તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Whether It's The Anguish Of A Complicated Relationship Or The Mogulish Happenings On The Cricket Field ... Get A Rich Treasure Of 'Rangat Sangat' Including Story, Technology In One Click

રંગત-સંગત:કોમ્પ્લિકેટેડ રિલેશનશિપ હોય કે ક્રિકેટના મેદાનની મોજીલી ઘટનાઓ... વાર્તા, ટેક્નોલોજી સહિત 'રંગત-સંગત'ના તમામ રસપ્રદ લેખો વાંચો એક જ ક્લિકમાં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
આરવનું મનોમંથનઃ સંબંધોમાં પ્રેમ ઉપરાંત સ્વાર્થ અને અપેક્ષા કેટલી હોવી જોઈએ?

આરવ માનતો હતો કે પ્રેમ જ જીવનનું ખરું બળ છે અને મુખ્ય પરિબળ છે. અઢી અક્ષરના આ શબ્દની જબરજસ્ત તાકાત છે. પ્રેમ જ માણસને હેમખેમ રાખે છે. પ્રેમ ઘટે એટલે બધું ઘટે અને એક દિવસ તે યાત્રી નામની યુવતીના પરિચયમાં આવ્યો, જે કઠોર વાસ્તવિકતાને સ્વીકારીને જીવનારી હતી.
***
મારી વાર્તા/
'જંગલમાં કે ઊંચા પહાડ પર જીવ જોખમમાં મૂકીને મારા માટે ફૂલ લેવા જવાનું તમે સાહસ કરશો?'...અને જગદીશે કહ્યું, 'તારા સવાલનો જવાબ તને સવારે મળી જશે...'

છેલ્લાં કેટલાક સમયથી હું વિચારી રહી હતી કે હું જગદીશને કહી દઉં. 'હવે હું મારી મમ્મીને ત્યાં જઇને જુદી રહેવા માગુ છું.' છેવટે રાત્રે જમતી વખતે કહી જ દીધું. જગદીશે ભાણા પરથી નજર ઊંચી કરીને મારી તરફ જોયું અને હળવેથી એટલું જ બોલ્યો – 'કેમ?' મેં કહ્યું, 'હું હવે કંટાળી ગઈ છું. રોજબરોજના એક સરખા કામથી.'
***
સ્ટ્રેટ ડ્રાઇવ/
મોજાં ફાડવામાં કોને આવતી મજા? વોન, બેવન, લેહમન સહિત અનેક સ્ટાર્સ ધરાવતી યોર્કશાયર ટીમમાં બનતી હતી આ મોજીલી ઘટના

બધા વીરેન્દ્ર સહેવાગ કે શિખર ધવન જેવા રમતાજોગી નથી હોતા પણ આવી જૂજ પર્સનાલિટીવાળા લોકો ડ્રેસિંગ રૂમના માહોલને ચિલ રાખે છે. જીત કે હાર પછી એ બધાના ચહેરા પર સ્મિત લાવીને બધો થાક ભૂલાવી દે છે. આજે આપણે ઇંગ્લિશ કાઉન્ટીના એક એવા વ્યક્તિની વાત કરીશું જે મોજા પર કાતર મારીને બધાને ખુશ કરતો હતો.
***
સુખનું સરનામું/
યોગ્ય જગ્યાએ વાવેલું ઊગ્યા વગર રહે જ નહીં

સેવાનો ખરો આનંદ ત્યારે જ આવે જ્યારે એમાં સ્વાર્થ ન હોય. કોઇ વ્યક્તિને મદદ કર્યા પછી એ વ્યક્તિ સફળ બનીને મને માન સન્માન અને આદર આપશે એવી ઇચ્છા થાય એ સ્વાભાવિક છે પણ જો ઇચ્છા પૂરી ન થાય તો દુ:ખી ન થવું. આપણે માણસ તરીકેનું આપણું કર્તવ્ય બજાવવું. જો કે, યોગ્ય જગ્યાએ વાવેલું ઊગ્યા વગર રહે જ નહીં.
***
ટેક્નોહોલિક/
મન કી બાતનું માઈન્ડ-રાઈટિંગ: મનથી ડાયરેક્ટ મોનિટર સુધ, દરેક માણસને મનની વાત જાણી લેતા ‘પીકે’ બનાવી દેતી અદભુત ટેક્નોલોજી
દરેક જણ એવું ઈચ્છે છે કે એમના મનની વાત કહ્યા વગર કોઈ સમજે તો કેવું સારું? વેલ, હવે આ સ્થિતિ સાચી પડે અને તમારા મગજમાં ચાલતા વિચારો બીજું કોઈ તો નહીં પણ કોઈ સોફ્ટવેર જાણીને એને વાક્યમાં ફેરવે એવા એંધાણ છે. જો આ થયું તો વિજ્ઞાન જગતમાં અને સમાજમાં બહુ મોટી ક્રાંતિ ગણાશે.
***
ડિજિટલ ડિબેટ/
વેક્સિનના વિષયમાં પણ વિરોધાભાસી નીતિ કેમ નડી રહી છે?

દેશમાં કોરોના રસીની અછત ઊભી થઈ તે માટે સરકાર પર ચોમેરથી પ્રહારો કરવામાં આવી રહ્યાં છે. રસીની અછત છે એ વાત સાચી પરંતુ અછત માટે જે કારણો અપાઈ રહ્યાં છે તેની સચ્ચાઇની તપાસ કોઈ કરી રહ્યું નથી.