• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Why Is Ranaki Vav Called 'Vavoni Rani'? Do You Follow The Stoicism Trend? Is A Nuclear Family Good For A Child Or A Joint Family? Learn All This In Today's Color Scheme

રંગત સંગત:રાણકી વાવનું સિક્રેટ શું છે? બાળક માટે જોઇન્ટ ફેમિલી સારું કે ન્યુક્લિયર? તમે સ્ટોઇસિઝમ ટ્રેન્ડમાં છો? બધું જ આજના ‘રંગત સંગત’માં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક્સપ્લોર ઇન્ડિયા/
આંતરરાષ્ટ્રીય ફલક પર વૈશ્વિક ધરોહર તરીકે જાણીતી અને કલાપ્રેમીઓની માનીતી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ - ગુજરાતની રાણકી વાવ

આપણા પૂર્વજોનાં કેટલાક બેજોડ સર્જનોને જોઈને એમની દીર્ઘદૃષ્ટિ, એમનું કુદરત પ્રત્યેનું સમર્પણ, પ્રકૃતિને સહેજ પણ આભડછેટ ન આવે એ રીતે પ્રકૃતિને જ ધ્યાનમાં લઈને બનાવેલી ગુજરાતની 'રાણકી વાવ' જોતાં જ સહજપણે હોઠમાંથી 'વાઉ' શબ્દ સરી પડે એવો છે અને એટલે જ તેને ભારતમાં વાવોની રાણીની ઉપાધિ આપવામાં આવી છે.
***
ઇતિહાસ ગવાહ હૈ/
સર્વાનુમત વડાપ્રધાન નહીં, પણ સાંસદોના મતદાનથી વડાપ્રધાન બનવાની ઐતિહાસિક ઘટના

કોંગ્રેસમાં આઝાદી પહેલાં અને પછી પક્ષના અધ્યક્ષપદ માટે પક્ષના જ ટોચના નેતાઓ વચ્ચે રીતસર ચૂંટણી થાય એવી સ્વસ્થ પરંપરા જોવા મળી. એ જ પક્ષના બહુમતી સાંસદો થકી સર્વાનુમતે નેતાપદે ચૂંટાઈને વડાપ્રધાન વરાય એવી પરંપરા પણ મહદઅંશે જળવાય છે. બે મહત્વાકાંક્ષી વ્યક્તિત્વોની વડાપ્રધાન બનવાની મહેચ્છામાંથી સર્વાનુમત વરણીનો પ્રથમ અપવાદ જાન્યુઆરી 1966માં જોવા મળ્યો.
***
મનન કી બાત/
સ્ટોઇસિઝમ ઇન ટ્રેન્ડઃ શું તમે લોકોનો ગુસ્સો પચાવીને અને ખરાબ સમયમાં પણ શાંત રહી શકો છો?

કોઈ કપરા સમયમાં પણ કઈ રીતે એક લોજિકલ અને રેશનલ પદ્ધતિથી વિચારવું એ સ્ટોઇસિઝમ શીખવે છે. સ્ટોઇક લોકો માને છે કે ઘણીવાર ભાવનાત્મક રીતે લેવાયેલા નિર્ણયો લાંબા ગાળે સાચા નથી હોતા. ભાવનાત્મક સમયે નિર્ણયો લોજિક અને કોમન સેન્સનો ઉપયોગ કરીને લેવાય તો એ નિર્ણયો સાચા સાબિત થતા હોય છે.
***
પોઝિટિવ પેરન્ટિંગ/
શું તમે દુવિધામાં છો કે તમારા બાળક માટે ન્યુક્લિયર ફેમિલી સારું કે જોઈન્ટ ફેમિલી?

મહામારીએ ન્યુક્લિયર કુટુંબો ઉપર બહુ પ્રેશર નાખ્યું છે. ન્યુક્લિયર ફેમિલીના ઘણા વાલીઓ ફરિયાદ કરે છે કે તેઓ ખૂબ જ થાકી ગઈ છે. એક માતાએ જણાવ્યું કે હવે તેમની જવાબદારી ડબલ થઇ ગઈ છે. જોબમાં તેણે ઓનલાઇન રહીને સતત કામ ચાલુ રાખવું પડે છે અને સાથે બાળકની સ્કૂલનું ઓનલાઇન ભણવાનું પણ મોનિટર કરવું પડે છે...આવા સમયે યાદ આવે છે જોઇન્ટ ફેમિલી.
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘એક અબળાને કારણે’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘એક અબળાને કારણે’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.

(આવરણ તસવીરઃ રાણકી વાવ, પાટણ, ગુજરાત, તસવીરકારઃ કૌશિક ઘેલાણી)

અન્ય સમાચારો પણ છે...