• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • What Is The Solution To Kashi Mathura Disputes? Who In The Name Of Nehru Raised The Issue Of 'I Am A Hindu By Accident'? This Is What Happened Today

રંગત સંગત:કાશી-મથુરાના વિવાદોનો ઉકેલ શું? ‘હું અકસ્માતે હિંદુ છું’વાળી વાત નેહરુના નામે કોણે ચડાવેલી? આજનું રંગત સંગત આ રહ્યું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિજિટલ ડિબેટ/
કાશી-મથુરાનાં મંદિરોનું નિર્માણ વગર વિવાદે ન થઈ શકે?

વિવાદ કરવાના બદલે કાશી અને મથુરામાં મંદિર નિર્માણ માટે સમાધાનના માર્ગ માટે પ્રયાસો કેમ નહીં? આ સમાધાનના માર્ગની વાત મુસ્લિમ પક્ષને પણ લાગુ પડે છે - શા માટે આ બંને તીર્થસ્થાનો પરથી માળખાં હટાવીને મંદિરોના નિર્માણમાં સહયોગ માટે કોઈ વિચારી રહ્યું નથી?
***
ઈતિહાસ ગવાહ હૈ/
‘હું અકસ્માતે હિંદુ છું’ એવું જુઠાણું નેહરુના નામે ચડાવનાર ગાંધીદ્રોહી ડૉ.ખરેની દગાખોરીની દાસ્તાન

આજકાલ વોટ્સએપ યુનિવર્સિટીમાં નેહરુ વિશે જોરશોરથી એક કથન પ્રચલિત કરાય છે. નેહરુના નામે ચડાવી દેવાય છે કે ‘હું શિક્ષણથી અંગ્રેજ છું, સંસ્કાર-સંસ્કૃતિથી મુસ્લિમ અને અકસ્માતે હિંદુ છું.’ ( ‘I am English by Education, Muslim by culture, Hindu by an accident’.) વાસ્તવમાં પંડિત નેહરુના નામે આ વાક્ય ચડાવી દેવાનું યોગદાન ડૉ. ખરેનું છે.

***
ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
સહેજેય ચિંતા ના કરશો, હું તમારી સાથે છું: આવા શબ્દો ઘણીવાર નવજીવન આપતા હોય છેઃ વાત સંબંધોમાં ગૂંથાયેલી હૂંફની

કેટલાક લોકો કસોટીમાં મદદ કરવા માટે કાયમ તત્પર હોય છે. પોતાના પરિવારમાં કે પછી સ્વજનોમાં કોઈ નાની મોટી મુશ્કેલીમાં આવે કે તરત જ તેઓ દોડીને પહોંચી જાય. તેમના માથા પર હાથ મૂકે અને કહે કે, ચિંતા ન કરશો, હું તમારી સાથે છું. ખભા પર હાથ મૂકીને કહે કે, આપણે સાથે મળીને આ સ્થિતિને પાર કરીશું.

***
મારી વાર્તા/
‘શોભાને સારી સાડી આપજે અને તૈયાર કરજે, નહીંતર એ મહારાણી મહેમાનોની હાજરીમાં આપણને ખરાબ ચીતરશે. બિચારી થઈને ઊભી રહેશે, કરમફૂટલી’

શોભાના પગ એકાએક થંભી ગયા. બારણે ઊભી રહી. અંદરની સજાવટ જોઈ રહી. પાંચ વર્ષ પહેલાં સુબોધ સાથે પરણીને આ ઘરમાં આવી. ત્યારે આ જ ઓરડો સ્વર્ગ સમાન હતો.
સુબોધ સાથે મળીને અનેક સપનાંઓથી ઓરડાને સજાવ્યો હતો. કેટલાં જલ્દી એ સપનાં રોળાઇ ગયાં!

***
મનન કી બાત/
ગામ કે દેશ બદલવાની માનસિક ચેલેન્જઃ કર્મભૂમિ ક્યારેય જન્મભૂમિ જેટલી પ્રિય બની શકે ખરી?

જ્યારે પણ તમે નવી જગ્યાએ જાઓ, તો તમને હજાર મુશ્કેલીઓ પડશે. પરંતુ તમારા મનમાં એ પણ ચોક્કસ છે કે તમે અહીંયા એક કામ કરવા આવ્યા છો. આ તમારી જન્મભૂમિ નહીં હોય, પરંતુ તમારી કર્મભૂમિ ચોક્કસ છે. એ વસ્તુમાંથી પણ ખૂબ પ્રોત્સાહન મળે છે કે સારા માણસની કદર દુનિયાના દરેક ખૂણે છે.

***
સુખનું સરનામું/
દીકરી માત્ર દીકરી નથી હોતી, બાપની મા પણ હોય છે

જેના ઘરમાં દીકરી હોય એને બે માનો પ્રેમ મળે છે, એક જન્મદાત્રી મા અને બીજી દીકરીમાં રહીને બાપને જીવની જેમ સાચવતી મા. દીકરી એ માત્ર દીકરી જ નહી બાપની મા પણ હોય છે.

***
એક્સપ્લોર ઇન્ડિયા/
ચાલો આંદામાન-5: આંદામાન નિકોબારના ચીડિયા ટાપુ પર કોસ્ટલ લોંગ ડ્રાઈવ સાથે નિસર્ગના સંસર્ગનો આનંદ માણો

આંદામાનના વિવિધ ટાપુઓ વિવિધ વિશેષતાઓ ધરાવે છે અને દરેક ટાપુ પર વિતાવો એટલો સમય ઓછો છે! બની શકે તો ફુરસદની ક્ષણો લઈને ભારતનાં આ ટાપુઓ પર કોઈ હેતુ વિના બસ દરિયાઈ જીવસૃષ્ટિને જાણવાની જિજ્ઞાસા લઈને નીકળી પડવું.

***

સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘સિંહનું દાન’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વધુ એક વાર્તા ‘સિંહનું દાન’ ઓડિયો-વીડિયો સ્વરૂપે માણો. લ્યો ત્યારે, થાવા દ્યો તમતમારે...

અન્ય સમાચારો પણ છે...