તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • What To Do If There Is A Conflict In The Relationship? Why Is Nitin Patel's Statement On Hindu Muslim Population In Controversy? This Is The Treasure Trove Of New Color coded Articles

રંગત-સંગત:સંબંધમાં સંઘર્ષ થાય તો શું કરવું? નીતિન પટેલના હિંદુ-મુસ્લિમ વસતિ પર નિવેદન શા માટે છે વિવાદમાં? રંગત-સંગતનો નવાનક્કોર લેખોનો ખજાનો આ રહ્યો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
રાખી અને ગુલઝારનું લગ્નજીવનઃ જ્યારે સંબંધમાં સંઘર્ષ જન્મે...તો લાગણીશીલતાને બદલે સંવેદનશીલતાથી વિચારીને સાચો નિર્ણય લેવો

ગુલઝાર 'આંધી' ફિલ્મના દિગ્દર્શક હતા. તેનાં શૂટિંગ દરમિયાન રાખી ગુલઝાર સાથે ગયાં હતાં. આ ફિલ્મના હીરોએ રાત્રે ખૂબ નશો કરીને ફિલ્મની હીરોઈનનો હાથ પકડી લીધો. ગુલઝારે માંડ માંડ હાથ છોડાવ્યો અને ગુલઝાર પેલી હિરોઈનને મોડી રાત્રે તેમના રૂમ સુધી મૂકી આવ્યા અને બસ ત્યાંથી ગુલઝારનું લગ્નજીવન સમાપ્ત થવાની શરૂઆત થઈ ગઈ.
***
મારી વાર્તા/
પત્ર જોઇને મીરાંના મનમાં પ્રથમ પ્રેમની પુરાણી યાદો ફરી જીવંત થઈ...લગ્ન પહેલાં અવિનાશની યાદો તે મિટાવી ચૂકી હતી પણ આ પત્ર વિશે તે અજાણ હતી!!

રવિન્દ્રનાથ ટાગોરના ગીતાંજલિ પુસ્તકના પાનાંઓ વચ્ચે આ પત્ર વર્ષો સુધી સચવાયો હતો. દિશા એ પીળા પડી ગયેલા જર્જરિત કાગળની ગડી ખોલીને તે વાંચવાનો પ્રયત્ન કરી રહી હતી. પરિચિત અક્ષરોમાં પુરાયેલી પ્રથમ પ્રેમની પુરાણી યાદો ફરી જીવંત થઈ. લગ્ન પહેલાં અવિનાશની તમામ યાદો તે મિટાવી ચૂકી હતી પણ આ પત્ર વિશે તે અજાણ હતી.
***
સુખનું સરનામું/
જરા જો જો પ્રેમની સંભાળ લેવાનું ભૂલી ન જવાય...

પ્રેમને થયું હવે એનું મોત નિશ્વિત છે. પોતે મોતથી નહોતો ડરતો પણ સાવ એકલો પડી ગયો એનું એને દુ:ખ હતું. થોડીવાર પછી પ્રેમ રડવા લાગ્યો બરાબર એ જ સમયે એક અજાણ્યા માણસે આવીને પ્રેમને કહ્યું, 'અરે ભાઇ, રડવાનું બંધ કર. તારે કિનારા પર જવું છે ને? ચાલ મારી હોડીમાં બેસી જા. હું તને કિનારા પર પહોંચાડી દઉં.'
***
ડિજિટલ ડિબેટ/
નિતિન પટેલના નિવેદનો સાથે સહમત થઈ શકાય કે નહીં?

હજાર વર્ષ પછી પણ ભારત હિંદુ બહુલ પ્રદેશ નહીં રહે તો લોકશાહી ખતરામાં આવશે એવું કહ્યું તથા એવું પણ નિવેદન કર્યું કે પ્રથમ વડાપ્રધાન પંડિત 'નેહરુએ જેટલું નખ્ખોદ વળાય એટલું વાળ્યું.' આવાં નિવેદનો કરીને નિતિનભાઈ વિવાદમાં આવ્યા ત્યારે આ શબ્દોની કેટલા ભારે પડ્યા છે એ વિશેની એક ચર્ચા...