તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:સ્ત્રીના શરીર પર કોનો અધિકાર? પુરુષપ્રધાન સમાજની કડવી વાસ્તવિકતા પર રસપ્રદ ચર્ચા

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

બે દૃશ્યો જોઈએ પ્રાચીન કાળનો કોઈ રાજા હતો. તેને ઘણી રાણીઓ હતી. યુદ્ધ સમયે તે પોતાની રાણીઓને એકલી છોડીને જતાં ડરતો. તેને બીક હતી કે પોતાની ગેરહાજરીમાં રાણી બીજા કોઈ જોડે શરીર સંબંધ બાંધી લેશે તો? તેણે યુક્તિ શોધી કાઢી. તેણે ખાસ એવાં તાળાં બનાવ્યાં જે દરેક રાણીને પહેરાવ્યાં. એ તાળાંની રચના એવી હતી કે રાણી ઈચ્છે તો પણ કોઈની સાથે જાતીય સંબંધ બાંધી ન શકે. આ વાત ઈતિહાસનાં પાનાંઓ પર નોંધાયેલી છે.

લગ્ન સંસ્થા આવ્યા પછી અનેક સમસ્યાઓ થઈ. સામાજિક પદ્ધતિમાં લગ્ન સંસ્થા, આર્થિક પ્રણાલીમાં મૂડીવાદ અને રાજકીય ધારામાં લોકશાહી. આ ત્રણેય પ્રણાલી વિશ્વમાં મોટાભાગે ચાલે છે. આ ત્રણેયની ખાસ્સી મર્યાદાઓ હોવા છતાં તેમાં અનેક છીંડાં હોવા છતાં તેનાથી બીજો કોઈ ઉત્તમ વિકલ્પ ન હોવાથી માણસ જાત તેનાથી નભાવે છે અથવા ચલાવે છે.\

હવે બીજું દૃશ્ય જોઈએ અમદાવાદમાં એક પતિને શંકા ગઈ કે પોતે નોકરી પર જાય એ પછી પત્ની પોતાના પ્રેમીને ઘરે બોલાવીને તેની સાથે શરીર સંબંધ બાંધે છે. તેણે પત્નીને ખબર ન પડે તેમ પોતાના બેડરૂમમાં CCTV કેમેરા લગાવી દીધા. એની શંકા સાચી પડી. CCTV કેમેરામાં પત્ની પોતાના પ્રેમી સાથે ઝડપાઈ ગઈ. એ પતિએ પૂરાવાઓ સાથે કોર્ટમાં કેસ કર્યો. આ વાત અમદાવાદનાં અખબારોનાં પાનાંઓ પર નોંધાઈ હતી. ભવિષ્યમાં કદાચ એવું પણ બને કે મનુષ્ય જાતને આનાથી ઉત્તમ કોઈ વિકલ્પ મળી જાય. ટેકનોલોજીનો પણ તે સાથ લે.

મૂળ પ્રશ્ન એ છે કે સ્ત્રીના શરીર પર માલિકી કોની? સ્ત્રીની પોતાની કે તેના પતિની? આ મુદ્દો ઘણો નાજુક અને સંવેદનશીલ છે. ભારતીય સમાજ પુરુષપ્રધાન હોવાથી આજ સુધી સ્ત્રીના શરીર પર તેનો પતિ માલિકી ભોગવતો રહ્યો છે. પહેલો મુદ્દો એ કે લગ્ન પછી સ્ત્રી બીજા કોઈ પુરુષ સાથે શરીર સંબંધ ન રાખી શકે. (એવું પુરુષની બાબતમાં પણ ધારવામાં કે માનવામાં આવે પણ તેમાં અમુક ટકા છૂટ મળે કારણ કે, તે પુરુષ છે.) લગ્ન કર્યાં પછી સ્ત્રીના શરીર પર તેના પતિનો અબાધિત, અનન્ય અને એકમાત્ર અધિકાર બની જાય. તે જ તેની સાથે જાતીય સંબંધ બાંધે. ઈચ્છા થાય ત્યારે બાંધે. કોઈ કારણથી સ્ત્રીની ઈચ્છા ન હોય તો પણ તે તેની ઈચ્છાને અવગણીને પણ તેની સાથે શરીર સંબંધ બાંધે. સ્ત્રી ઈનકાર ન કરી શકે. તેણે ચૂપચાપ સહન જ કરવાનું.

અમારા એક અભ્યાસી વડીલ કહે છે કે, પુરુષ હંમેશાં વીર્ય સ્ખલન માટે તૈયાર જ હોય છે. તેની પ્રકૃતિ જ એવી છે. તેને સ્ત્રી સાથે શરીર સંબંધ ગમે ત્યારે પણ ગમે છે. અમારા નટુભાઈ પટેલ નામના એક મિત્ર અમદાવાદમાં એક એવી સંસ્થા ચલાવે છે જેનું કામ વડીલોનાં લગ્ન કરાવી આપવાનું છે. એકદમ ડોશા કે ડોશી થઈ ગયેલાંને તે લીલા માંડવામાં બેસાડે છે. મોટાભાગનાં લગ્નો સફળ થાય છે પણ કેટલાંક લગ્ન નિષ્ફળ પણ જાય છે. એક લગ્ન નિષ્ફળ ગયું તેનું કારણ એ હતું કે, ડોસો રોજ ડોસી પાસે શરીર સુખની માગણી કરતો હતો. ડોસીમા કંટાળ્યાં અને છૂટાછેડા લઈ લીધા.

લગ્નેતર સંબંધો એ કડવી વાસ્તવિકતા છે કારણ કે, આવા સંબંધોમાં જે આનંદ મળતો હોય છે એ ખૂબ મીઠો હોય છે. લગ્નેત્તર સંબંધો પ્રાચીનકાળથી ચાલ્યા આવે છે. જેમ જે દિવસે વસ્ત્રની શોધ થઈ એ જ દિવસે નગ્નતાની પણ શોધ થઈ. બિલકુલ એ જ રીતે જે દિવસે લગ્ન સંસ્થા અમલમાં આવી તે જ દિવસે લગ્નેત્તર સંબંધોનો પણ જન્મ થયો. એક પુરુષ કે એક સ્ત્રી આજીવન એક જ સાથીદાર સાથે રહે તે શક્ય છે પણ તે એક જ સાથીદાર સાથે મન અને તનથી સંકળાયેલાં રહે તે થોડાક અપવાદોને બાદ કરતાં શક્ય નથી લાગતું. માનસશાસ્ત્ર પણ તેનો ઈનકાર કરે છે.

જેમ માણસને જુદા જુદા ટેસ્ટનું જમવાનું ગમે છે તેમ જાતીય આનંદની બાબતમાં પણ તેને જુદો જુદો ટેસ્ટ જોઈએ છે. એક આદિવાસી સ્ત્રીએ કહ્યું હતું કે રોજ એકની એક વાનગી ખાવાનું ના ગમે. શબાના આઝમીએ કહ્યું હતું કે, દરેક સ્ત્રીના મન-હૃદયમાં એક પુરુષ હોય જ છે જે તેનો પતિ નથી હોતો.

લગ્નેત્તર સંબંધો એ વાસ્તવિકતા છે. સદીઓથી તે ચાલ્યા આવે છે. લગ્ન કર્યા પછી પરિણિત પુરુષ કે પરિણિત સ્ત્રી પોતાના સામાજિક કે કાયદાકીય સાથીદાર સિવાય અન્યત્ર સાથે શરીર સંબંધ બાંધવા પ્રયાસરત હોય છે. આ સહજ અને પ્રકૃતિગત બાબત છે. જે લોકો લગ્ન સંસ્થામાં પ્રવેશ કરે છે તેમની પાસેથી અવશ્ય એવી અપેક્ષા રખાય છે કે તમે તમારી કામવૃત્તિનું નિયમન કરો અને એક જ વિજાતીય પાત્ર સાથે શરીર સંબંધ બાંધો. આ તો આદર્શ છે. એ આદર્શનો અમલ બધા કરી શકતા નથી.

અનેક સમુદાયોમાં લગ્ન પહેલાંના જાતીય સંબંધોને સહજ રીતે લેવામાં આવે છે. ગુજરાતના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગોઠી અને ગોઠણની એવી પરંપરા હતી કે, લગ્ન પહેલાં યુવક-યુવતી એકબીજાના ગાઢ મિત્રો બને. તેઓ બેરોકટોક શરીર સંબંધ બાંધી શકે. બધાંને તેની ખબર હોય. અરે, કોઈ કિસ્સામાં આવા લગ્ન પહેલાંના સંબંધથી તેમને બાળક પણ થાય. કન્યાના શરીર પર લગ્નની પીઠી ચોળાતી હોય ત્યારે તેના ખોળામાં પોતાના મિત્રથી થયેલું બાળક પણ હોય. કન્યા બાળકને ધવડાવતી ધવડાવતી પીઠી ચોળાવતી હોય. જો કે, લગ્ન થઈ ગયા પછી જો એ સ્ત્રી કે પુરુષ લગ્નેત્તર સંબંધ રાખે તો બિલકુલ ચલાવી ન લેવાય. એવું કરનારાને આકરી સજા થાય. એ સજા મૃત્યુદંડની પણ હોઈ શકે. જો કે, આ જૂની વાતો છે. સાહિત્યકાર, લોકસાહિત્યના ભેખધારી અને કર્મશીલ ભગવાનદાસ પટેલે ચાર દાયકાના અથાક પ્રયાસો કરીને આવી પરંપરાઓને દૂર કરવામાં સફળતા મેળવી છે.

આ વાત ઉત્તર ગુજરાતની હતી. હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ. ત્યાંના નિઝર તાલુકાનાં અનેક ગામોમાં એવી પ્રથા છે કે, જમીનદારો પોતાના સાથી (ખેતી કામ માટે રાખેલો પુરુષ)ની પત્ની સાથે શરીર સંબંધ રાખે. એનાથી બાળકો પણ થાય. ઘણા કિસ્સામાં પોતાનાથી થયેલાં બાળકોને જમીનદારો પિતા તરીકે નામ પણ આપે. આ વાત મેં જાણીને એક વડીલને કહી તો વડીલે કહ્યું કે ત્યાં જે ખુલ્લેઆમ થાય છે તે શહેરોમાં ચોરીછૂપીથી થાય છે. બાકી થાય તો છે જ. અનેક શ્રીમંતો ખાનગીમાં લગ્નેતર સંબંધ રાખતા જ હોય છે.

એક સંપત્તિવાન પુરુષ મિત્રોને વટથી કહે છે કે મારાં તો 25 ખાતાં ચાલે છે. અનેક સાહિત્યકારો અને કવિઓ પણ આવા સંબંધો સહજ રીતે રાખતા હોય છે. એ સંબંધો પરિણિત સ્ત્રીઓ સાથેના હોય અને છડેચોક હોય તેવું પણ બને. કેટલાક કવિઓ-સાહિત્યકારો અને વક્તાઓને આવા સંબંધો બાંધવામાં જબરજસ્ત ફાવટ આવી ગઈ હોય છે. અને હવે તો સુપ્રીમ કોર્ટે પણ ચૂકાદો આપી દીધો કે, જો બંને પક્ષને પરસ્પર વાંધો ના હોય, એકબીજાની સંમતિ હોય તો તેને વ્યભિચાર ન કહેવાય.

સમાજમાં અનેક પરિણિત સ્ત્રી અને પુરુષો ખુલ્લેઆમ પણ લગ્નેતર સંબંધો રાખતા હોય છે. જો પુરુષો સાધનસંપન્ન હોય તો સ્ત્રીઓને ઘર સહિતની જુદી જુદી સુવિધા પણ કરી આપતા હોય છે. તાજેતરમાં જ રાજકોટનો એક કિસ્સો આંખ ઉઘાડી દેનારો છે. એક શાળામાં એક પરિણિત પુરુષ સાથે કામ કરતી સ્ત્રીના પ્રેમમાં પડ્‌યો. તેમણે શરીર સંબંધ પણ બાંધ્યો. એ પતિએ પોતાની શાળા કરી. ખૂબ કમાયો. પોતાની પ્રેમિકાને તેણે ફ્લેટ લઈ આપ્યો. જો કે, એ પ્રેમિકા એટલી બધી જબરી હતી કે તેણે પુરુષ પર સખત આધિપત્ય જમાવ્યું. ગઈ જન્માષ્ટમીએ એ પુરુષ પોતાના પરિવાર સાથે બહાર જવા માગતો હતો તો તેણે ના પાડી અને ધમકી આપી. છેવટે કંટા‌ળેલા એ પુરુષે એક સાથીની મદદથી પોતાની પ્રેમિકાની હત્યા કરી.

હકીકત એ છે કે, સમાજમાં એક જ સ્ત્રી અને એક પુરુષની જે વ્યવસ્થા પૂર્વજોએ કરી છે તેને યોગ્ય રીતે અમલમાં મૂકવા જેવી છે. માણસજાતની વૃત્તિઓ ક્યારેય સંતોષાતી નથી. તેના અસંતોષમાંથી જ અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે. સાચું સુખ, સાચો આનંદ અને સાચો સંતોષ છેવટે તો સંયમમાં જ હોય છે એ વાત કદી ભૂલવા જેવી નથી.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો