તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોશિયલ નેટવર્ક:દીકરાની વિદાય સમયે એક પિતાની પ્રાર્થના…….!

કિશોર મકવાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારના સભ્યોના મોત અને જીવનની મુશ્કેલી? રવીન્દ્રનાથને ભીતરથી હચમચાવી દીધા

બાળ લગ્નની પરંપરાએ વિખ્યાત લોકોનેય કેવા પરેશાન મૂક્યા હશે એ વિશે રવીન્દ્રનાથ ટાગોર પોતાના જીવનનો અનુભવ લખે છે : ‘એક વાર બીજા પ્રાંતની કન્યા સાથે મારાં લગ્નની વાત ચાલી હતી. તે પૈસાદાર માણસની છોકરી હતી. સાત લાખ રૂપિયાની વારસદાર. અમે બે-ચાર જણાં કન્યાને જોવાં ગયાં હતાં. બે નાની ઉંમરની સ્ત્રીઓ આવીને બેઠી. એક તદ્દન સાદી-સીધી હતી, તે એક ખૂણામાં બેસી રહી અને બીજી જેવી સુંદર તેવી જ ચપળ હતી. તેની સ્માર્ટનેસ ભારે હતી. અંગ્રેજી ઉચ્ચાર વિશુદ્ધ હતા. પિયાનો પણ સારી રીતે વગાડ્યો. ત્યાર પછી સંગીત વિશે વાતચીત શરૂ થઈ. મેં વિચાર કર્યો, આમાં કંઈ કહેવા જેવું નથી. હવે તો મળે એટલે ગંગા નાહૃાા! એવામાં ઘરધણી અંદર આવ્યા. અંદર આવતાવેંત જ તેમણે સ્ત્રીઓનો પરિચય કરાવ્યો. પેલી સુંદર સ્ત્રીને બતાવીને કહે,‘હિયર ઈઝ માય વાઈફ’ (આ મારી પત્ની.) અને પેલીને બતાવીને કહે, ‘હિયર ઈઝ માય ડોટર’ (આ મારી પુત્રી). અમને તો શું કરવું એ જ સૂઝે નહીં. આમ જ હતું તો નકામા અમને બોલાવીને ફજેત શું કરવા કર્યા? જવા દો.. પણ પછીથી મજાકમાં આ પ્રસંગને યાદ કરતા તેમણે લખ્યું : હવે કોઈ વાર પસ્તાવો થાય છે... ગમે તેમ લગ્ન થયાં હોત તો શું વાંધો હતો? છોકરી ભલે ગમે તેવી હોય, સાત લાખ રૂપિયા હોત તો વિશ્વભારતી માટે આટલી દોડધામ કરવી ન પડત..!’ રવીન્દ્રનાથ ટાગોર (આમ તો ઠાકુર પણ ટાગોર તરીકે વધુ જાણીતા થયા) પરિવારમાં બાળવિવાહની પરંપરા હતી. દાદા દ્વારકાનાથ ઠાકુરનાં લગ્ન 15 વર્ષની ઉંમરે માત્ર 6 વર્ષની કન્યા સાથે થયેલા, પિતા દેવેન્દ્રનાથ ઠાકુરનાં લગ્ન 17 વર્ષની ઉંમરે 6 વર્ષની કન્યા સાથે થયા હતા. રવીન્દ્રનાથના મોટા ભાઈ દ્વિજેન્દ્રનાથનાં લગ્ન 18 વર્ષે 10 વર્ષની કન્યા સાથે, 15 વર્ષના સત્યેન્દ્રનાથનાં લગ્ન 8 વર્ષની કન્યા સાથે, 19 વર્ષના જ્યોતિરીન્દ્રના 9 વર્ષની કન્યા સાથે થયાં હતાં. આ બધામાં રવીન્દ્રનાથ એક જ યોગ્ય ઉંમરે પરણ્યા એમ કહી શકાય, પરંતુ તેમનાં લગ્ન માત્ર 10 વર્ષની કન્યા સાથે કરવામાં આવ્યા હતા. આમ તો રવીન્દ્ર પોતે બાળવિવાહ અને તેનાથી ઊભી થતી મુશ્કેલીઓથી સભાન હતા, પરંતુ પરિવારની પરંપરા, પિતાની આજ્ઞાનું ઊલ્લંઘન ન કરવાની પરંપરાથી વિરોધ કરવાનો ટાળ્યો. પછીથી એમણે બાળવિવાહથી ઊભી થતી મુશ્કેલીઓને લઈને પોતાના વિચારો ‘નષ્ટ-નીડ અને ‘ચોખેરબાલી’ જેવી કથાઓમાં વ્યક્ત કર્યા હતા. રવીન્દ્રનાથ પ્રેમાળ પતિ અને આદર્શ પિતા હતા, પરંતુ સમયાંતરે થયેલાં સંતાનોના મૃત્યુ, તેમના આનંદમય લગ્નજીવનના ડરામણાં સ્વપ્ન બની રહૃાા. દેવેન્દ્રનાથના સ્વ.પત્નીનાં મોટાં કાકીએ જેસોરના પીરાલી વેણીમાધવનું ઘર બતાવ્યું. વેણીમાધવ ટાગોર કુટુંબના જેસોર એસ્ટેટમાં કર્મચારી હતા. તેમની 10 વર્ષની દેખાવે સામાન્ય અને નિરક્ષર ભવતારિણીને ભાભીઓએ રવીન્દ્રનાથ માટે પસંદ કરી. ડિસેમ્બર 9, 1883ના દિને રવિનાં લગ્ન ભવતારિણી દેવી સાથે થયાં. પરિવારની પ્રથા અનુસાર, પત્ની ભવતારિણીદેવીને સાસરે આવ્યાં પછી મૃણાલિનીદેવી નવું નામ આપવામાં આવ્યું. લગ્ન પછી મૃણાલિનીદેવી શિક્ષિત બને તે માટે ઘણાં પ્રયત્નો કર્યા હતા, પણ તેઓ નિષ્ફળ રહૃાા. દંપતી વચ્ચેનો પ્રેમ પણ અદ્્ભુત હતો. 1890ના અંતમાં રવીન્દ્રનાથે ઈંગ્લેન્ડની બીજી વાર મુલાકાત લીધી. કવિએ પત્નીને ઘણા પત્રો લખ્યા. એક-એક શબ્દ કવિએ પ્રેમની શાહીમાં ડુબાડીને લખ્યો હોય તેમ વાંચનાર અનુભવી શકે. મૃણાલિનીદેવીના નાની ઉંમરે થયેલા મૃત્યુએ રવીન્દ્રનાથને ભીતરથી તોડી નાખ્યા. પત્ની ગંભીર બિમારીમાં સપડાયાં અને થોડા સમયમાં જ શરીર છોડી દીધું. તેમનો ‘સ્મરણ’ નામે કાવ્યસંગ્રહ પ્રગટ થયો હતો, જે તેમની પત્નીને અર્પણ કરવામાં આવ્યો હતો. થોડા સમયમાં જ તેમની દીકરી રેણુકાનું મૃત્યુ થયું. બીજા પુત્ર શમીન્દ્રનાથ કોલેરામાં મૃત્યુ પામ્યા. સૌથી મોટી પુત્રી મધુરીલતાના લગ્ન વકીલ સાથે કરવામાં આવ્યાં, પણ મધુરીલતાનું મૃત્યુ નાની વયે થયું હતું. નાની પુત્રી મીરાં લગ્નજીવનમાં દુ:ખી હતી. 15 વર્ષનાં લગ્નજીવન બાદ છૂટાછેડા થયાં. એ અરસામાં પિતા દેવેન્દ્રનાથે પણ વિદાય લીધી. પરિવારના સભ્યોના મોત અને જીવનની મુશ્કેલી? રવીન્દ્રનાથને ભીતરથી હચમચાવી દીધા. અંતર્મન અત્યંત કોમળ હતું, છતાં એમનું આત્મબળ મજબૂત હતું. રવીન્દ્રનાથે બાળપણથી જ જીવનમાં મૃત્યુની કરુણતા નજીકથી નિહાળી હતી. સૌથી નાના પુત્રના મોતની પીડાને વર્ણવતાં લખ્યું : ‘તેની અંતિમ ઘડી આવી પહોંચી હતી. નીબીડ અંધકારમાં વીંટળાઈને, હું બાજુના ઓરડામાં એકલો બેઠો હતો. અસ્તિત્વના હવેના તબક્કામાં પૂર્ણ શાંતિથી, યોગક્ષેમ સાથે તે વિદાય થાય તે માટે હું પ્રાર્થના કરી રહ્યો હતો.’ ⬛ namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...