તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Where Can True Happiness Be Found? Should I Be Allowed To Sit At Home And Drink Alcohol? Enjoy The Story With An Interesting Debate In Just One Click

રંગત સંગત:સાચું સુખ ક્યાં મળશે? શું ઘરમાં બેસીને દારૂ પીવાની છૂટ મળવી જોઇએ? રસપ્રદ ડિબેટની સાથે માણો વાર્તાની મજા માત્ર એક જ ક્લિકમાં

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
હું જાતને પડકાર ફેંકું છું કે ગંભીર પરિસ્થિતિમાં પણ હું સદૈવ પતિની પડખે રહીશ, તેમને તંદુરસ્ત કરીશ, મારી પુત્રીના પિતાએ પાછા ફરવું જ પડશે...

આરતીબહેને જીદ કરીને પ્રેમની શક્તિથી પોતાના પતિને ભાનમાં લાવવામાં સફળતા મેળવી. યુવા દીકરી પ્રાર્થનાએ તેમાં પૂરો સહયોગ આપ્યો. અનેક પડકારોનો સામનો કરીને ધીરજ રાખીને મગજનું સંતુલન જતું રહે એવી સ્થિતિ સહન કરીને આરતીબહેને કમાલ કરી નાખ્યો. તેમણે સાબિત કર્યું કે, કોમા એટલે માત્ર અલ્પવિરામ, નહીં કે પૂર્ણવિરામ.
***
મારી વાર્તા/
સોરી, અંજુ! હું તને વાત કરવાનું ભૂલી જ ગયો. આપણે પ્રવાસ રદ કરવો પડશે. મને એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે...ઉતાવળે પતાવવાનો છે...એટલે પ્રવાસ રદ...

અંજુબહેન દરરોજ યાદ કરાવે કે પ્રવાસમાં ક્યારે લઈ જશો? તો પતિદેવનો જવાબ તૈયાર જ હોય, 'બસ, એ જ ગોઠવણમાં છું. જરા સમય મળવા દે.' પણ પતિને કામના દબાણમાં સમય જ મળતો ન હતો. આજે ત્રીજી વર્ષગાંઠે અંજુબહેન યાદ કરાવતાં બોલ્યાં. ત્યાં તો નવીનભાઈ જ બોલી ઉઠ્યા, 'તારે મને યાદ કરાવવું પડે? જો આ કાર્યક્રમ તૈયાર જ છે.'
***
સુખનું સરનામું/
સુખ અને શાંતિનું કાયમી સરનામું...પરિવાર અને મિત્રોમાં શોધશો તો તરત જ મળી જશે

વિશ્વની પ્રત્યેક વ્યક્તિના તમામ પ્રયાસો સુખ-શાંતિની પ્રાપ્તિ માટેના જ હોય છે અને બહુ ઓછા લોકો એ મેળવી શકે છે. ઘણીવખત સમૃધ્ધિ મળ્યા પછી પણ સુખ-શાંતિ નથી મળતા અને મળે છે તો ટકતા નથી કારણ કે, દુનિયાની પ્રત્યેક વ્યક્તિનું સુખ અને શાંતિ ખોવાયા છે કોઇ જુદી જગ્યાએ અને શોધે છે કોઇ જુદી જગ્યાએ.
***
ડિજિટલ ડિબેટ/
ઘરમાં બેસીને મદ્યપાન કરવા માટેની છૂટ મળવી જોઈએ?

કોઈને મદ્યપાન કરવું હોય તો તેની મરજીની વાત છે. શા માટે પ્રતિબંધ? શા માટે નશાબંધી?આ વખતે એવો મુદ્દો આવ્યો છે કે બંધ દરવાજા પાછળ, ઘરમાં બેસીને પોતાની મરજી પ્રમાણે ખાણી-પીણીમાં સરકાર કેવી રીતે દખલ કરી શકે. હાઈકોર્ટમાં એક અરજી થઈ છે કે ઘરની અંદર શું ખાવું-પીવું તેના પર શા માટે કોઈ નિયમબંધી હોવી જોઈએ...

અન્ય સમાચારો પણ છે...