• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • What To Do If Emotional Blackmailing Occurs In A Relationship? Didn't Someone Really Die From Lack Of Oxygen? Read New Color coded Articles In Just One Click

રંગત-સંગત:દેશમાં ઓક્સિજન વિના કોઈ નથી મર્યું? પીગાસસ સોફ્ટવેર શું છે? ઇમોશનલ બ્લેકમેલિંગથી શી રીતે બચશો? વૈવિધ્યસભર લેખોની ‘રંગત સંગત’ મેળવો અહીં

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
સંબંધના માધ્યમથી શોષણઃ જ્યારે ઈમોશનલ બ્લેક-મેઇલિંગ સંબંધને દૂષિત કરે...

જે વ્યક્તિ બ્લેક મેઈલિંગ કરતી હોય છે તે વ્યક્તિની ચોક્કસ પ્રકારની માનસિકતા હોય છે. તેને ઈમોશનલ બ્લેક મેઈલિંગ કરીને પોતાનું મન ધાર્યું કામ કરાવવાની (કુ)ટેવ પડી ગઈ હોય છે. આવી વ્યક્તિ સામેની વ્યક્તિના હૃદયમાં રહેલી સંવેદનાનો દૂર ઉપયોગ કરે છે
***
મારી વાર્તા/
'હું તમને રોજ જોઉં છું. વાંધો ન હોય તો તમારું નામ કહેશો?' સુરીલીએ કોઈ જવાબ ન આપ્યો પણ કર્ણની ચકોર દૃષ્ટિએ ચાંદીના બ્રેસલેટમાં ‘સુરીલી’ નામ વાંચી લીધું...

એક દિવસ અચાનક કર્ણની જિંદગી બદલાઈ ગઈ હતી. એ સિટી કોમ્પ્લેક્સમાં એની બહેનના જન્મ-દિવસે કેક લેવા ગયો હતો પણ સુરીલીને જોયા પછી એને રોઝ વેલ્વેટની એ કેક પણ ફિક્કી લાગી. એની નજર સામેથી જ્યારે સાક્ષાત્ રોઝ જેવી સુંદર અને વેલ્વેટ જેવી આકર્ષક સુરીલી પસાર થઈ ત્યારે એ શ્વાસ લેવાનું પણ ભૂલી ગયો હતો.
***
સુખનું સરનામું/
ઓલિમ્પિકના આ સૂવર્ણચંદ્રક વિજેતા દોડવીરોને ઓળખો છો?

દૃઢ મનોબળ હોય તો કંઇ જ અશક્ય નથી. પોતાની જાત પરની શ્રદ્ધા અને હકારાત્મક વિચારસરણીથી માણસ જે ધારે તે કરી શકે છે. આપણને જીવનમાં કોઇ નાની એવી મુશ્કેલી આવે તો પણ માથે ઓઢીને રડવા બેસીએ છીએ અને ગ્લેન જેવા લોકો કુદરત સામે બાથ ભીડીને સુવર્ણચંદ્રક લઇ આવે છે.
***
ટેક્નોહોલિક/
ભારતના નેતાઓ અને પત્રકારોના ફોન ઉપર ત્રાટકનારું જાસૂસી પીગાસસ સોફ્ટવેર શું છે?

પીગાસસ સોફ્ટવેર એક ઇઝરાયેલી કંપનીએ જ બનાવ્યો છે. ઇઝરાયેલનું NSO ગ્રુપ સાયબર હથિયારો બનાવવા માટે નિષ્ણાત છે. પીગાસસ આ જ ગ્રુપનું કાવતરું હોય એવું લાગે છે. પીગાસસ ખૂબ જ સોફિસ્ટિકેટેડ સોફ્ટવેર છે, જે જાસુસીથી સર્વેલન્સનું કામ કરે છે.
***
ડિજિટલ ડિબેટ/
શું કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન વિના કોઈનું પણ મૃત્યુ નથી થયું?

હોસ્પિટલની બહાર લાઈનમાં ઊભા હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોય તેવા દૃશ્યો અખબારો, સોશિયલ મીડિયા અને ટીવીમાં રોજેરોજ જોવા મળવા લાગ્યા હતા. છતાં રાજ્ય સરકારોની યાદી કેન્દ્ર સરકારે કેમ સ્વીકારી લીધી? તેનું કારણ એટલું જ કે કોરોના સંકટમાં રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારનું વલણ આંકડા છુપાવવાનું જ રહ્યું છે.