ડિજિટલ ડિબેટ/
લાઉડસ્પીકરના કાન ફાડી નાખતા વિવાદમાં વાંક કોનો? તેનું કોઈ સોલ્યૂશન ખરું?
રાજકીય પક્ષોને લાગ્યું કે આ મુદ્દે પ્રચાર કરીને તુષ્ટિકરણ કરવાની તક મળી છે. પોતપોતાની વૉટબેન્કનું તુષ્ટિકરણ કરવા માટે ચારે બાજુના રાજકીય પક્ષો અને નેતાઓ એટલા મોટા પ્રમાણમાં નિવેદનોમાં કરવા લાગ્યા (અને મહારાષ્ટ્રમાં સંયુક્ત અઘાડી સરકારે તો પોલીસ પગલાં પણ લીધાં) કે મૂળ લાઉડસ્પીકરના વિવાદ કરતાંય આ વિવાદનો ઘોંઘાટ વધી પડ્યો છે.
***
એક્સપ્લોર ઇન્ડિયા/
ચાલો આંદામાન-2: આંદામાનનો સ્વરાજ દ્વીપ એટલે જાગતા જ જોવાયેલું અને જિવાયેલું એક સ્વપ્ન!
આંદામાનનો રાધાનગર બીચ જોયો એટલે જાણે પોતીકો સમુદ્ર જોયો, સમુદ્ર આસપાસ વણાયેલી અને કલ્પેલી પોતાનાં જ દુનિયા જોઈ, બાળપણમાં સાંભળેલી વાર્તાઓ નજરો નજર જોઈ તો વળી કોઈ ફિલ્મમાં દર્શાવેલો વિશાળ દરિયાકિનારો એ રીતે જોયો જાણે આ સૃષ્ટિ જ ફિલ્મનો પરદો બની ગઈ!
***
ઈતિહાસ ગવાહ હૈ/
દુનિયાભરના સિંધીઓના સિંધુદેશનું સ્વપ્ન સાકાર કરવાનો સંકલ્પ
આજે પણ પાકિસ્તાનમાંથી અલગ સિંધુદેશ માટેની ઝુંબેશ એમના નામે પાકિસ્તાન અને દુનિયાભરમાં ચલાવાય છે. હિંસક અને અહિંસક બેઉમાં વહેંચાયેલી આ ઝુંબેશને સિંધના તમામ રાજકીય પક્ષો સમયાંતરે ટેકો આપતા રહ્યા છે.
***
ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
નવા સંબંધો બાંધતી વખતે જ્યારે છેતરપિંડી કરવામાં આવેઃ જેવું વાવશો એવું જ લણશો
સારું લગાડવા અથવા પોતાનું ખોટું ના લાગી જાય તેવા (કાલ્પનિક) ભયમાં હોય તેના કરતાં વધારે બતાવવું કે કહેવું ના જ જોઈએ. દુનિયાનો મોટામાં મોટો ખાડો દેખાડો છે. કોઈ પણ પ્રકારના ખાડામાં પડીએ તો વાગે જ. ઈજાથી બચવું જોઈએ.
***
મારી વાર્તા/
રિહાન અને સલોનીની બાઇકને આંતરીને આવેલી કારમાંથી બુરખાધારી સ્ત્રી અને દાઢીધારી પુરુષ ઊતર્યાં, ને રિહાનને બે-ચાર તમાચા મારી દીધા
રિહાન અત્યંત ગોરો અને સલોની શ્યામ... ક્લાસમાં બેઉનું નામ ‘વેનિલા ચોકલેટ આઇસક્રીમ’ પડી ગયું હતું. સલોની ખૂબ જ સંકોચાઈ જતી, પણ રિહાન તો મસ્ત રામ. એને રંગભેદ જરા પણ સ્પર્શ તો નહીં. ઘણી વાર બે જણાં એમના નાના શહેરની બહાર આવેલી નહેર પાસે પહોંચી જતાં. નીતર્યા જળમાં બંને પગ બોળીને બેસતાં.
***
મનન કી બાત/
શું તમને કોઈ પણ મોટી મીટિંગ કે પરીક્ષા પહેલાં ઍન્ગ્ઝાયટી સતાવે છે? ઍન્ગ્ઝાયટી દૂર કરીને મગજને કાબૂમાં કરવું છે?
જો આપણે પોતાની ઍન્ગ્ઝાયટીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી અને એ ઊર્જાને આપણી મહેનત સહુથી સારી કક્ષાની હોય અને આપણે આપણું સો ટકા આપીએ એના માટે કેન્દ્રિત કરી શકીએ તો આપણે આપણા મગજના ગુલામ નહીં પરંતુ આપણું મગજ આપણું ગુલામ કહેવાય.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
કોઈ કામ નાનું નથી અને દરેક કામ કરનારને માન આપવું જોઇએ આ વાત તમારાં બાળકોને કઈ રીતે શીખવશો?
બાળકોને ઘરનાં કામ કરવા માટે પ્રોત્સાહન આપવા માટે સહુથી જરૂરી એ છે કે તમે પોતે જે બોલો છો તે જ કરો છો; અને એવું કલ્ચર ઊભું કરો છો જ્યાં દરેક સભ્યનાં કામને વેલ્યુ આપવામાં આવે છે. છેવટે ખૂબ જ જરૂરી છે કે તમે ઘરના બધા કેરટેકર (ઘરનું ધ્યાન રાખનાર)ની વેલ્યુ કરો.
***
સુખનું સરનામું/
પ્રભુ પાસેથી કામ કઢાવવાનું અજોડ શસ્ત્ર – પ્રાર્થના
આપણા જીવનમાં મુશ્કેલીઓ આવે તો આપણે હેરાન પરેશાન થઇ જઇએ છીએ, પણ કુદરતે કોઇને મોટી મદદ કરવાના ઇરાદાથી આપણને માધ્યમ બનાવીને થોડી તકલીફ આપી હોય એવું પણ બની શકે. કોઇ જ્યારે દિલથી પ્રાર્થના કરે છે ત્યારે એની પ્રાર્થનાનો પ્રતિસાદ કોઇ ને કોઇ રૂપે કુદરત અવશ્ય આપે જ છે.
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘સુહિણી મેહાર’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે
‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વધુ એક ખમતીધર વાર્તા ‘સુહિણી મેહાર’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે. લ્યો ત્યારે, થાવા દ્યો, તમતમતારે...!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.