તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Why Is Panch Prayag's Unique Journey Considered Sacred? What Are The Disadvantages Of Increasing Screen Time? Read Articles Full Of Novelty Together In Today's Rangat Sangat

રંગત-સંગત:પંચ પ્રયાગની અદ્વિતીય સફર, સ્ક્રીન ટાઇમ ઘટાડવાની ટિપ્સ, ઇતિહાસનું એક રોમાંચક પ્રકરણ અને ઘણું બધું અહીં જ વાંચો આજના ‘રંગત-સંગત’માં એકસાથે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક્સપ્લોર ઇન્ડિયા/
દેવોની ભૂમિમાં ઉત્તરાખંડનાં ‘પંચ પ્રયાગ’ની અદ્વિતીય સફર, જિંદગી પ્રત્યેનો દૃષ્ટિકોણ અને અભિગમ બદલીને જ ઘરે મોકલશે

કેદારનાથ, બદ્રીનાથ અને ગંગોત્રીમાંથી નીકળતા મુખ્ય પ્રવાહોને માર્ગમાં અલગ અલગ નદીઓના પ્રવાહો મળે છે. સામાન્ય રીતે પ્રયાગ એટલે બે કે તેથી વધુ નદીઓના જળનું એકબીજામાં ભળવું. આ સ્થળ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ પ્રયાગો આસપાસ અનેક ઘાટ અને આશ્રમો આવેલા છે. આ પાંચ પ્રયાગોથી ગંગાજીનાં પંચપ્રયાગ બને છે.
***
ઇતિહાસ ગવાહ હૈ/
રાષ્ટ્રને ગૃહયુદ્ધમાંથી બચાવી લેવા સરદાર પટેલે ભાગલાનો સૌપ્રથમ સ્વીકાર કર્યો

જવાહરલાલ નેહરુએ કોંગ્રેસ વતી પોતાના સાથી સભ્યોની જે યાદી વાઇસરોયને સુપરત કરી હતી તેમાં પોતાના પછીના ક્રમે સરદાર પટેલનું જ નામ મૂક્યું હતું. સરદાર ગૃહ-સભ્ય (મંત્રી) હતા. આટલું જ નહીં, 4 ઓગસ્ટ 1947ના રોજ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનને નેહરુએ પોતાના વડપણવાળી રાષ્ટ્રીય સરકારના મંત્રીઓની યાદી સુપરત કરી તેમાં પણ સરદાર પટેલનું નામ બીજા ક્રમે હતું તથા એ નાયબ વડાપ્રધાન તરીકે પણ નોંધાયેલું હતું.
***
મનન કી બાત/
શું કોવિડ સમયગાળામાં તમારો સ્ક્રીન ટાઈમ વધી ગયો છે?

ઈન્ટરનેટ યુઝ ડિસઓર્ડર હવે દિવસે ને દિવસે વધતો જાય છે અને એના પર ખૂબ વાંચન અને રિસર્ચ પણ થાય છે. ક્યાંક તમે તો આ ડિસઓર્ડરનો ભોગ નથી બન્યા ને, એ આ લેખના પ્રશ્નોનો જવાબ આપીને જાણો...
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
જ્યાં ધ્યાન જાય ત્યાં એનર્જી પણ વપરાય...એટલે બાળકોના બાળપણમાં જ તેમનો ડ્રામા કંટ્રોલ કરો...!

જ્યારે સામેવાળી વ્યક્તિને તમારા ધ્યાનની જરૂર હોય ત્યારે તમે જાણતા-અજાણતા તમારી એનર્જી પણ એને આપી રહ્યા હોવ છો. એટલે તમારા ધ્યાનને પોતાના તરફ દોરવાના પ્રયત્નરૂપે તે વ્યક્તિ તમારી એનર્જી પણ લઇ લે છે. પોતાની તરફ ધ્યાન દોરવા માટે એક વ્યક્તિ જુદી-જુદી જાતની સ્ટ્રેટજી વાપરી શકે છે.
***
વેદવાણી/
પૃથ્વી સૂક્ત: પર્યાવરણ સંવર્ધનનો અમોઘ મંત્ર!

કોરોનાની મહામારીએ પ્રાણવાયુની અગત્ય તો ગળે ઉતારી દીધી છે. આ ઉપરાંત, ગ્લોબલ વોર્મિંગ, હિમથરોનું પીગળવું, વારંવાર આવતી કુદરતી આપદાઓને લીધે જગતની જાગૃતિ વધતી ચાલી છે. ત્યારે વેદનું પૃથ્વી સૂક્ત આપણી સામે અનેક કામની વાતો લઇને આવે છે.
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘સેનાપતિ’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘સેનાપતિ’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.

(આવરણ તસવીરઃ ઉત્તરાખંડ, તસવીરકારઃ કૌશિક ઘેલાણી)

અન્ય સમાચારો પણ છે...