તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • What To Do To Refill The Relationship? How Is Vanilla Made From A Plastic Bottle? Read A Variety Of Reading Color coded Articles In Just One Click

રંગત-સંગત:સંબંધોને રિફિલ કરવાની, પ્લાસ્ટિકમાંથી વેનિલા બનાવવાની ને મોંઘવારી ઘટાડવાની રેસિપી, આજના ‘રંગત સંગત’માં અહીં વાંચો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
સંબંધમાં જેટલું મહત્ત્વ ફીલિંગનું છે, એટલું જ મહત્ત્વ રિફિલિંગનું પણ છે

લગ્નજીવનમાં જેમ-જેમ સમય વીતતો જાય તેમ તેમ શુષ્કતા આવી જતી હોય છે. યુવક-યુવતી ગમે એવા ચિક્કાર પ્રેમમાં હોય, પણ જેવા લગ્ન થાય કે બંધિયારપણું શરૂ થાય અને પ્રેમ-આનંદની વસંતમાં ઓટ આવવા માંડે.
***
મારી વાર્તા/
'શું વાંચો છો, અંકલ'? 'ટાગોરની ગોરા'...આવી નવલકથા વાંચનારી વ્યક્તિમાં રસ પડવો સ્વાભાવિક હતું અને એટલે મેં વાર્તાલાપ આગળ ચલાવ્યો!!

કેટલીક વ્યક્તિઓ જે સામાન્યથી સહેજ અલગ અને વિશિષ્ટ જણાય તો તેમની સાથે વાતો કરવી ગમતી. સાહિત્યનો અભ્યાસ કરતી એટલે લોકોના મનમાં ડોકિયું કરવાની, લોકોના વર્તન પરથી ભાવ જગતનો ભેદ પામવાની મથામણ ગમતી. મેં ધીમેથી કહ્યું: 'જય શ્રી.' તેમણે ચશ્માંમાંથી ઉપર ત્રાંસી નજરે જોયું. મારો હસતો ચહેરો જોઈ તેઓ પણ મીઠું મલકાયા.
***
સુખનું સરનામું/
નબળા પરિણામથી જીવન સમાપ્ત નથી થઈ જતું

ભગવાને દરેક માણસને કોઇ ચોક્કસ હેતુ સાથે જ આ ધરતીની મુલાકાતે મોકલેલો હોય છે. ભગવાન સૌથી સમજદાર ઉત્પાદક છે. પરિણામે, એની ફેક્ટરીમાં તૈયાર થતો માલ નકામો ન હોય એ સ્વાભાવિક છે, તેથી જ દરેક માણસે વિચારવું જોઇએ કે તેમનો જન્મ કોઇ ચોક્કસ કાર્ય માટે જ થયેલો છે.
***
ટેક્નોહોલિક/
ફેંકાયેલી પ્લાસ્ટિકની બોટલોમાંથી બનશે વેનિલા... ડોન્ટ વરી, એ નુકસાન નહીં કરે!!

પ્લાસ્ટિકમાંથી ફ્લેવરિંગ એજન્ટ, કઈ રીતે? એવી એ કઈ પ્રોસેસ હોય? આજસુધી એકપણ કેમિકલ પ્લાસ્ટિકને ફેરવી નથી શક્યું તો એવી તે વળી કઈ શોધ થઈ, જે પ્લાસ્ટિકમાંથી ખાઈ શકાય એવી વેનિલા ફ્લેવર બનાવી નાખે? આ બધા સવાલોના જવાબ મેળવવા વાંચો આ લેખ.
***
ડિજિટલ ડિબેટ/
દૂધનો ભાવવધારો કેટલો દઝાડશે...ભાવવધારાથી મધ્યમવર્ગને તો ફટકો પડ્યો, પણ ફાયદો ખરેખર કોને થયો?

બટાટા કે ડુંગળીના ભાવ અચાનક વધે છે એ રીતે કદી દૂધના ભાવ વધ્યા નથી. વર્ષ 2018ના માર્ચમાં ડીઝલનો ભાવ લિટરના આશરે 66 રૂપિયા હતા, જે આજે 96 રૂપિયા થયા છે. ત્રણ વર્ષમાં 45% ભાવવધારો થયો છે. દૂધના ભાવ એટલા વધ્યા નથી. પેટ્રોલ-ડીઝલના ભાવ બહુ વધ્યા છે, પણ એની સામે કેમ ઝંડો ઉપાડતા નથી?

અન્ય સમાચારો પણ છે...