જ્યારે ટેસ્ટ મેચની કીટની ટાઇટલ સ્પોન્સર એ જ ફિલ્ડમાં કામ કરતી મોબાઈલ પ્રીમિયર લીગ બની છે ત્યારે આ જંગ ત્રિપાંખિયો બની શકે તેમ છે. બીજું ઉદાહરણ લઈએ. ગાંગુલી જે. એસ. ડબ્લ્યુ સિમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર છે અને તે ઉપરાંત જે. એસ. ડબલ્યુના સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટના એડવાઈઝરી બોર્ડમાં મેમ્બર છે. જે. એસ. ડબ્લ્યુ સિમેન્ટની પેરેન્ટ કંપની આઇપીએલની એક ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સની માલિક છે. ગાંગુલીને જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો તો એમણે પ્રત્યુત્તરમાં કહ્યું કે બંને કંપની એક જ ગ્રૂપની હોવા છતાં અલગ અલગ રજિસ્ટ્રેશન ધરાવે છે માટે અહીં કોઈ કોન્ફ્લિક્ટ ઓફ ઇંટ્રેસ્ટ ઊભો થતો નથી.
બીસીસીઆઈના એથિક્સ ઓફિસરે 2019માં તેઓને જણાવ્યું હતું કે તમે ટેલિવિઝન પર કોમેન્ટ્રી કરો અથવા ક્રિકેટ એડમિનિસ્ટ્રેશન (બંગાળ ક્રિકેટ એસોસિયેશન)માં રહો, તમારે બંને કામ એક સાથે ન કરવા જોઈએ. ડોમેસ્ટિક કોન્ટ્રાકટ હજુ સુધી પેપર પર છે. ક્રિકેટ સાથે સંકળાયેલા આશરે 6000થી પણ વધુ લોકો અને 500થી વધુ મેચ ઓફિશિયલ્સને કોરોનાને કારણે આર્થિક મદદની જરૂર છે તે વિશેે હજુ સંગીન પ્લાન બન્યો નથી. હજુ હમણાં જ ટેસ્ટ ટીમના ચયન બાબતે રોહિત શર્માના ફિટનેસના મુદ્દે સમાધાન લાવવાના બદલે ટીવી એક્સપર્ટની અદાથી પોતાના ઓપિનિયન આપનાર ગાંગુલીને શું વારંવાર યાદ અપાવવું પડશે કે ભૂતપૂર્વ કપ્તાન ગાંગુલી અને ચેરમેન ગાંગુલી બંને અલગ અલગ છે?
ડ્રીમ 11 વાળી બાબત ગંભીર છે, સ્પોન્સરશિપ બાબતે અને નીતિમત્તાને ધોરણે બીસીસીઆઈ પાસે એથિક્સ કમિટીએ જેનાથી આ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવી જોઈએ. બીસીસીઆઈના ચેરમેન પદે આ પહેલાં વકીલ, વેપારીઓ, રાજકારણીઓ તેમજ એવા લોકો આવ્યા છે જેમને ક્રિકેટ સાથે કોઈ લેવાદેવા નહોતી. સૌપ્રથમ વાર એવું બન્યું છે કે કરોડોમાં ફેન ફોલોઇંગ ધરાવનાર અને ટીમના ભૂતપૂર્વ કપ્તાન બીસીસીઆઈના ચેરમેન પદે ચૂંટવામાં આવ્યા હોય. આ કારણે લોકોની અપેક્ષાઓ અપાર છે. ફેન્સ તેની સામે આશાભરી નજરે જુવે છે કે આ માણસ બીસીસીઆઈમાં સુધારો લાવશે, ખેલાડીઓ, ગ્રાઉન્ડ્સ, ફેસિલિટી, જુનિયર ખેલાડીઓ તેમજ અન્ય પ્રતિભાવાન લોકોને આગળ લાવશે પરંતુ આવા વિવાદોને કારણે તેની તેમજ ચેરમેન પદની ઇમેજ ખરડાતી રહે તે યોગ્ય નથી. nirav219@gmail.com
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.