તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Why Did Asha Bhosle Keep Sasuma With Him After The Divorce? How Can An Inanimate Machine Update Itself? Open With A Single Click Through A Lot Of Color reading

રંગત-સંગત:ડિવોર્સ પછી આશા ભોંસલેએ સાસુમાને કેમ તેમની સાથે રાખ્યાં? મોદી વર્સિસ યોગીનો જંગ કેવો જામશે? ખોલો ‘રંગત-સંગત’ના દ્વારા એક જ ક્લિકથી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
આશા ભોંસલેએ પતિથી જુદા પડ્યા પછી સાસુમાને વર્ષો સુધી સાચવ્યાં: લીલાછમ સંબંધોનો રળિયામણો પ્રદેશ

આ દુનિયા હવા ઉપર ચાલે છે તેના કરતાં તો હૂંફ પર વધુ ચાલે છે. પરિસ્થિતિ વિપરિત હોય, સંજોગો કઠણ હોય, અંધારું અનુભવાતું હોય ત્યાં કોઈકનો એવો જાદુઈ સ્પર્શ થાય કે આપણામાં હિંમત આવી જાય. એ છે હૂંફ.
***
મારી વાર્તા/
તમને એક મસ્ત વાત કરવી છે, પુરુષોના લંપટવેડાની'... અને ટેબલ પકડીને ઊભેલા પરાગભાઇને પરસેવો વળી ગયો, 'આને ખબર પડી ગઈ છે કે શું?'

પરાગભાઈ ખાલી થેલી ઝુલાવતાં નીકળી પડ્યા. યાદ આવ્યું, 'હા, તે દિવસે પણ શાકભાજી લેવા જ નીકળ્યો હતો ને? ત્યાં જિંદગીમાં પાપ કરી બેઠો. આમ જુઓ તો પાપ ન કહેવાય. કોઈને ફસાવીને કે ભોળપણમાં ગેરલાભ લીધો હોય તો પાપ કહેવાય. આમાં તો એણે જ મને સામેથી.'
***
સુખનું સરનામું/
આપણે પરણ્યા છીએ ચાર રાણીઓને કે ચાર રાજાઓને?

દરેક પુરુષ ચાર રાણીઓને પરણ્યો છે અને દરેક સ્ત્રી ચાર રાજાઓને પરણી છે. જેને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ અને ખૂબ સંભાળ રાખીએ છીએ એ આપણી પહેલી રાણી એટલે આપણું શરીર. બીજી રાણી એટલે આપણી સંપત્તિ અને હોદ્દો. ત્રીજી રાણી એટલે આપણો પરિવાર અને આપણો સાથ ન છોડનારી ચોથી રાણી એટલે આપણો અંતરાત્મા.
***
ટેક્નોહોલિક/
મશીન લર્નિંગ: ટેક્નોલોજીની એક નવી શાખા, જેમાં નિર્જીવ મશીન જાતે જ આજુબાજુના વાતાવરણમાંથી ડેટા ભેગો કરીને અપડેટ થાય!

જો રોબોટ્સ એટલે કે મશીનનો કંટ્રોલ મનુષ્ય પાસે હોય તો એ રોબોટ્સ એટલા શક્તિશાળી કેવી રીતે બની જાય કે મનુષ્યનો જ અંત આણે? આમ તો આ મૂવીની વાત થઇ. ફિલ્મ્સ અને રિયલ જિંદગીની વાસ્તવિકતા વચ્ચે ફરક હોય છે પણ હવે ટેક્નોલોજીની એક એવી શાખા નીકળી છે, જેમાં મશીન પોતે જ જાતે આજુબાજુના વાતાવરણમાંથી ડેટા ભેગો કરીને અપડેટ થતું જાય અને એ શાખાને મશીન લર્નિંગ કહે છે!
***
ડિજિટલ ડિબેટ/
આમ તો વાત એવી છે કે મોદી પછી યોગી... પણ યુપીની આગામી ચૂંટણીમાં જ યોગી વિરુદ્ધ મોદીની લડાઈ રાજકારણની દિશા નક્કી કરી શકે છે

ઘણા લોકો યોગીને ભવિષ્યની આશા તરીકે જોવા લાગ્યા છે ત્યારે બહારના લોકો કરતાં ભાજપના અનેક નેતાઓ સાવધ થઈ ગયા છે. આમ તો વાત એવી છે કે મોદી પછી યોગી. પરંતુ નરેન્દ્ર મોદીની મનોવૃત્તિ દૂરના ભવિષ્યમાં પણ કોઈને મોટા નેતા ન થવા દેવા એવી રહી છે.