તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Will Heart Be Removed From Kashmir? How Will A Drone With Artificial Intelligence Work? Read Articles Ranging From Interesting Stories To Sweetness Of Relationships Here In Rangat Sangat

રંગત-સંગત:કાશ્મીરનું શું થશે? આર્ટિફિશિયલ બુદ્ધિવાળાં ડ્રોન શું કામ કરશે? વાર્તાવિશ્વથી લેખવિશ્વ સુધીનું વાંચન ‘રંગત સંગત’ની આ એક જ ક્લિકમાં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
સંબંધોમાં પઝેસિવનેસનો પ્રવેશઃ મધૂરપ ઘટાડે અને અધૂરપ વધારે....એટલે પાર્ટનરને હંમેશાં સ્પેસ આપવી જરૂરી!

પઝેસિવનેસ સંપૂર્ણ ખોટી અને ખરાબ જ બાબત છે એવું પણ નથી. કોઈ મનગમતી વ્યક્તિ પોતાના માટે પઝેસિવ હોય તે ગમતું હોય છે ઘણાને. એકાધિકારપણું ઘણાને માફક આવતું હોય છે. પરંતુ એ સ્થિતિ આવકારવા જેવી તો નથી જ. તેમાંથી બચવું જ જોઈએ.
***
મારી વાર્તા/
માયા, હું તારો જ ઇન્ટરવ્યૂ લઈ લઉં? મોકા ભી હે દસ્તુર ભી હૈ....અને તેઓ બંને સાતમા માળે બુક કરેલા માયાના રૂમમાં પહોંચ્યાં!

ફાઇવસ્ટાર હોટેલમાં જાણીતા બિઝનેસમેન તથા નવા નવા ફિલ્મનિર્માણ ક્ષેત્રે પ્રવેશેલા મિસ્ટર શ્રોફની પચ્ચીસમી લગ્નતિથીની પાર્ટી ચાલી રહી હતી. જાણીતી ફિલ્મ પત્રકાર શૈલી દાંડેકર પણ કોઈ ગોસિપ મળવાના આશયથી પાર્ટીમાં હાજર હતી. એની નજર ગોસિપ માટે મિસ માયાને શોધી રહી હતી. ત્યાં તો એનો શિકાર એને સામેથી જ ભટકાયો.
***
સુખનું સરનામું/
તમે માણસોને સાચવો, માણસો તમને સાચવશે

કેટલાક લોકો એવું માને છે કે, નાના માણસોને બહુ મદદ કરવાની ન હોય કારણ કે, એમાના મોટાભાગના તો કામચોર જ હોય છે. જે દિલ દઇને કામ ન કરે એને વળી શું મદદ કરવાની હોય? આપણી આ માન્યતા થોડી સાચી હશે પણ એ વાત પણ એટલી જ સાચી છે કે, જો આપણે એમને કંઇક આપીશું તો એ પણ કામચોરમાંથી કર્મયોગી બનવા પ્રેરાશે.
***
ટેક્નોહોલિક/
ડ્રોન સે પકડના મુશ્કિલ નહીં, આસાન હૈ!

અહીં જે ડ્રોનની વાત કરવામાં આવી છે એ થોડા સ્પેશિયલ ડ્રોન છે. હવે તમને સવાલ થાય કે એમાં એવું તો શું સ્પેશિયલ છે. તો આ ડ્રોન બુદ્ધિશાળી ડ્રોન છે. એનો અર્થ એ કે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ સામેલ છે. આ આર્ટિફિશિયલ બુદ્ધિ ધરાવતાં ડ્રોન હોય તો મુશ્કેલીના સમયે ફસાયેલા લોકોને તરત બચાવી શકાય છે.
***
ડિજિટલ ડિબેટ/
કાશ્મીરઃ દિલની દૂરી, દિલ્હીની દૂરી દૂર થશે ખરી?

કલમ 370ને ધીમે-ધીમે અર્થહીન બનાવાતી રહી હતી. પરંતુ એક સિમ્બોલ તરીકે તે લટકતી હતી એટલે તેને દૂર કરવા સાથે ઘણાંય સિમ્બોલિઝમ જતાં રહ્યાં અને કદાચ તેના કારણે જ દિલ્હીમાં થયેલી આ બેઠક શક્ય બની અને સમાધાન માર્ગે આવો એવો માહોલ પણ બની શક્યો.