• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Why Did The Government Withdraw Agricultural Laws? What Is The Secret Of Lothal's Skeleton? Do You Want To Be 'Superman'? Enjoy Such Interesting Articles And Stories In Today's 'Rangat Sangat', Here

રંગત સંગત:સરકારે કૃષિ કાયદા પાછા કેમ ખેંચ્યા? લોથલના હાડપિંજરનું રહસ્ય શું છે? તમારે ‘સુપરમેન’ બનવું છે? આવા રસપ્રદ લેખો અને વાર્તાઓ માણો આજના ‘રંગત સંગત’માં, અહીં

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડિજિટલ ડિબેટ/
અત્યાર સુધી મક્કમ રહેલી મોદી સરકારે અચાનક ત્રણેય કૃષિ કાયદા કેમ પાછા લેવા પડ્યા? તેના પડઘા આગામી ચૂંટણીઓમાં પડશે?

સરકારે ખેડૂતો સામે ઝૂકવું પડ્યું, તેમ છતાંય વિજેતા દેખાવા માટે અમુક પ્રકારની દલીલો થશે. હકીકતમાં સરકારે લોકલાગણી પ્રમાણે અમુકતમુક નિર્ણયો બદલવા પડે તેને હારી જવું ગણાય નહીં, પણ જાતે અને ટેકેદારો પાસે સતત અત્યંત મજબૂત સરકારના ઢોલનગારા રાતદિવસ પીટવામાં આવ્યા હોય ત્યારે પછી બહાનાં શોધવા પડે તેમ છે. એટલે કહી શકાય કે સરકારે શા માટે ઝૂકવું પડ્યું તે કારણો સ્પષ્ટ હોવા છતાં સરકાર બહાનાં શોધતી રહેશે.
***

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
સ્ત્રીનું હૃદય ગહન હોય છે, ત્યાં સાચવીને ખૂબ ધીમે ધીમે જવું પડે છે, યુવકો આ વાત નથી સમજતા એટલે ઘણી ગેરસમજ થાય છે

ધીરજ અને સંબંધને સીધો સંબંધ છે. ઉતાવળ અને સંબંધને ડાયરેક્ટ કનેક્શન છે. આજકાલના યુવાનો ખૂબ જ ઉતાવળા થઈ ગયા છે. એમાં તેમનો વાંક નથી કારણ કે, ટેકનોલોજીએ તેમને ઉતાવળા બનાવી દીધા છે. ગુજરાતીમાં કહેવત છે કે, ઉતાવળા તે બાવરા. પ્રેમ અને સંબંધમાં જ્યારે ઉતાવળની એન્ટ્રી થાય છે ત્યારે ડગલે ને પગલે અનેક પ્રશ્નો થાય છે
***
સુખનું સરનામું/
મન કે હારે હાર હૈ ઔર મન કે જીતે જીત

ડોક્ટરે બધા જ રિપોર્ટ્સ જોયા અને કહ્યું, 'ભાઇ, મને કહેતાં દુ:ખ થાય છે પણ તમને ગળાનું કેન્સર છે.' જવાબ સાંભળીને દર્દીના હોશકોશ ઉડી ગયા. એણે ડોક્ટરને કહ્યું, 'સાહેબ, આનો ઇલાજ શું?' ડોક્ટરે કહ્યું, 'લાસ્ટ સ્ટેજ છે એટલે હવે સારવારનું કોઇ નક્કર પરિણામ મળી શકે તેમ નથી. આપણે હાલ પૂરતી તમને દુ:ખાવો ઓછો થાય એવી દવાઓ કરીએ.'
***
મનન કી બાત/
શું તમે નવી સદીનો સુપરમેન 'ઊબરમેન્શ' જોયો? ત્રણ સ્ટેપ ફોલો કરો અને તમે પણ બની જાઓ પાવરફુલ પર્સન!

‘ઊબરમેન્શ’ નવી સદીનો સુપરમેન છે. આપણે એવી કલ્પના કરી શકીએ કે જે શારીરિક કળા અને તાકાત સુપરમેન પાસે છે એ જ લેવલની માનસિક તાકાત ઊબરમેન્શ પાસે છે. ઊબરમેન્શ બનવાનાં ત્રણ સ્ટેપ અથવા સ્ટેજ હોય છે. કયા સ્ટેપ્સ છે જાણો આ લેખમાં...
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
'પ્રોબ્લેમ ચિલ્ડ્રન' જેવું કઈ નથી હોતું... અલબત્ત 'પ્રોબ્લેમ પેરેન્ટ્સ' જરૂર હોય છે, બાળકોને તમારા ઝઘડામાં ઇન્વોલ્વ કરવાને બદલે તેમને પ્રેમની હૂંફ આપો

પોતાના ઝઘડાઓમાંથી બાળકોને બાકાત રાખીને વાલીઓએ બાળકોનું સંરક્ષણ કરવું જોઈએ. ઘણી વખત મોટાભાગના કેસોમાં વાલીઓ એ હદે બાળકને પોતાના વ્યક્તિગત ઝઘડાઓમાં સામેલ કરે છે કે બાળકો ફક્ત આવી દલીલો અને લડાઈના સાક્ષી જ નથી બનતાં, પણ તેમને મા-બાપ માંથી એકની સાઈડ લેવા માટે ફોર્સ પણ કરવામાં આવે છે.
***
એક્સપ્લોર ઇન્ડિયા/
વિશ્વનાં પુરાતત્ત્વીય બંદરોમાં સૌથી પ્રાચીન અને સિંધુ સંસ્કૃતિના મળી આવેલાં મોટાં નગરો પૈકીનું એક નગર એટલે 'લોથલ'

લોથલમાં રહેણાંકના મકાનો ઉપરાંત સ્મશાનના પણ પુરાવા મળ્યા છે. અહીં એકવીસ જેટલાં હાડપિંજર મળી આવ્યાં છે, જેમાં એક સ્ત્રી પુરુષના મૃતદેહનું જોડકું મળી આવ્યું છે, જેની પાસેથી અમુક ચીજવસ્તુઓ પણ મળી આવી છે. આ બધું કોઈને પણ વિચાર કરવા મજબુર કરી દે. શું એ કોઈ સતીપ્રથા જેવો રિવાજ હતો? કે પછી આપણી કેટલીક અમર પ્રેમકથાઓ જેવી કોઈ પ્રેમી બેલડી હશે?
***
ઈતિહાસ ગવાહ હૈ/
સરદારે રજવાડાંનો વિલય કર્યો, હવે રાજ્યોનાં વિભાજનનો યુગ

સ્થાનિક લોકોની માગણી માન્ય રાખીને એમને રાજી કરવા માટે નાનાં રાજ્યો આપવાની ભૂમિકા રહે છે. આંધ્ર પ્રદેશમાંથી તેલંગણ રાજ્ય આપ્યા પછી કોંગ્રેસનો પરાજય થયો હતો પણ અગાઉ 2000માં ત્રણ રાજ્યોની રચના જે તે રાજ્યોમાં ભાજપને ફળી હતી. માયાવતી સરકારે ઉત્તરપ્રદેશમાં જતાં જતાં રાજ્યને ચાર રાજ્યોમાં વિભાજિત કરવાનો ઠરાવ ધારાસભામાં કર્યો હતો, પણ હજુ આજ સુધી એ સાકાર કરાયો નથી. આવતા વર્ષમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવા છતાં અત્યારની યોગી આદિત્યનાથની ભાજપ સરકાર પણ આ પ્રસ્તાવના સમર્થનમાં નથી.
***
મારી વાર્તા/
અમનના હાથમાં પત્ર જોઈ શિખાને કંપારી છૂટી ગઈ... શિખાને જોઇને અમન બે ડગલાં પાછળ ખસી ગયો...

અમન પત્ર વાંચીને અત્યંત ભાવુક થઈ ગયો. એટલો અચંબિત હતો જાણે પગ નીચેની જમીન સરકી ગઈ હતી. આભ તૂટી પડ્યું હતું. શિખા, જેને તે અત્યંત પ્રેમ કરતો હતો. આજે લગ્નનાં સાત સાત વર્ષ બાદ તેની પત્ની દ્વારા કોઈ બીજા માટે લખાયેલા પત્રને વાંચીને શું પ્રતિભાવ આપવો તેને સમજાયું નહીં. ક્રોધ તેની લાલઘૂમ આંખોમાં ઉપસી આવ્યો હતો, પણ પોતે જેને સૌથી વધુ ચાહી હતી તેના હૈયે કોઈ બીજાનો ચહેરો અંકિત છે તે વાતથી હજારો ટુકડામાં ભાંગી ગયો હતો.
***

સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘જટો હલકારો’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે
​​​​​​
આપણા ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર’.​​​ આ અઠવાડિયે માણીએ રૂંવાડાં ઊભાં કરી દેતી મેઘાણીની વાર્તા ‘જટો હલકારો’. લ્યો ત્યારે, થાવા દ્યો...​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...