• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Will The Government Really Control The Skyrocketing Inflation? Want To Do Scuba Diving In The Andamans? This Is Sunday's Solid Reading 'Rangat Sangat'

રંગત સંગત:બેફામ વધેલી મોંઘવારી સરકાર નાથશે ખરી? આંદામાનમાં સ્કૂબા ડાઇવિંગ કરવું છે? રવિવારનું સોલિડ વાંચન ‘રંગત સંગત’ આ રહ્યું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિજિટલ ડિબેટ/
બેફામ વધી રહેલી મોંઘવારીનો સ્વીકાર RBIએ કર્યો, સરકાર ક્યારે જાગશે?

મોંઘવારી હવે કાબૂ બહાર જવા લાગી છે, તેને નાથવી પડશે તેવો સ્વીકાર પોલીસી ચેન્જ કરીને RBIએ કર્યો, પણ સરકાર એટલી ગંભીર છે ખરી?
***
એક્સપ્લોર ઇન્ડિયા/
ચાલો આંદામાન-3: સમુદ્રનાં તળિયે વસેલી વિસ્મયકારક રોમાંચક જીવસૃષ્ટિ સાથે દોસ્તી - કોરલનું અજાયબ વિશ્વ

દરિયાઈ વિશ્વમાં ડૂબકી લગાવવા માટે ભારતમાં આંદામાન અને લક્ષદ્વીપ સર્વશ્રેષ્ઠ સ્થળ ગણાય છે. અહીં નીલ અને હેવલોક આઇલેન્ડ પર ડિસ્કવર સ્કૂબા કરી શકાય છે, જેના થકી દરિયાઈ સૃષ્ટિને નજીકથી નિહાળીને રોમાંચકારી અનુભવ ચોક્કસ કરી શકો છો.સમુદ્રી વિશ્વના અવનવા રંગોને નરી આંખે માણીશું નહિ ત્યાં સુધી સમુદ્રનો એક ભૂરો રંગ જ જોઈ શકીશું.
***
ઇતિહાસ ગવાહ હૈ/
રાષ્ટ્રપિતા ગાંધીજીની હત્યા સંબંધે અલવરના મહારાજા અને દીવાનને નજરકેદ શા માટે કરાયા હતા?

અલવરના દીવાન એટલે કે પ્રાઈમ મિનિસ્ટર ડૉ. એન. બી. ખરેના દિલ્હીસ્થિત નિવાસસ્થાને આર. સી. મોદી એક વાર ગયા ત્યારે તેઓ ઉપસ્થિતોને ભારપૂર્વક કહી રહ્યા હતા કે ગાંધી અને બીજા દેશનેતાઓ ભારતને નુકસાન પહોંચાડી રહ્યા છે. ડૉ. ખરે ત્યારે બંધારણ સભાના સભ્ય હતા. એ વાત કરી જ રહ્યા હતા કે સમાચાર આવ્યા કે ગાંધીજીની હત્યા થઈ છે. ભારતનું ભાવિ આખું બદલાયું અને અલવરનું પણ. કારણ માત્ર ડૉ. ખરે જ નહીં, અલવરના મહારાજા પણ ગાંધીહત્યાના કાવતરાની શંકાના વલયમાં આવી ગયા હતા.
***
ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
સંબંધોમાં ફીલિંગ અને રિફિલિંગઃ સંબંધોને લીલાંછમ રાખવા માટે સતત સક્રિય રહેવું પડે?

આપણે છોડ વાવ્યો હોય અને છોડ મુરઝાઈ જતો હોય ત્યારે ક્યારામાં માટીને સરખી કરવી, ખાતર નાખવું, પાણી પાવું અને છોડને સૂર્યપ્રકાશ બરાબર મળે તેની તાકીદ કરવી તેનું નામ સંબંધોમાં રિફિલિંગ કરવું.
***
મારી વાર્તા/
‘ક્યારેય કોઇ પુરુષની સામે પણ ના જોનારી તે આવું કરે? આવી રીતે ભાગી જાય? એ પણ ગામના ઉતાર ગોવિંદ સાથે?’

આ એ જ ગોમતી હતી કે જેણે શાળાની વક્તૃત્વ સ્પર્ધામાં હોંશે હોંશે ભાગ લઇ આખા ઓડિયન્સને ‘લગ્ન – એરેન્જ્ડ મેરેજ’ની તરફેણમાં કરી દીધું હતું અને પ્રેમલગ્નની તરફેણમાં બોલનારનાં છોતરે છોતરાં ઉડાડી દીધાં હતાં..! જે ગોમતી વક્તૃત્વ સ્પર્ધામાં પ્રેમલગ્નની વિરૂદ્ધમાં બોલી હતી, પ્રેમલગ્નનો પ્રચંડ વિરોધ કર્યો હતો તે જ ગોમતી નાસી ગઇ હતી...!
***
સુખનું સરનામું/
દર મહિને લાખો રૂપિયા કમાવાનો સાવ સરળ ઉપાય

બાળપણમાં બચતની થોડી ટેવ પાડવામાં આવતી હોય છે પણ મોટા થઇને એ ટેવ ક્યાંક અદૃશ્ય થઇ જાય છે. જો યુવાવસ્થાથી આ ટેવ પડી હોય તો વૃદ્ધાવસ્થા ઓશિયાળી નહીં રહે. યુવાનીને ભરપુર માણ્યા બાદ વૃદ્ધાવસ્થા પણ ચિંતા વગર પસાર થશે અને દવાખાનાના ખર્ચને પણ વિના વિઘ્ને પહોંચી વળાશે.
***
મનન કી બાત/
સાચા અર્થમાં બુદ્ધિશાળી (ઈન્ટેલિજન્ટ) કોને કહેવાય?

ઇન્ટેલિજન્સના ત્રણ મુખ્ય પ્રકાર હોય છે. પહેલો માહિતીનું ઇન્ટેલિજન્સ એટલે કે કઈ વ્યક્તિ સહુથી વધુ માહિતી યાદ કરી, એમાં પેટર્ન બનાવી અને નવી માહિતી બનાવી શકે છે. પરંતુ જેટલું મહત્ત્વનું છે એટલાં જ મહત્ત્વનાં છે સામાજિક અને લાગણીનું ઇન્ટેલિજન્સ.
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘મલુવા’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વધુ એક વાર્તા ‘મલુવા’ ઓડિયો-વીડિયો સ્વરૂપે માણવા માટે ક્લિક કરો. લ્યો ત્યારે, થાવા દ્યો તમતમારે!

અન્ય સમાચારો પણ છે...