તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Will All The Rules Be Followed In The Rathyatra? What To Do If You Want To Fly High In The Sky Of Success? Here Is An Interesting Reading Of Today's Rangat Sangat

રંગત-સંગત:શું રથયાત્રામાં બધા નિયમોનું પાલન થશે? સફળતાના આકાશમાં ઊંચે ઊડવું હોય તો શું કરવું પડે? આજનું ‘રંગત-સંગત’ આ રહ્યું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
આમિર-કિરણ રાવનું છૂટા થવું: પતિ-પત્નીના લગ્ન-સંબંધની રસપ્રદ ચર્ચા

એકવાર તમે લગ્નસંસ્થામાં પ્રવેશ કરો એ પછી તમારે તમારી બધી જ પ્રકારની વૃત્તિઓને સંયમિત કરવી પડે. લગ્નસંસ્થાનો ઉદ્દેશ જ એ છે અને આમેય મનુષ્યને જીવન એટલા માટે જ મળ્યું છે કે તે કામ, ક્રોધ, લોભ અને મોહ જેવી પાયાની-અનિવાર્ય એવી વૃત્તિઓને સંયમમાં રાખીને એક સુંદર જીવન જીવે.
***
મારી વાર્તા/
હેમંતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો પણ તમારે એનાથી વધારે પોઝિટિવ થવાનું છે...દર્દી અને એના સગા મનથી પોઝિટિવ હોય એટલે જીવી ગયા ને જીતી ગયા સમજો!!

‘શારદા, હિંમત રાખ. આપણા દીકરાને સારું થઈ જ જશે. આ ડોક્ટર સાહેબના હાથમાં જાદુ છે અને દિલમાં દયા એટલે તો આપણે એમની પાસે આવ્યા છીએ. બી પોઝિટિવ.’ જયેશે પત્નીના ખભે મૃદુતાથી હાથ મૂકતાં કહ્યું અને તેઓ આશાકિરણ હોસ્પિટલ દાખલ થયાં. દર્દીને અહીં આશાનું કિરણ દેખાતું. નિરાશા ભાગી જતી અને હકારાત્મકતા જાગી જતી.
***
સુખનું સરનામું/
શું તમારે સફળતાના આકાશમાં ઊંચે-ઊંચે ઊડવું છે...તો અનુકૂળતા અને સગવડતાની ડાળ છોડો તો જ સફળતા મળશે

એક સફળ વ્યક્તિ બનવા માટેની આપણામાં કોઇ ક્ષમતા નથી એવું નથી. પરંતુ આપણે આપણી એ ક્ષમતાનો ઉપયોગ જ નથી કરતા કારણ કે, આપણને કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવાનું પસંદ જ નથી. અનેક એવી પ્રતિભાઓ ખીલતાં પહેલાં જ મૂરઝાઈ જાય છેકારણ કે, એને પડકારોનો સામનો કરવાને બદલે શાંતિથી બેસી રહેવું વધુ ગમે છે.
***
ટેક્નોહોલિક/
લહુ કી એક બુંદ...તમારા ડિપ્રેશનની કુંડળી કહી દેશે

માણસ કેટલા સ્ટ્રેસમાં છે એ જાણવા માટે લાંબી પ્રોસિજર ટેસ્ટની જરૂર ન પડે કે લાંબા સેશનની જરૂર ન પડે પણ દર્દીના લોહીની એક બુંદથી ખ્યાલ આવી જાય એવી પ્રોસેસ શોધવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકો એક માઈક્રોચિપ ડેવલપ કરી રહ્યા છે. કોમ્પ્યૂટરમાં હોય એવી જ માઇક્રોચિપ પણ એના કરતાં થોડી વધુ ચિપ એટલે કે સસ્તી.
***
ડિજિટલ ડિબેટ/
જગન્નાથ રથયાત્રા કાઢવાનો નિર્ણય કેટલો યોગ્ય?

12 જુલાઈએ રથયાત્રા કાઢવામાં આવશે અને પ્રોટોકોલ પ્રમાણે નીકળશે એમ રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે. મર્યાદિત સંખ્યામાં ખલાસીઓ જોડાશે, કર્ફ્યૂ રહેશે અને બપોર સુધીમાં રથયાત્રા પૂર્ણ થઈ જાય તે રીતે કાઢવામાં આવશે. આ બધું બરાબર પણ મારો એક જ સવાલ છે કે બધા નિયમોનું પાલન થશે?

અન્ય સમાચારો પણ છે...