• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Will The Vibrant Gujarat Global Summit Be A Success? Even If There Is True Love, Why The Entry Of Doubt? This Is The Treasure Trove Of New Nakkor Articles Of 'Rangat Sangat' In The New Year

રંગત સંગત:વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સફળ થશે? બાળકોને ડાયાબિટીસ-BPથી શી રીતે બચાવશો? પૈસાનું ઝાડ ઉગાડવું છે? નક્કર વાંચન પીરસતું ‘રંગત સંગત’ આ રહ્યું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
સાચો પ્રેમ હોય તો પણ શંકાનો પ્રવેશ કેમ? શંકાની વૃત્તિ પુરુષમાં વધારે હોય છે કે સ્ત્રીમાં? તેનો ઉકેલ શું? જાણો...

બધાનો ઈલાજ હોય છે. પરંતુ શંકાનો ઈલાજ હોતો નથી. ઘણી સ્ત્રીઓ કે પુરુષોમાં શંકા પરાકાષ્ઠાએ હોય છે. આવા લોકો જન્મજાત શંકાશીલ હોય છે. શીલ એટલે ચારિત્ર. જેમનું ચારિત્ર જ શંકાનું હોય એ લોકો કાયમ શ્રદ્ધાથી દૂર રહેતા હોય છે. શંકાનો સહેજેય વાંધો નથી. શંકા એ કુદરતી વૃત્તિ છે. પરંતુ દરેક વ્યક્તિએ આ વૃત્તિનું શમન કરવાનું છે.

***
મારી વાર્તા/
'બા, શું થયું છે? કેમ બધાં આમ બેઠાં છો?' બા રડવા લાગ્યાં... અને સુમિત્રાના મનમાં જાતજાતની શંકાઓ ઘેરાવા લાગી

આંખો પર હાથ મૂકી પલંગમાં સૂતેલા ભાઈજી, ખુરશીમાં માથું ઢાળી આંખો મીંચી બેસેલાં બા અને કમરામાં ઠાંસીઠાંસીને ભરાયેલું મૌન. અનિલ અને આનંદને આવવાને હવે તૈયારી હતી. તોય આમ કેમ? એ બંને સિવાય પણ આ દૃશ્યમાં કંઇક ખૂટી રહ્યું છે. શું હતું એ? એણે ધારીને જોયું. હા, સુમન અહીં નથી.

***
સુખનું સરનામું/
22 વર્ષની સખત મહેનતથી પર્વત ફાડીને રસ્તો બનાવનાર 'માંઝી' તો ભગવાનને પણ પ્રિય હશે

શાહજહાંએ પત્નીની યાદમાં લાખોનો ખર્ચ કરીને 22 વર્ષમાં તાજમહેલ બનાવ્યો અને દશરથે પોતાની પત્નીની યાદમાં આટલાં જ વર્ષોની મહેનતથી ગામ લોકોની લાચાર અવસ્થાને બદલી નાખી. એક મહારાજા હતા ને બીજો મજૂર હતો. લોકો ભલે મહારાજાને ઓળખતા હોય પણ ભગવાનને તો આ મજૂર જ પ્રિય હશે.

***
ઈતિહાસ ગવાહ હૈ/
નેહરુ-ઝીણા-એડવિનાના સંબંધો અને બ્રિટિશ ઇન્ડિયાનું વિભાજન

નેહરુને એડવિનાએ એઈડ્‌સનો સંપર્ક કરાવ્યાનો દાવો રાજીવ દીક્ષિત કરે છે. સ્વતંત્ર ભારતના પણ ગવર્નર-જનરલ થયેલા લોર્ડ લુઈસ માઉન્ટબેટનની પત્ની એડવિના માઉન્ટબેટનને એ ભારત અને પાકિસ્તાનના ભાગલા માટે નિર્ણાયક પરિબળ ગણાવે છે. એડવિના સાથેના નેહરુના ‘પ્લેટોનિક લવ’ની વાત તો જાણીતી છે. નેહરુ-એડવિના સાથે મળીને ધૂમ્રપાન કરતાં હોવાની અને એમની વચ્ચે મૈત્રી હોવાની વાત અજાણી નથી.

***
મનન કી બાત/
વ્યવસાયને સફળ બનાવવા કન્ઝ્યુમરની નહીં, પ્રોડ્યુસરની નજરથી જુઓ, 5 ગુણ અપનાવશો તો બિઝનેસમાં ઉંચાઈનાં શિખર સર કરતાં કોઈ નહીં રોકી શકે

સહેલા પૈસા એક મિથ્યા છે. પરંતુ મોટાભાગના લોકો સહેલા પૈસા અને ઝડપથી કમાયેલા પૈસા વચ્ચે તફાવત કરી શકતા નથી. આપણે એવું સાંભળ્યું છે કે પૈસા ઝાડ પર ઊગતા નથી. પરંતુ પૈસાનું ઝાડ ચોક્કસ ઉગાડી શકાય. પૈસાનું ઝાડ એટલે શું? પૈસાનું ઝાડ એટલે પૈસા કમાવાની એવી રીત કે જેના માટે તમારે સતત તમારો સમય આપવો નથી પડતો.

***
પોઝિટિવ પેરેન્ટિંગ/
નવા વર્ષનું રિઝોલ્યુશનઃ બાળકોને સફેદ ખાંડથી બચાવો, નહીંતર હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ BPનું જોખમ વધી જશે

આપણાં શરીરમાં રહેલાં ગટ બેક્ટેરિયાએ ખરેખર તો આપણને સ્વસ્થ રાખવા જોઈએ પણ આજે આપણી ફૂડની ચોઈસ પ્રાકૃતિક અને તાજા આહારથી હટીને પ્રોસેસ્ડ ખાણી-પીણી તરફ વળી ગઈ છે અને આ બધામાં સૌથી મોટું દોષી છે ખાંડ. સ્ટડીઝમાં જણાવ્યા પ્રમાણે, વધુ સફેદ ખાંડનું ઇનટેક એટલે વધુ હૃદયરોગ થવાની શક્યતા.

***
એક્સપ્લોર ઇન્ડિયા/
કલા, અધ્યાત્મ અને સંસ્કૃતિનો અદભુત સમન્વય એટલે મોઢેરાનું સૂર્યમંદિર

મોઢેરાનાં સૂર્યમંદિરની સ્થાપત્ય શૈલી મારુ ગુર્જર શૈલી છે, જે નાગર શૈલીનો એક પ્રકાર છે. ઈસવીસન 1026 દરમિયાન પુષ્પાવતી નદીના કાંઠે ભીમદેવ પ્રથમ દ્વારા આ મંદિરનું નિર્માણ થયું હતું, જે હાલ મહેસાણા જિલ્લામાં આવેલું છે. સૂર્યપૂજાના આ સંસ્કારના પ્રતિબિંબ સમાન ભારતનાં મુખ્ય ત્રણ સૂર્ય મંદિરો પૈકીનાં એક મંદિરનું આજે આપણે સાંનિધ્ય માણીશું.

***
ડિજિટલ ડિબેટ/
દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કેટલી સફળ થશે?

નિયમોનો ભંગ કરીને માસ્ક પહેર્યા વિના ટોળાં એકઠાં કરીને નેતાઓ બેફામ દેશમાં ફરી રહ્યા છે. રોગચાળાના જોખમ કરતાંય વાસ્તવિક કેવા પડકારો મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા માટેના આ સરકારી પ્રયાસ સામે છે તેની ચર્ચા વધારે અગત્યની છે. એવી જ ડિબેટ ગુજરાતના વેપારી પ્રવાહને જાણનારા એક્સપર્ટ સાથે...

***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘વાળાની હરણપૂજા’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

આ રવિવારે ‘દિવ્ય ભાસ્કર’ એપના ડાયરે માણીએ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વધુ એક ખમતીધર વાર્તા ‘વાળાની હરણપૂજા’. લ્યો ત્યારે, થાવા દ્યો...