તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Whether It Is To Give Freedom To The Child Or The Role Of ICS Officers In Hanging Bhagat Singh, From The Story Of Meghani To The Thrilling Journey Of History Can Be Found In Just One Click

રંગત સંગત:બાળકને ફ્રીડમ આપવાની વાત હોય કે ભગતસિંહને ફાંસી આપવામાં ICS અધિકારીઓની ભૂમિકા, મેઘાણીની વાર્તાથી લઇને ઇતિહાસની રોમાંચક સફર કરવા મળશે માત્ર એક જ ક્લિકમાં

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક્સપ્લોર ઇન્ડિયા/
મહાકાય હિમાલયમાં રંગો અને સુગંધની સફર એટલે કુદરતે આપણને બક્ષેલી અણમોલ ભેટ - યુનેસ્કો વર્લ્ડહેરિટેજ સાઈટ 'વેલી ઓફ ફલાવર્સ'

વેલી ઓફ ફ્લાવર્સ એટલે સુગંધની સફર. અહીંની વિશાળતા જોઈને એવું લાગે કે માનવી ભલે ગમે તેટલી શોધ કરી લે, નવા નવા યંત્રો શોધી કાઢે પરંતુ નિસર્ગના સર્જન સામે તે હંમેશાં પાંગળો જ રહેશે. માનવી અથાગ પ્રયત્નો પછી પણ આવી ફૂલોની ઘાટી બનાવવા અસમર્થ છે.
***
ઈતિહાસ ગવાહ હૈ/
ભગતસિંહને બચાવવાના પ્રયાસોમાં ICS અધિકારીઓની ખલનાયકી

વાઇસરોય લોર્ડ અરવિન ભગતસિંહ અને સાથીઓને ફાંસી ન અપાય તે માટે વચનબદ્ધ હતા. પરંતુ એ વેળાના ICS અધિકારીઓએ સામૂહિક રાજીનામાં આપવાની ધમકી આપી હતી. અરવિને તો ફાંસી રોકવાનો સંદેશ પાઠવ્યો હતો પણ અધિકારીઓએ વ્યવસ્થા એવી કરી કે ફાંસી અપાયા બાદ જ એ સંદેશ લાહોર જેલ સત્તાવાળાઓને મળે.
***
મનન કી બાત/
શું તમારા જીવનસાથી સાથેના શારીરિક સંબંધો પહેલા જેવા નથી રહ્યાં?

પ્રદીપ સ્ટ્રેસ સાથે ડીલ કરવા હસ્તમૈથુન કરતો હતો. જ્યારે પણ પ્રેઝન્ટેશન આપવાનું હોય અથવા કોઈ મહત્ત્વની મીટિંગ અટેન્ડ કરવાની હોય તો એ પહેલાં એ હસ્તમૈથુન કરતો. દસમા બારમા ધોરણથી પ્રદીપ સ્ટ્રેસ ઓછો કરવા આ કરતો હતો. અચાનક એવું શું થયું કે એના અને પ્રિયાના શારીરિક સંબંધો પર એની અસર પડવા માંડી?
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
શું તમે તમારા બાળકને મુક્તપણે જીવવા દેવા માગો છો? તો બાળકને જકડીને નહીં પણ મુક્ત રાખો...

બાળકનાં નાનપણથી જ વાલી એની બધી ભૌતિક અને ભાવનાત્મક જરૂરિયાતો પૂરી કરે છે. જેના લીધે તે બંને વચ્ચે એક અતૂટ બોન્ડ સર્જાય છે, જે આગળ જઈને વાલી માટે બાળકના ઊંડા અટેચમેન્ટનું સ્વરૂપ લઈ લે છે અને બાળકને એના સ્વપ્ન પૂરાં કરવા માટે ઘરરૂપી માળો છોડીને બહાર જવાની મંજૂરી નથી આપી શકતા.
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘પાદપૂર્તિ’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘પાદપૂર્તિ’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.

અન્ય સમાચારો પણ છે...