સાહિત્ય વિશેષ:ઉ. ગુ.ના સિદ્ધો અને મુસ્લિમ સંતોનું પ્રદાન

રઘુવીર ચૌધરીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બંને પુસ્તકોના નિર્માણમાં લેખકની અંગત રુચિ છે. એમના ધર્મજીવનનું પ્રકાશન છે

પાલનપુરના વિદ્વાન અધ્યાપક ડો. ઋષિકેશ રાવલ નાટક અને દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોના ક્ષેત્રમાં યોગદાન માટે જાણીતા છે. અગાઉ એમના પાંચેક પુસ્તકો પ્રગટ થયેલાં. તાજેતરમાં રાજકોટના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની આર્થિક સહાયથી સંશોધન-સંપાદનનાં બે પુસ્તક પ્રગટ થયાં છે. વિતરક છે, ફ્લેમિંગો. 1. ઉત્તર ગુજરાતના નાથ સિદ્ધો અને તેમનું સાહિત્ય 2. આનર્તના મુસ્લિમ સંતોની કાવ્યધારા ટૂંકમાં કહીએ તો, ઉત્તર ગુજરાતના સંતોના જીવનકાર્યની ઓળખ આપી એમના સમાજ પરના પ્રભાવનો આલેખ છે. ઝવેરચંદ મેઘાણીએ મૌખિક પરંપરાને ઝીલી ગ્રંથસ્થ કરવાનું જે ઉમદા કાર્ય કર્યું, એમાં પત્રપુષ્પરૂપે પૂરવણી કરવાનો આ પ્રયત્ન છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. બળવંત જાનીએ આ સંશોધનની કદર કરી છે. એમની દૃષ્ટિએ નાથસિદ્ધોની જીવનરીતિનો આ નખશિખ અભ્યાસ છે. પ્રો. ઋષિકેશ રાવલનું બાળપણ મણુંદની ભજનમંડળીના સંપર્કે ભાવનાશીલ બન્યું છે, તો સૂફી સંત અનવર કાઝીના ભજનોમાં હિન્દુ-મુસ્લિમ સંદર્ભોનું સાયુજ્ય જોઇ ધર્મની સમજણ કેળવાઇ છે. પાલનપુરની નાટ્ય સંસ્થા આંગિકમ્્્ દ્વારા તૈયાર થયેલા શંકરાચાર્ય વિશેના નાટકમાં ઋષિકેશ રાવલે અભિનય કરેલો. આ બંને પુસ્તકોના નિર્માણમાં લેખકની અંગત રુચિ પણ રહેલી છે. આ એમના ધર્મજીવનનું પ્રકાશન છે. એક માન્યતા મુજબ, ‘સૃષ્ટિની રચના પછી જીવોનો વિનાશ થતો જોઇને શિવજીએ જીવોને યોગમાર્ગનો ઉપદેશ આપવા માટે આષવના સમણોનો આદેશ આપ્યો.’ આ નવ ભાઇના નામ છે : 1. મત્સ્યેન્દ્રનાથ, 2. ગહનિનાથ 3. જાલંધરનાથ 4. ભર્તૃહરિનાથ 5. નાગનાથ 6. અર્મરનાથ 7. રેવાનાથ 8. કરણીયાનાથ 9. ગોપીચંદ્રનાથ. ‘નાથ’ શબ્દનો પ્રયોગ બધા જ સંતોમાં થાય છે… લેખક નોંધે છે કે મત્સ્યેન્દ્રનાથ પછી એમના શિષ્યગુરુ ગોરખનાથે બધી જ ધારાઓને એકજૂથ કરી. નાથ સાધુઓ કુંડળ, કિંગરી વગાડવી, ઘંઘારી, દંડ, સુમિરિની, ખપ્પર, ત્રિપુંડ, ભસ્મ, જટા, ઝોળી, કંથા, સિંહનાદ જનોઇ – આ બધાનો વિગતે પરિચય આપીને નાથ સાધુનું બહિરંગ વ્યક્તિત્વ પ્રત્યક્ષ કરાવ્યું છે. ‘ઓહમ્ કહેતાં અલખ બોલે, સોહમ્ કહેતાં શ્વાસાં’થી શરૂ કરીને આખો ગુરુમંત્ર આપ્યો છે. ગુરુ અને ગુરુપરંપરાનું મહત્ત્વ સમજાવ્યું છે. ગોઝારિયા પાસેના ખારાઆંબા ગામે રોગચાળો નિરંકુશ બનતાં ગામલોકો નાથજીને તેડી લાવ્યા, રોગચાળો નાબૂદ થયો. આ ચમત્કારો લેખકે વિશ્વાસથી લખ્યા છે. ગુલાબનાથ તો હમણાં સુધી હયાત હતા. એમણે રચેલાં ભજનો આપ્યાં છે. ‘આવર્તના મુસ્લિમ સંતોની કાવ્યધારા’ અંતર્ગત ડો. નિરંજન રાજ્યગુરુની અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના છે. આ પુસ્તકમાં ચાર મુસ્લિમ સંતોની કવિતાનો આસ્વાદ કરાવ્યો છે. ભાષા મિશ્ર હોવા છતાં કશું અઘરું નથી લાગતું. આ ચાર કવિઓ છે : 1. હઝરત પીર મશાયખ, 2. સૂફી કવિ સંત મીર મુરાદ, 3. મૌલાના પીરો ખુરશીદ હઝરત સૈયદ અચ્છા મિયાં સાહેબ, 4. સૂફી સંત અનવર કાઝી હઝરત પીર મશાયખ માત્ર બેંતાલીસ વર્ષ જીવ્યા પણ વિપુલ કાવ્ય-સાહિત્ય આપતા ગયા. એમની બોધદાયક રચનાઓમાં ગુજરાતી પ્રસંગો વિપુલ માત્રામાં છે. પિલવાઇના સંત કવિ મીર મુરાદ વિશે પીએચ.ડી.નો મહાનિબંધ લખીને હિન્દીના અધ્યાપક ડો. ચંદ્રકાન્ત મહેતાએ એમને ખ્યાતિ અપાવી. તેમના કહેવા પ્રમાણે,1823માં મીર મુરાદનો જન્મ થયો હતો. પોતાની ઉપેક્ષા થતી જોઇ એમણે ખુદાને ફરિયાદ કરી છે. છોટો કિયો કદ સે કુન કારન મૈં તેરો ગામ-ગરાસ નહીં લીઓ. (પૃ. 30) અચ્છા મિયાં સાહેબ 1847માં પાલનપુરમાં જન્મ્યા હતા. એ સત્ મારગ, સત્ સંગતિનો મહિમા કરે છે. સૂફી સંત અનવર કાઝીનો જન્મ 1899માં વિસવરાજમાં થયો હતો. ગુજરાતી શબ્દપ્રયોગો વધુ જોવા મળે છે. એક ગરબીનો આરંભ છે : ‘મોહન મોરલી વગાડી રે મારું મન વશ કરવા. ⬛

અન્ય સમાચારો પણ છે...