તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Where To Go If You Want To Go To Heaven? What Was The Friendly Relationship Between India And Afghanistan? A Lot With The Trick Of Strengthening The Foundation Of The Child ... Today's Color match Is This

રંગત સંગત:સ્વર્ગની સેર કરવી હોય તો ક્યાં જવું? ભારત અને અફઘાનિસ્તાનનો મૈત્રીસંબંધ કેવો હતો? બાળકનો પાયો મજબૂત કરવાની ટ્રિક સાથે ઘણું બધું...આજનું રંગત-સંગત આ રહ્યું

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક્સપ્લોર ઇન્ડિયા/
હનુમાનજીને પણ બે ઘડી વિચલિત કરી દીધેલા એવું ભવ્ય અને વૈવિધ્યસભર સ્થળ - 'વેલી ઓફ ફ્લાવર્સ'

ભારતમાં ઉત્તરાખંડ સિવાય પણ સિક્કિમમાં ચીનની સરહદ નજીક નાથંગ વેલી તરીકે ઓળખાતી પણ વેલી ઓફ ફ્લાવર્સ જ છે પણ ઉત્તરાખંડમાં આવેલી વેલી દિવ્ય સત્ત્વ અને તત્ત્વનો સાક્ષાત્કાર કરાવે છે. ઉત્તરાખંડની વેલી ઓફ ફ્લાવર્સ વિશે એટલું ચોક્કસથી કહી શકાય કે જો સ્વર્ગના રસ્તાઓ ક્યાંકથી નીકળતા હશે તો તે આવા જ હશે.
***
ઈતિહાસ ગવાહ હૈ/
ભારત અને અફઘાનિસ્તાનનો પરાપૂર્વથી મૈત્રીસંબંધ...સુમેળભર્યા સંબંધ સાચવવાની સાથે દેશોની ચળવળમાં પણ ભાગીદારી નિભાવી!!

ભારત અને પાકિસ્તાન અલગ રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યાં એ પહેલાં પણ અફઘાનિસ્તાન અનેક દૃષ્ટિએ ભારત સાથે જોડાયેલું જ રહ્યું છે. મહારાજા હરિસિંહે ઓક્ટોબર 1947માં જમ્મુ-કાશ્મીર રજવાડું ભારત સાથે જોડ્યું ત્યારથી અફઘાનિસ્તાન ભારતનું પાડોશી રાષ્ટ્ર બન્યું. તાલિબાન શાસનનાં પાંચ વર્ષને બાદ કરતાં બંને દેશોના સંબંધ કાયમ સુમેળભર્યા રહ્યા છે.
***
મનન કી બાત/
શું પુરુષત્વ એક ખરાબ વસ્તુ છે?

પુરુષ ફ્રસ્ટ્રેટેડ હોય છે કે હું બધું જ કરું છું પરંતુ એને પ્રેમથી મારા માટે કંઈ કરવાની ઈચ્છા નથી થતી. પરંતુ મોટાભાગની સ્ત્રીઓનું મંતવ્ય હોય છે કે મારે એક 'પુશઓવર' પતિ નથી જોઈતો. મોટાભાગની સ્ત્રીઓને એ જ વસ્તુ નથી ગમતી હોતી કે પુરુષનું પોતાનું કોઈ મંતવ્ય નથી રહેતું અને એ સ્ત્રીનું કહ્યું કરીને ખુશીની અપેક્ષા રાખતો હોય છે.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
શું તમે તમારા બાળકનો વ્યક્તિત્વનો પાયો હકારાત્મક અને મજબૂત બનાવવા માગો છો?

બાળક કોઈ વસ્તુ નથી...એ તો એક ભાવનાત્મક વ્યક્તિ છે! પેરેન્ટિંગના પાયાનો આધાર એક જ મુદ્દા ઉપર છે કે તમે તમારા બાળકને કેવી રીતે ટ્રીટ કરો છો. એક વ્યક્તિ તરીકે અથવા એક વસ્તુની જેમ? 'વસ્તુ' બનેલું બાળક એ છે જેને વાલીઓ ખૂબ જ કન્ટ્રોલ કરતા હોય છે. તો ચાલો જાણીએ બાળકના વ્યક્તિત્વને કેવી રીતે નિખારવું જોઇએ...
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘વેર’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘વેર’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.
(આવરણ તસવીરઃ વેલી ઓફ ફ્લાવર્સ, ઉત્તરાખંડ, તસવીરકારઃ કૌશિક ઘેલાણી)

અન્ય સમાચારો પણ છે...