તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Where Will The Futile Controversy Over The National Anthem End? Is It Right To Knock A Child Lost In A Daydream? Read A Treasure Trove Of Interesting Color coded Articles In A Single Click

રંગત-સંગત:રાષ્ટ્રગીતનો નિરર્થક વિવાદ ક્યાં જઇને અટકશે? ચાલો, લદ્દાખની સફરે... રંગત-સંગતના રસપ્રદ લેખો વાંચો એક જ ક્લિકમાં

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મનન કી બાત/
પરીક્ષા કેન્સલ થઈ હવે કરિયરનું શું થશે? કોવિડના કારણે અટકેલી પરીક્ષાથી બાળક કપરું પગલું ન ભરે એ માટે તેનું માઇન્ડ પોઝિટિવ રાખો

પરીક્ષાના ટાઈમટેબલ માટેની સતત રસાકસી, અવાર-નવાર પોસ્ટપોન થતી પરીક્ષા અને મિત્રોને ન મળી શકવાથી હાલત ગંભીર થઈ જાય છે. સ્ટ્રેસમાં આવીને બાળકો પોતાને હાનિ પહોંચાડી શકે છે અથવા ખોટી સંગતના રવાડે ચડી શકે છે.
***
નેટસ્કેપ/
દુનિયાની સૌથી આકર્ષક એવી ઓડિયો Clubhouseના સભ્ય બનો, Scrollstack પર એક ક્લિકથી બ્લોગ બનાવો અને વ્હોટ્સએપ પર શેર કરો!!

ક્લબહાઉસ એક ઓડિયો ચેટરૂમ ધરાવતી સોશિયલ મીડિયા એપ છે, જેમાં લોકો પોતે પોતાનો અલગ અલગ ચોરો રચીને એમાં ચર્ચાઓ કરી શકે. ચાહે એ એડવર્ટાઈઝમેન્ટ હોય, બિટકોઈન હોય, માર્કેટિંગ,ફાઇનાન્સ, મેડિટેશન, બુક ક્લબ, સિનેમા ક્લબ કે કોમેડી ક્લબ, વાઇન ક્લબ કે બિયર ક્લબ હોય, આ બધું જ અહીં ચાલે છે.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
બાળકો માટે પણ એમનો ફ્રી ટાઈમ ખૂબ જ મૂલ્યવાન છે...તેમને બિઝી રાખવાને બદલે તેમની જાત જોડે સમય વિતાવવા દો અને દિવાસ્વપ્ન જોવા દો

જો બાળક ક્લાસમાં સ્વપ્નમાં ખોવાયેલું હોય તો તેને ખખડાવવામાં આવે છે અને શિક્ષક એને 'પે અટેન્શન'ની સૂચના કડકાઈથી આપે છે. પણ કોઈએ એવું વિચાર્યું કે કદાચ એ બાળક કોઈ ખૂબ જ ઉપયોગી દિવાસ્વપ્નમાં ખોવાયેલું પણ હોઈ શકે છે?
***
વેદવાણી/
વેદ: સતત વધતો અમર વિચારવડલો અને વિજ્ઞાનનો અખૂટ ખજાનો

તમે કબીરવડ જેવા કોઇ મોટા વડલાને જુઓ તો વડવાઇઓ અને ડાળીઓમાં એટલા ગુંચવાઇ જાઓ કે તેનું થડ અને મૂળ તો જડે જ નહીં! આવું વેદરૂપી વટ્ટવૃક્ષનું પણ છે. અહીં રસપ્રદ સરખામણી એ છે કે, ઋષિએ વેદના વિસ્તારને શાખાઓમાં વહેંચ્યો છે. વેદ-સંસ્કૃતિનો વિકાસ થતો ગયો તેમ-તેમ વિવિધ ઋષિકુળોમાં અભ્યાસની શાખાઓની પરંપરા વહેતી થઇ.
***
એક્સપ્લોર ઇન્ડિયા/
બૌદ્ધિસત્વ, વાઇબ્રન્ટ કલર્સના ફ્લેગ્સ અને બરફાચ્છાદિત પર્વતોની ઝાંખી કરવતો પ્રદેશ એટલે લદ્દાખ...અહીં શાંતિ સાથે પ્રેમ અને કરુણાનો સંદેશો મળશે

જાણે ચંદ્રમાના પટનો કોઈ ટુકડો પૃથ્વી પર લાવીને મૂકી દીધો હોય એવો આભાસ કરાવતાં આ સ્થળને સ્થાનિકો 'મૂનલેન્ડ' કહે છે કારણ કે, તેની વિશિષ્ટ લેન્ડસ્કેપ ચંદ્રની સપાટીથી દેખાવમાં મળતી આવે છે. દૂર સુધી દેખાતી પહાડીઓ અને સ્વચ્છ આકાશ પર કોઈ પહાડી પર બેસીને ક્ષિતિજ પર નજર ફેરવીએ તો એમ જ લાગે જાણે ચંદ્ર પર પહોંચી ગયા છીએ.
***
ઇતિહાસ ગવાહ હૈ/
રાષ્ટ્રગૌરવસમા રાષ્ટ્રગીતના નામે નિરર્થક વિવાદ

કમનસીબે આજે સાત દાયકા પછી પણ રાષ્ટ્રગીત જ નહીં, બંધારણ વિશે પણ વિવાદો સર્જવામાં કેટલાક અટકચાળા મહાનુભાવો પરપીડન વૃત્તિનો આનંદ લેવાનું ચૂકતા નથી. હજુ હમણાં જ ભાજપના સાંસદ ડૉ.સુબ્રમણિયન સ્વામીએ ઉંબાડિયું કર્યું અને નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજના રાષ્ટ્રગીતને સ્વીકારવાની વાત વહેતી મૂકી.
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘અભો સોરઠિયો’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘અભો સોરઠિયો’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.