તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોઝિટિવ પેરેન્ટિંગ:બાળકને શેમાં કરિયર બનાવવી છે? દિમાગને નહીં, દિલને પૂછો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક કિશોર વયનો બાળક ખૂબ જ ઉત્સાહથી કહે છે, ‘પાપા હું મોટો થઇને પાયલોટ બનવા માગું છું!’ એના પિતા પણ ખુશ થઇને જવાબ આપે છે, ‘સરસ! તારે કયું પ્લેન ઉડાડવું છે? બોઇંગ 747?’ કિશોર આશ્ચર્યથી પિતા સામે જોઈને કહે છે, ‘અરે એ નહિ ! હું તો ડ્રોનનો પાયલોટ બનવા માગું છું!’ બાપ તરત ઈન્ટરનેટ ઉપર જઈને આ વિશે શોધ કરે છે તે સમજવા માટે કે ડ્રોનનો પાયલોટ છે શું! આ છે ઘણાં ઘરોની વાર્તા!

અવનવા વ્યવસાયોના એક નવાજ સંસારમાં તમારું સ્વાગત છે! એ જમાનો ગયો જેમાં બાળક ફક્ત ડૉક્ટર, એન્જિનિયર કે વકીલ બની શકતું હતું. માનવ સમાજની બદલતી જરૂરિયાત અને સમજ જોડે નવા વ્યવસાયોનું સૃજન થઇ રહ્યું છે. સંસાર એટલી તેજ રફ્તારથી બદલી રહ્યો છે કે હવે ઉભરતા વ્યવસાયોને લઇને બાળકો કરતાં તેમનાં મા-બાપને માર્ગદર્શન આપવાની વધારે જરૂર છે! ભવિષ્યના વ્યવસાયોમાં સમાવેશ થાય છે - કોડર્સ, કલાકાર, પેઈન્ટર, ડાટા એનાલિસ્ટ, રોબોટિક ડિઝાઇનર, સાયબર ફોરેન્સિક નિષ્ણાત, કાઉન્સેલર વગેરેનો. વળી ક્લાઈમેટ ચેન્જ પણ લઈને આવ્યું છે અઢળક નવા વ્યવસાય - સસ્ટેનેબલ અને ઓર્ગનિક ખેતીવાડી; લાઈફસ્ટાઇલ ગુરુ; સ્વાસ્થ્ય અને સુખાકારીના નિષ્ણાત; પર્યાવરણ લેખકો, સંશોધક, વકીલો વગેરે.

વ્યક્તિગત રૂપે મને એવું લાગે છે કે ભવિષ્યના વ્યવસાયોમાં હીલરનો વ્યવસાય એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આ હીલરો મિશ્રણ હશે અનેક પ્રકારનાં જેમકે - એનર્જી હીલિંગ, આધ્યાત્મિકતા, મનોવિજ્ઞાન અને અંતર્જ્ઞાનના. હાલ ચાલી રહેલી મહામારીએ માનસિક સ્થિતિસ્થાપકતાનું મહત્ત્વ આપણને સમજાવી દીધું છે. સ્વાસ્થ્ય કામદારોની પરિભાષામાં બદલાવ લાવવાની ખાસ જરૂર છે કારણકે આપણે હવે સારી રીતે જાણી ગયા છીએ કે ભૌતિક શરીર ત્યારે જ સાજું થઇ શકે છે જ્યારે મનની માનસિક સ્થિતિ અને સાયકી વચ્ચેનું સંતુલન બરાબર જાળવેલું હોય. અને વળી સ્વાસ્થ્ય અને સુખાકારીનું કાર્યક્ષેત્ર પણ ફક્ત માનવ સુધીજ સીમિત નથી. મેં પેરિસમાં આયોજિત એક પેનલ ડિસ્કશનમાં ભાગ લીધો હતો જેનો વિષય હતો - આંતર-પ્રજાતીય સંચાર; એટલે કે પ્રાણીઓ જોડે વાતચીત કરવી અને તેમને સમજવા. ત્યારે હું પ્રાણીઓના હીલરોને મળી જેઓ પ્રાણીઓ જોડે ઈન્ટ્યુશન (અંતર્જ્ઞાન) સંચાર થકી તેમના રોગોને શોધી તેનું ઉપચાર કરી શકતા હતા.

આજકાલ બાળકોને રોજગાર-લક્ષી કૌશલ આપવાની વાત તો બહુ ચાલી રહી છે; પણ યોગ્ય ક્ષમતા વગર રોજગાર મળવો અશક્ય છે. અને આ ક્ષમતા બાળકની અંદર હોઈ શકે છે કે પછી તે બાહ્ય સ્રોતોથી તેને મેળવી અને વિકસી શકે છે.

ભણતા બાળક માટે સહુથી મોટી ભેંટ છે આપણી મદદ - તે જાણવા માટે કે તેમની પોતાની શક્તિ, કૌશલ અને જુસ્સો શું છે તે શોધવા માટે કે તેઓ પોતાના જીવનમાં શું કરવા માગે છે. પણ આ કહેવું જેટલું સહેલું છે, કરવું તેટલું જ આકરું છે! કડવી હકીકત એ છે કે મોટા ભાગનાં બાળકોને ખબર જ નથી કે તેઓ પોતાના જીવનમાં શું કરવા માગે છે.

હવે જરૂરિયાત એ છે કે આપણે આપણાં બાળકોને પ્રોત્સાહન આપીએ કે આત્મશોધ કરીને તેઓ જાતે જાણવાનો પ્રયત્ન કરે કે તે કયા ક્ષેત્રમાં આગળ વધવા માગે છે. દરેક બાળક આ સંસારને એક અનુપમ યોગદાન આપવા માટે સજ્જ છે. તમને એક ઉદાહરણ આપું તો મારો એક જૂનો વિદ્યાર્થી - શિખર કામત - એક અનોખા વ્યવસાય જોડે સંકળાયેલો છે. તે મેન્ટાલિસ્ટ છે. એ ફક્ત પરંપરાગત જાદુ જ નહિ, પણ માણસોનાં મન પણ વાંચી શકે છે! સ્ટેજ ઉપર એ પ્રેક્ષકોમાં બેઠેલા કોઈ પણ સભ્યના ક્રેડિટ કાર્ડના પાસવર્ડનું સાચું અનુમાન લગાડી શકે છે! આ બાળકમાં ફક્ત પોતાના દિલની અવાજને સાંભળવાની હિમ્મત જ નહોતી, પણ તેને મેળવા માટે જરૂરી કૌશલ અને મહેનત કરવાની તૈયારી પણ હતી. તેના શો અને વર્કશોપ પ્રેક્ષકમાં એક અનેરો આનંદ અને આશ્ચર્ય લાવે છે જે આવા સમયમાં ખૂબ જરૂરી છે.

કિશોર વયનાં બાળકો ઘણી વખત આ પસંદગી પીઅર (પોતાની ઉંમરનાં બીજાં બાળકો) પ્રેશર અથવા તે વ્યવસાયને લઈને પોતાની ખોટી કલ્પના હેઠળ પણ કરતા હોય છે. તેમની આ ગેરસમજનો ઉકેલ સાવ સહેલો છે. તેમને આ ક્ષેત્રમાં - સ્કુલના કોઈ પ્રોજેક્ટ થકી અથવા તમારા પોતાની ઓળખાણો થકી - એક સહાયક તરીકે કામ કરવા દેવું. આથી તેમને તે કાર્યક્ષેત્રનું એક ખરું ચિત્ર મળશે.

હાલના સમયમાં બાળકો પાસે માહિતીનો ભંડાર છે જેથી તેઓ વિશ્વમાં શું ચાલી રહ્યું છે તે વિશે વધુ સજાગ છે. સાચું કહું તો મા-બાપને જરૂર છે બાળકને સાંભળવાની અને તેને શોધ કરવા માટે અને વિચારો વ્યક્ત કરવા માટે પ્રેરિત કરવાની. મને ઘણાં વાલીઓ કહે છે કે તેઓ કદી પોતાના બાળકને 'પ્રેશરાઈઝ' નથી કરતા અને એને સ્વતંત્રતા છે કે તે એ નક્કી કરે કે તે શું કરવા માગે છે. પણ પોતાના વાર્તાલાપમાં તેઓ અજાણતા પણ કોઈ એક વ્યવસાયને વધુ મૂલ્ય આપતા હોય છે. દાખલા તરીકે કોઈ એવા સગા - જે ડોક્ટર કે એન્જિનિયર હોય - તેનાં વખાણ કરીને એમ કહેવું કે 'તું એકદમ એના જેવો/જેવી છે'. આ બાળક માટે સંકેત છે અને તે મનમાં એવી વિચારણા બાંધી લે છે કે તેને પણ મોટા થઈને તે જ બનવું જોઈએ!

ઘણી વખત કિશોરવયનાં બાળકો તેમનાં વાલીઓની અપેક્ષાઓ અને અપૂર્ણ મહત્ત્વાકાંક્ષાઓ ઉપર આધારિત વ્યવસાયનું ચયન કરે છે. મેં એવાં મા-બાપ જોયાં છે જેઓ પોતાના બાળકને - નૃત્ય શીખવા માટે, કે ક્રિકેટ રમવા માટે કે એન્જિનિયર બનવા માટે બળજબરી કરે છે. તેઓ સફળ પણ થાય છે, પણ કઈ કિંમતે? એ યુવા મહિલા જેને નૃત્ય શીખવામાં વરસો-વરસ કાઢી નાખ્યાં તેણે આજે તે છોડી દીધું છે. એટલું જ નહીં, તેને નૃત્ય માટે ઘૃણા થઇ ગઈ છે! એ યુવક જેને એન્જિનિયરિંગ પૂરું કર્યું તે ડિપ્રેશનમાં જતો રહ્યો અને તેમાંથી બહાર નીકળ્યા પછી તે આ બધું છોડીને એક સંગીતકાર બની ગયો છે. તેનાં મા-બાપ સાથે તેની બોલચાલ બંધ છે. મા-બાપ એમ પીડાય છે કે તેમને સર્વસ્વનું બલિદાન કર્યું જેથી તેમના એકના એક દીકરાને એક સ્થિર કારકિર્દી મળે, પણ તેમને પોતાના બાળકને એ પસંદ કરવાનો હક ન આપ્યો જે તેનું દિલ ઇચ્છતું હતું.

અને ખરું કહું તો આવી બાબતોમાં પસંદગીની સાચી રીત - ફક્ત મગજ અથવા બુદ્ધિને સાંભળવા કરતાં દિલને સાંભળવું વધુ યોગ્ય છે કેમકે તે વસ્તુ આપણને આનંદ આપે છે. અને જે વસ્તુ કરવાથી આપણને આનંદ મળે તે આપણને 'કામ' લાગે જ!

(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો