• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Who Will Be The New Face In The Election? Parents Should Be Vigilant In Board Exams? Peek Into The World Of History, Parenting, Travel And Storytelling ...

રંગત સંગત:ગુજરાતનું જ્ઞાતિવાદી રાજકારણ, બોર્ડના વિદ્યાર્થીઓને આપવા જેવો ગુરુમંત્ર, ક્ષત્રિય લોહાણાઓની દાસ્તાન... આ રહ્યું ભરચક ‘રંગત સંગત’

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુખનું સરનામું/
બોર્ડની પરીક્ષાઓ વખતે વિદ્યાર્થીઓને જરૂર છે મા-બાપના પ્રેમની

આવતા અઠવાડિયે બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. પરીક્ષા આપનારા મોટાભાગના વિદ્યાર્થીઓ માનસિક તણાવ અનુભવતા હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ બરાબર ઊંઘી શકતા નથી તો કેટલાક વિદ્યાર્થીઓની ભૂખ મરી જાય છે. વિદ્યાર્થીઓના આ ટેન્શનનું કારણ પરીક્ષા નથી પણ વાલીઓની બીક છે. તેને દૂર કેવી રીતે કરવી? આવો જાણીએ...
***

ડિજિટલ ડિબેટ/
ચૂંટણીની ચોપાટમાં જ્ઞાતિવાદી નેતાઓનાં પ્યાદાં ગોઠવાઈ રહ્યાં છે...
ગુજરાત વિધાનસભાનું સત્ર પૂર્ણ થાય અને એપ્રિલનું અઠવાડિયું પસાર થઈ જાય ત્યાં સુધીમાં ચૂંટણી વહેલી કે મોડી તે સ્પષ્ટ થઈ જશે, તે પછી રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્ણ થાય એટલે તેની ગણતરી પણ પૂર્ણ થઈ જશે, ત્યાં સુધીમાં થોડી ઘણી આવનજાવન અને જ્ઞાતિવાદી નેતાઓનાં પ્યાદાં પણ ગોઠવાઈ જશે... તો ચાલો કરીએ, આ વિશે એક ડિજિટલ ડિબેટ...
***

ઈતિહાસ ગવાહ હૈ/
કાબુલ અને કાશ્મીરમાં ક્યારેક ક્ષત્રિય લોહાણાઓ શાસક હતા

આજે દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો દેશ હશે જ્યાં લોહાણા વેપાર-ધંધો કરતા જોવા નહીં મળે. હજી આજે પણ દુનિયાભરના લોહાણાઓના શ્રદ્ધાસ્થાન એવા વીરપુરના જલારામ બાપાએ તમામ લોહાણાઓને એકસૂત્રે બાંધવાનું પ્રેરકબળ પૂરું પાડ્યું. આજે દુનિયાભરમાં 25 લાખ જેટલી લોહાણા વસ્તી હોવાનું લંડનના ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ રહેલા સુભાષ ઠકરારનો અંદાજ છે.
***

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
સંબંધો અને પોઝિટિવિટીઃ હકારાત્મક અભિગમ રાખો, સંબંધો મધુર બનશે અને પ્રસન્નતાથી છલકતા રહેશે

સામેની વ્યક્તિમાં શું ખૂટે છે, શું ખોટું છે, શું ખરાબ છે, શું નકામું છે એનો વિચાર કરવાને બદલે તેનામાં શું વિશેષ છે, એનામાં શું સાચું અને સારું છે, શું પ્રેરક છે, શું ઉપયોગી છે એવી રીતે વિચારવામાં આવે તો સંબંધો લીલાછમ રહે.
***
મારી વાર્તા/
'બાપા, તમે જ મારા માબાપ છો, તમને છોડીને ક્યાંય નથી જવું...મારે તો જીવવું પણ અહીં અને મરવું પણ અહીં જ છે'

એક રાત્રે બે વાગ્યે રામજીભાઇના કાકા બીમાર થયા. નારણ તેને પોતાની કારમાં શહેરની હોસ્પિટલમાં લઇ ગયો અને તેને દાખલ કરી પાછો ફરતો હતો ત્યારે કારનો એક્સિડન્ટ થયો અને નારણનું મૃત્યુ થયું. રામજીભાઇ પર અસહ્ય દુઃખ આવી પડ્યું. એક તરફ દીકરો ગુમાવ્યાનું દુઃખ હતું તો બીજી તરફ તેની જુવાન વિધવા અને બે બાળકો સાચવવાનાં હતાં.
***
એક્સપ્લોર ઇન્ડિયા/
વસંત અને ગ્રીષ્મ ઋતુમાં પ્રકૃતિનો શીતળ પાલવ - મધ્યપ્રદેશની રેવા તીર

અપાર કુદરતી સૌંદર્ય, નર્મદાનાં વહેણનું કુદરતી સંગીતમય વાતાવરણ, પંખીઓનો કલરવ, સ્વચ્છ આકાશમાં ચમકતા સિતારાઓ, નક્ષત્રો અને ક્યાંક નજરે પડતી ઉલ્કાઓ અને પોતાની જાત સાથે સંવાદ કરવાનો મોકો એટલે મધ્યપ્રદેશનાં વિંઘ્યાચળમાં આવેલા નર્મદાઘાટની દિવ્ય સફર.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
લંચ બોક્સ બાળકના વ્યક્તિત્વ વિશે શું વ્યક્ત કરે છે? એક નાનકડું વિશ્લેષણ...

ચોરસ કે લંબચોરસ ટિફિન એ આહાર અને જીવનને લઈને એક પ્રેક્ટિકલ અને વાસ્તવિક દૃષ્ટિકોણ દર્શાવે છે, કારણ કે આવા ટિફિનના આકાર ખૂબ જ કોમન છે અને વળી, આવા ટિફિનમાં ખોરાકને વ્યવસ્થિત રીતે જુદા-જુદા સેક્શનમાં ગોઠવીને મૂકી શકાય છે. કદાચ આનાથી આપણે એવું ધારી શકીએ કે તે વ્યક્તિ ખૂબ જ ઓર્ગેનાઈઝ્ડ છે.
***
મનન કી બાત/
એક એવી ઘટના જે તમે ભૂલી નથી શક્યા... તો થેરપિસ્ટ પાસે જાઓ અને જીવનમાં આગળ વધો

થેરપિસ્ટનું કામ જૂની વાતો યાદ અપાવવી અને વસ્તુઓ બગાડવી એ નથી. જે પણ જૂની વસ્તુઓ થેરપિસ્ટ આપણને યાદ અપાવશે એટલે તેનો મતલબ એવો હશે કે જેથી કરીને એ ઘટનાને તમે પચાવી શકો અને તેમાંથી બહાર નીકળીને આગળ વધી શકો.
***

સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘પરણેતર’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વધુ એક ધરખમ વાર્તા ‘પરણેતર’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે. ક્લિક કરો ને થાવા દ્યો, તમતમારે...!