તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Magazine
 • Rangat sangat
 • Why The Racist Approach Against Spin? Match On Green Top Wicket In 3 Days If Sub First Class, Pitch Third Class If This Happens On Rank Turner!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટ્રેટ ડ્રાઈવ:સ્પિન સામે રેસિસ્ટ અપ્રોચ કેમ? ગ્રીન ટોપ વિકેટ પર મેચ 3 દિવસમાં પતે તો સબ ફર્સ્ટ ક્લાસ, રેન્ક ટર્નર પર આવું થાય તો પિચ થર્ડ ક્લાસ!

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોઇપણ ગેમ માત્ર મેદાન પર જ નહીં, ખેલાડીઓનાં દિમાગમાં, ડ્રેસિંગ રૂમમાં, મીટિંગ રૂમમાં કે પાનના ગલ્લે ચાલતી ચર્ચાઓમાં પણ રમાતી હોય છે. ચાહકોનાં દિલમાં વસેલી અને હોઠે ચર્ચાતી ગેમ્સની તમામ વાતો કહેશે ‘સ્ટ્રેટ ડ્રાઇવ’, દર શનિવારે.
***
એમણે કહ્યું, ‘બોલ તો પ્રથમ દિવસના પ્રથમ સેશનથી જ સ્પિન થઈ રહ્યો છે. બોલ આમ સ્પિન થાય, આ રીતે ફરે એ તો ફાંસીને પાત્ર સજા છે.’ એમણે એટલે ઇંગ્લિશ ક્રિકેટર્સ, ઇંગ્લિશ લોકો અને એ બધા મહારથીઓ જે ગેમને પોતાના વનસાઈડેડ નરેટિવથી જ દુનિયા સમક્ષ લાવવા માગે છે. તેમણે રમતની શોધ કરી એ ખરું, પરંતુ એમની પ્રાઇમરી સ્કિલની આસપાસ જ રમત ચાલવી જોઈએ, એવી જીદ કેમ?

ટોકિંગ પોઇન્ટ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી સર્વપ્રથમ ટેસ્ટ 2 દિવસ પણ ન ચાલી. ભારતમાં રમાયેલી બોલના માર્જિનથી સૌથી ટૂંકી ટેસ્ટ હતી. આ મેચ 842 બોલમાં સમાપ્ત થઈ. આ પહેલાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્ષ 2019માં કોલકાતા ટેસ્ટ 968 બોલમાં સમાપ્ત થઈ હતી. પિચની ચારેકોર ટીકા થઈ રહી છે. હા, પ્રથમ દિવસથી બોલ ખાસ્સો ટર્ન થઈ રહ્યો હતો. પરંતુ દરેક બોલ નહીં. મેચમાં 30 વિકેટ પડી એમાંથી 21 વિકેટ એવા બોલ પર પડી જે સીધા રહ્યા હતા. સુનિલ ગાવસ્કરે ઓન-એર કહ્યું એમ 'જે બોલ ટર્ન થતા હતા એની સાયકોલોજિકલ ઈમ્પેક્ટ વધુ હતી. એ પછીના બોલ પણ ટર્ન માટે રમતા બેટર્સ સીધા બોલ પર આઉટ થયા હતા.'

પિચ સ્પિન બોલિંગને આસિસ્ટ કરી રહી હતી. પરંતુ એવું તો નહોતું કે સ્પિન સિવાય અન્ય સ્કિલની વેલ્યૂ નહોતી રહી. બેટિંગ એક પ્રાઇમરી સ્કિલ છે અને રોહિતે બંને ઇનિંગ્સમાં સાબિત કર્યું કે, લેટ શોટ રમવામાં આવે અને બેટિંગ ક્રિઝનો પૂરતો ઉપયોગ થાય તો બેટિંગ ઇઝી-પીઝી હતી. જો અન્ય ભારતીય બેટ્સમેન ક્રિઝ પર સમય કાઢત તો મેચ ત્રીજા દિવસ સુધી રમાઈ હોત. એવું ન થયું એનો મતલબ એ નથી કે આવી પિચ ક્રિકેટ માટે ખરાબ છે. 3 દાયકા પહેલાં ક્રિકેટર્સ અન્કવર્ડ વિકેટ પર સારી ટેક્નિકથી રમતા જ હતા.

એવું તો સહેજ પણ નથી કે ઇંગ્લેન્ડને ખાલી સ્પિન સામે વાંધો છે. ભૂતકાળમાં પોતે બોડીલાઈન બોલિંગ કરી હતી એ બરાબર હતું. પરંતુ 70ના દાયકામાં વેસ્ટ ઇન્ડિઝે હોલ્ડિંગ-માર્શલ સહિતના બંધુઓ થકી ચિન મ્યૂઝિકથી ક્રિકેટિંગ પિચ પર આગ લગાવી તો કહેવામાં આવ્યું કે, આ કત્લે-આમ બંધ કરો. પરિણામ? ICCએ વર્ષ 1991માં એક ઓવરમાં એક જ બાઉન્સર નાખવાની છૂટ આપી. એકથી વધુ બાઉન્સર પડે તો તે ઇલ્લીગલ. તે પછી વર્ષ 1994માં 2 બાઉન્સર અને વર્ષ 2001માં ફરી એક બાઉન્સરનો રૂલ લાગુ કર્યો. તેનાં 11 વર્ષ પછી ફરી 2 બાઉન્સરની પરમિશન આપી. બાઉન્સર પર બ્રેક લગાવી વિન્ડિઝનો સૂર્યાસ્ત તો કરી નાખ્યો. પરંતુ કોઈને ઘરઆંગણે મનગમતી પિચ બનાવતા રોકે કેવી રીતે?

ICCની પારદર્શિતા
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCની પણ માયા અપરંપાર છે. લોર્ડ્સની ઘાસવાળી વિકેટ પર ટેસ્ટ ત્રણ દિવસમાં પતે તો ઇટ્સ કુલ. જ્યારે ચેન્નઈના રેન્ક ટર્નર પર ત્રણ દિવસમાં મેચ સમાપ્ત થાય તો- કેમ આવી પિચ બનાવે છે આ ફૂલ્સ? પિચને ખરાબ રેટ કરો. બને તો સસ્પેન્ડ કરો. પાંચ દિવસ રનના ઢગલા થાય અને નિરસ રીતે ડ્રો થાય એ ચાલશે, પણ બેટ અને બોલ વચ્ચે સંઘર્ષ થવો હોય તો સિમ/સ્વિંગની પ્રેઝન્સમાં જ થવો જોઈએ. સ્પિન ફ્રેન્ડલી ટ્રેકને તો ICC એ રીતે જોવે છે કે એને રેસિસ્ટ કહ્યા વગર સંતોષ ન થાય.

ટોસ ઈમ્પેક્ટ

ઘણા લોકોનું માનવું છે કે, રેન્ક ટર્નર પર જે ટોસ જીતે એ જ મેચ જીતે. જ્યારે હકીકત જુદી છે. રેન્ક ટર્નર એટલે એવી પિચ જ્યાં બોલ પહેલા દિવસથી સાપસીડીની રમત રમવા માંડે છે. એમાં પ્યોરલી સ્કિલ્સ જ મેચ જિતાડે. ટોસનો એડવાન્ટેજ ઓછો. જ્યારે એવી પિચ જે ચોથા પાંચમા દિવસે તૂટે અને પ્રથમ ત્રણ દિવસ બેટ્સમેનને ફાયદો રહેવાનો હોય ત્યાં ટોસ નિર્ણાયક પુરવાર થાય છે. અત્યારે ઇંગ્લિશ ટીમ સામે ચેન્નાઈમાં એવું જ થયું. પ્રથમ ટેસ્ટમાં એ લોકો ટોસ જીતીને મેચ જીત્યા. જ્યારે બીજી મેચમાં ભારત ટોસ ન જીત્યું હોત તો પણ મેચમાં ભુક્કા બોલાવી દેત. મોટેરામાં ચાલતી ટેસ્ટમાં એ જ જોયું, ટોસ હાર્યા છતાં ઇંગ્લેન્ડને પ્રથમ દિવસે 112 રનમાં ઓલઆઉટ કરી નાખ્યું અને 10 વિકેટે મેચ જીતી બતાવી.

તો ટોસનો ઈમ્પેક્ટ રેન્ક ટર્નર પર વધુ નથી. જ્યારે તીખી તમતમતી પિચ પર એવું હોય છે કે ઘાસનો ફાયદો પ્રથમ બોલિંગ કરનાર ટીમને વધુ થાય છે. જેમ-જેમ મેચ આગળ પ્રોગ્રેસ કરે છે તેમ ઘાસનો પ્રભાવ ઘટી જાય છે અને બેટિંગ સરળ થતી જાય છે. વળી, પાછું ત્યાં તો વેધરનાં પણ ઠેકાણાં નથી. એવામાં એ કહેવું સહેજ પણ વધુ પડતું નથી કે, સીમ ફ્રેન્ડલી વિકેટ પર લક ફેક્ટરની હાજરી સ્પિન ફ્રેન્ડલી ટ્રેક કરતાં વધુ મહત્ત્વની છે. ટેક્નિક હોય તો કોઈ સુનિલ ગાવસ્કરની જેમ લાઇવલી વિકેટ પર ઝિમ્બાબ્વેના ફ્લાવર બંધુની જેમ ભારતમાં સફળ થઈ શકે છે. પણ મોડર્ન ડે ક્રિકેટમાં ટેક્નિક કે કોમ્પેક્ટનેસથી વધુ પ્રાધાન્ય પોતાની ટીમને શેમાં ફાવટ છે, તેને આપવામાં આવે છે.

ભારતના પ્લાસ્ટિક ફેન્સ
ICC અને વિદેશી ટીમ તો બકબક કર્યા કરે. પરંતુ સૌથી વધુ કોઈ વાત ખૂંચતી હોય તો તે આપણા દેશના પ્લાસ્ટિક ફેન્સનું બિહેવયર છે. આજે વર્લ્ડમાં ટ્રાવેલ કરતી વખતે દરેક ટીમ સ્ટ્રગલ કરે છે. ત્યારે ભારત બધે ફાઈટ તો આપે છે. અરે, કાંગારુને તો એમના ઘરઆંગણે સતત બે શ્રેણીમાં માત આપી. બાકી આપણે ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકામાં ભૂંડી રીતે હારીએ તો એ ન ભૂલવું જોઈએ કે એમના બેટ્સમેન પણ આપણી પિચ પર ગરબા કરતા જ ઝડપાય છે. તો ભારતની હોમ વિક્ટ્રીને ઓછી કેમ આંકે છે ફેન્સ? અને ટીમના સૌથી મોટા મેચ વિનર રવિચંદ્રન અશ્વિનનો વિદેશમાં એક સ્પેલ ખરાબ જાય તો એનો હુરિયો કેમ બોલાવવામાં આવે છે? તમે ઇંગ્લેન્ડની ટીમ જિમી એન્ડરસનને કેવી રીતે બેક કરે છે, એ જોયું છે? ત્યાંના લોકો તો વિદેશમાં ટીમ હારે તો એ વાતને ગ્રેસફુલી સ્વીકારે છે. જો બકા, પિચ સામે હારવું અને લડ્યા વગર હથિયાર હેઠાં મૂકવાં અલગ વાત છે.

પિચ કી ખીચપિચ બંધ કરો

પિચની ચર્ચા ત્યારે જ થવી જોઈએ જ્યારે તે કોઈનો જીવ લઈ શકે એમ હોય. અથવા એક ટીમને વધુ પડતું નુકસાન ભોગવવું પડતું હોય. નુકસાન ટેક્નિકની ઊણપને લીધે થતું હોય તો વ્યાજબી, બાકી લક ફેક્ટરની અછતને લીધે થાય તો ખોટું. જેમ ભારતીય ઓપનર રોહિત શર્માએ કહ્યું, પિચથી એટલો જ પ્રોબ્લમ થતો હોય તો ICC બધે એકસરખી જ પિચ બનાવડાવે. બાકી દરેક ટીમ હોમ એડવાન્ટેજ લેશે જ, અને એમાં કંઈ ખોટું નથી. વાત કરવી હોય તો ક્રિકેટની કરો, પિચની નહીં.
vayamanan.dipak@dainikbhaskar.com
(લેખક ‘દિવ્ય ભાસ્કર’ એપ સાથે સંકળાયેલા યુવા સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો