ડિજિટલ ડિબેટ/
વિવાદોની હારમાળાઃ તહેવાર હોય કે શિક્ષણધામ - મુદ્દાઓના મૂળમાં છે શું?
કર્ણાટકમાં હિજાબથી શરૂ થયેલા વિવાદ પછી એક પછી એક મુદ્દાની હારમાળા સર્જાઇ છે. તહેવારની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ વચ્ચે થવાના બદલે ધમાલ અને વિખવાદ વચ્ચે થઈ. શું પહેરવું, શું ખાવું, કેમ રહેવું, લાઉડ સ્પીકરનો ઉપયોગ ધર્મસ્થાનો પર થવા દેવો કે નહીં - એક પછી એક મુદ્દા ઊછળતા રહ્યા છે, ત્યારે સવાલ એ છે કે શું તેની પાછળ કોઈ પેટર્ન છે? માત્ર ચૂંટણીમાં ફાયદો થઈ જાય તે માટે ધ્રુવીકરણનું રાજકારણ જ છે કે પછી તેના મૂળમાં કૈંક જુદું જ છે?
***
મનન કી બાત/
ખરેખર કોઇને હિપ્નોટાઇઝ કરી શકાય? તમે તમારી જાતને હિપ્નોટાઇઝ કરીને પ્રોબ્લેમનાં સોલ્યુશન મેળવી શકો?
હિપ્નોસિસના કારણે જ્યારે મગજનું વિશ્લેષણ કરવામાં આવે તો અમુક વાતો દરમિયાન મગજમાં રોષ અને બીજી વાતો દરમ્યાન મગજમાં રિલેક્સેશન ચોક્કસ જોવા મળતું હોય છે. સાથે સાથે જેટલા લોકોમાં હિપ્નોસિસ કર્યું એ લોકો પણ એના વિશે એવું ચોક્કસ કહેતા હોય છે કે અમને ખૂબ રિલેક્સ થયા એવું મહેસૂસ થાય છે.
***
ઇતિહાસ ગવાહ હૈ/
ગુજરાતના ચૂંટણી ઈતિહાસમાં ભલભલા મહારથીઓના પરાજયની પરંપરા
ગુજરાત બન્યું એ પહેલાંથી આ પ્રદેશોમાં ચૂંટણીઓનાં પરિણામોમાં હાર-જીતના ચમત્કાર સર્જાતા રહ્યા છે. ભલભલા મહારથીઓ હાર્યા કે સાવ પામર કહી શકાય એવાં વ્યક્તિત્વોના ગળામાં વિજયની માળા આરોપવામાં આવી હોય એવા બનાવો બન્યા. આદર્શ પરિસ્થિતિ એ છે કે ચૂંટણી યોજાય એ પછી પરિણામ આવે ત્યાં લગી પ્રતીક્ષા કરીને વાસ્તવિક સ્થિતિને સ્વીકારી લઈ એમાંથી બોધપાઠ લઇ ભવિષ્યનાં આયોજનો માટે કામે વળવું.
***
ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
પિયર-સાસરાંમાં સંબંધોની સમતુલા કેવી રીતે રાખશો? જો નાનકડી ભૂલ થાય તો ગંભીર પરિણામ આવે
લાગણીવેડામાં તણાતી અનેક મમ્મીઓ સાસરે ગયેલી પોતાની દીકરીઓનું ઓવર એટેચમેન્ટ છોડી શકતી નથી અને તેને કારણે દીકરીના સંસારમાં જાણે-અજાણે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. આ વાસ્તવિકતા છે. સાસરે ગયેલી દીકરીને સુખી રાખવી હોય તો તમારે તમારી લાગણીઓને માપમાં રાખવી પડશે.
***
મારી વાર્તા/
‘સુરાલી.. આર યુ મેડ? કાલે ને કાલે એબોર્શન કરાવી લે. પાગલ છે! અહીં વસ્તી ફાટ ફાટ થાય છે ત્યાં હજી ઉમેરો કરવો છે?’
‘હા.. તારી વાત સાચી છે, પણ આટલી કાળજી રાખવા છતાં પ્રેગ્નન્સી રહી એ કંઇ સંકેત નહીં હોય?!’
‘કોઈ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ 100% સફળ થતી નથી. તું તો બાયોલોજીની પ્રોફેસર છે.’
‘થિયરી બધી જાણું છું, પણ મનેય એક દીકરીની ઇચ્છા હતી. દીકરી કેટલી લાગણીશીલ હોય...’
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
રિપોર્ટ કાર્ડની કેદમાંથી બાળકોને આઝાદ કરશે ‘હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ’: ઉડને કો તૂ આઝાદ હૈ, બંધન કોઈ અબ હૈ કહાં...
રિપોર્ટ કાર્ડ સિસ્ટમ બાળકોને ડિસ્ટિંક્શન, ફર્સ્ટ ડિવિઝન, એવરેજ અને બિલો-એવરેજનાં ખાનાંમાં પૂરી દે છે. કેટલાં બધાં બાળકો આજીવન પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. આમાંથી કેટલાંયે બાળકોમાં ક્ષમતા હોય છે કે આગળ જઈને તેઓ સર્વોત્તમ નેતા કે કલાકાર કે રમતજગતના ખેલાડી કે ઇન્વેન્ટર (શોધક) બની શકે, પણ કમનસીબે માર્ક્સની જેલમાં પુરાઇને આ બાળકો એવું માનીને બેસી જાય છે કે તેઓ 'સારાં નથી'.
***
સુખનું સરનામું/
પિતાની કમાણીને વેડફવાને બદલે વાપરતા શીખવું
માતા-પિતાએ સંતાનોને વારસામાં સંપત્તિ આપવાને બદલે સંપત્તિ પેદા કરવાની ક્ષમતા આપવી જોઇએ. યુવાનોએ પણ પોતાના પગ પર ઊભા રહીને જીવન જીવવાની મજા લેવી જોઇએ. મહેનતથી કમાયેલો પૈસો વાપરતી વખતે એનો આનંદ પણ અલગ પ્રકારનો જ હશે.
***
એક્સપ્લોર ઇન્ડિયા/
હિમાલયની તળેટી - કુદરતી સંગીતનો લયબદ્ધ લિસોટો એટલે જિમ કોર્બેટ નેશનલ પાર્ક
ઉત્તરાખંડમાં સાતતાલથી 15 કિમી દૂર આવેલ પંગોત વિસ્તારમાં ખૂબ જ જાણીતી બર્ડ ટ્રેઈલ છે જ્યાં ચીર ફિઝન્ટ અને ખલીજ ફિઝન્ટ જોવા માટે દુનિયાભરના પક્ષીવિદો અને પર્યાવરણ રસિકો દર વર્ષે આવે છે. આ જગ્યાને વાઈલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ ‘સ્ટુડિયો’ના હુલામણા નામથી ઓળખે છે, કેમ કે અહીં કોફીનો મગ અને કેમેરા લઇને કોઈ પણ જગ્યાએ શાંતિથી બેસી જાઓ તો આખા દિવસ દરમ્યાન લગભગ 50થી 100 અલગ અલગ પક્ષીઓના ફોટોગ્રાફ લઇ શકો, એ પણ જગ્યા બદલ્યા વિના!
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘ભૂત રુવે ભેંકાર’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે
‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની ખમતીધર વાર્તા ‘ભૂત રુવે ભેંકાર’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે. લ્યો ત્યારે, થાવા દ્યો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.