તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શું પાલતુ પશુઓ કદી આત્મહત્યા કરે? શ્વાન માણસનો સૌથી વફાદાર મિત્ર ગણાય છે અને તમને માનવામાં નહીં આવે, પણ દુનિયામાં એક એવુંય સ્થળ છે, જે કૂતરાઓની આત્મહત્યા માટે પ્રસિદ્ધ છે! અહીં મૂળ વાત એ છે કે શ્વાનને આત્મહત્યાનો વિચાર આવે જ શું કામ?! આવી બાબતોમાં મોટા ભાગના લોકો પરાભૌતિક બાબતોને જવાબદાર ગણે છે. કોઈક સ્થળે ભૂત-પિશાચ કે અતૃપ્ત આત્માનો વાસ હોય, તો એ સ્થળે પહોંચતાં પ્રાણીઓનું વર્તન બદલાઈ જતું હોય છે. આવી વાતો તમે અનેક ભૂતકથાઓ અને હોરર ફિલ્મ્સમાં જોઈ હશે. વિજ્ઞાન આવો તર્ક સ્વીકારે જ નહીં. જે લોકો વિજ્ઞાનમાં શ્રદ્ધા ધરાવે છે, છતાં તેને તાર્કિક રીતે સમજાવી નથી શકતા, એ લોકો જે-તે ઘટનાને ‘Unexplained Phenomena’ એટલે કે સમજાવી ન શકાય એવી ઘટના ગણી લે છે. અહીં જે વાત કરી, એને માટે વિજ્ઞાન પાસે કોઈ તર્ક છે? ઊંડાણથી જોઈએ.
એ સ્થળનું નામ છે ઓવરટોન બ્રિજ. સ્કોટલેન્ડના ડમ્બરટનમાં આવેલો આ પુલ 19મી સદીમાં બંધાયેલો અને એ સમયની પદ્ધતિ મુજબ આ પુલ પથ્થરોની કોતરણી ધરાવે છે. સ્થાપત્યની ભાષામાં એને ગોથિક બ્રિજ કહેવાય. જોકે એ ‘ડોગ સ્યુસાઈડ બ્રિજ’ તરીકે વધુ જાણીતો છે! એક કોતર પાર કરવા બાંધવામાં આવેલા પંદરેક મીટર લાંબા આ બ્રિજ ઉપરથી અનેક શ્વાને મોતની છલાંગ લગાવી છે! છેલ્લા 70 વર્ષોથી આવી ઘટનાઓ બનતી હોવાનું નોંધાયું છે! અમુક ઘટનામાં પુલ પરથી કૂદી પડેલ શ્વાન બચી ગયો હોવાનું પણ નોંધાયું છે, પણ શ્વાનને ગંભીર ઇજા તો થઇ. એક કેસ એવો નોંધાયેલો, જેમાં એક વખત ભૂસકો મારનાર શ્વાન મરવાથી કે ગંભીર ઇજાઓથી બચી ગયો, તો એ ફરીથી દોડતો બ્રિજ પર પહોંચીને કૂદીને મોતને ભેટ્યો! શ્વાનોની આવી સ્યુસાઈડલ ટેન્ડન્સીનું કારણ શું? કહે છે કે ઓવરટોન બ્રિજ જ્યાં છે, એ સ્કોટિશ વિસ્તારના લોકોને ભૂતિયાકથાઓમાં રસ પડે. આવા લોકોને ન સમજાય એવી દરેક ઘટનામાં ભૂત-પ્રેતનો હાથ દેખાય! ઓવરટોન બ્રિજ પરથી ભૂસકા મારતા શ્વાનો પણ કોઈ પરાભૌતિક તત્વની હાજરીને કારણે કૂદતા હોવાનું મનાય છે. એક લોકકથા પ્રમાણે અહીં વિધવા સ્ત્રીનું ભૂત ફરે છે. ‘વ્હાઈટ લેડી ઓફ ઓવરટોન’ તરીકે પ્રખ્યાત આ ભૂતને જોતાં જ શ્વાનો બ્રિજ પરથી કૂદી પડતા હોવાનું મનાય છે.
બીજી એક દંતકથા વધુ ભયાવહ છે. કહેવાય છે કે 32 વર્ષના એક પુરુષે પોતાના બાળકને ધાર્મિક કારણોસર આ બ્રિજ પરથી ફેંકી દીધેલું! બાળક મૃત્યુ પામ્યું અને એના બાપને પાગલ કરાર કરાયો. એ સાથે જ રોવરટોન બ્રિજ ‘ભૂતિયો’ થઇ ગયો! જે જગ્યાએથી બાળકનો ઘા કરવામાં આવેલો, એ જ સ્થળેથી કૂતરાઓ ભૂસકો મારતા હોવાનું લોકોનું કહેવું છે! હવે વિજ્ઞાન શું કહે છે એ જોઈએ. 2010માં પ્રાણીઓના વર્તનશાસ્ત્રના અભ્યાસુ અને નિષ્ણાત ડેવિડ સેન્ડ્સે રોવરટોન બ્રિજની મુલાકાત લીધી. ડેવિડનેે જણાયું કે પુલ પરથી આત્મહત્યા કરનાર કૂતરાઓ લાંબુ નાક ધરાવતા હતા. તેથી એમની સુંઘવાની શક્તિ તીવ્ર હતી. રોવરટોન બ્રિજ નીચે અનેક નાના જંગલી જીવો છે. એમાં મિંક નામનો જીવ મુખ્ય છે. મિંક સહિતના આ જીવોના શરીરમાંથી ચોક્કસ પ્રકારની વાસ છૂટે છે, જેનાથી આકર્ષાઈને અનેક શ્વાનો તરાપ મારે છે.
પ્રશ્ન એ થાય કે શ્વાન વાસથી ગમે એટલો આકર્ષાય કે ખીજાય, તોય આટલી ઊંચાઈથી ભૂસકો તો ન જ મારે. શ્વાનને ઊંચાઈનો ખ્યાલ હોય. તો કયા કારણોસર શ્વાનો કૂદકો મારી બેસે છે? ડેવિડ આ માટે બ્રિજની પાળીની ડિઝાઈનને જવાબદાર ગણે છે. ટેપર્ડ શેઈપમાં બનાવાયેલી બ્રિજની પાળીને કારણે શ્વાનની આંખોમાં એવું છલાવરણ રચાતું હશે, જેથી જમીન એને નજીક લાગે! પુલની ઊંચાઈને ‘સેફ ડિસ્ટન્સ’ સમજીને શ્વાન ભૂસકો મારી દેતા હોય એમ બની શકે! ડેવિડ સેન્ડ્સ દ્વારા કેટલાક પ્રયોગો કરાયા, એમાં પણ શ્વાન રોવરટોન બ્રિજની નીચે વિચરતા મિંક નામના રુંછાદાર પ્રાણીઓ પ્રત્યે આકર્ષાઈને ભૂસકો મારવાનો પ્રયત્ન કરતા હોવાનું નોંધાયું! jwalantmax@gmail.com
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.