ડિજિટલ ડિબેટ/
ગુજરાત કોંગ્રેસની દિશા અને દશા હવે આગળ કેવી રહેશે?
જગદીશ ઠાકોર પ્રદેશપ્રમુખ બન્યા અને વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાની પસંદગી થઈ એટલે હવે આગામી ચૂંટણી આ જોડીની આગેવાનીમાં લડાશે. ત્રણેક અઠવાડિયા પછીય નવી નિમણૂકો સામે વિરોધનો સ્વર ઉઠ્યો નથી. તો શું હવે નવી નેતાગીરી સામે માત્ર બહારના જ પડકારો છે કે પછી...ચર્ચા કરવાનો સમય થઈ ગયો છે.
***
ઈતિહાસ ગવાહ હૈ/
ખલનાયકો વિનાનું ઇતિહાસનું ભણતર શુષ્ક...રસપ્રદ બનાવવું હોય તો જીત-પરાજય અને તવારીખોની સાથે જ અજબ-ગજબની પ્રેમગાથાઓ પણ માણો
રાણા પ્રતાપ કે છત્રપતિ શિવાજી મહારાજ સામેના જંગમાં મુઘલ સૈન્યનું નેતૃત્વ હિંદુ મહારાજાઓએ જ કર્યું હતું એ તથ્યને નકારી નહીં શકાય. એ જ રીતે પ્રતાપ કે શિવાજી પક્ષે મુસ્લિમ સરદારો અને સેનાપતિઓ હતા એ પણ એટલી જ હકીકત છે. કોમી વિભાજનોની દૃષ્ટિએ જ ઈતિહાસને મૂલવવાના પ્રયત્નો થતા હોય ત્યારે આ હકીકતોને પણ ધ્યાને લેવાની જરૂર ખરી.
***
ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતાં આજના કપલ્સ માટે રિલેશનશિપની મોડર્ન ટિપ્સ, જીવન પ્રેમથી અને સુંદર રીતે વિતશે
શંકા સ્ત્રીઓમાં જ હોય છે એવું નથી. પુરુષોમાં પણ શંકાનું પ્રમાણ ઘણું હોય છે. જો કે, હવે પ્રગતિશીલ અને ઉદાર મતવાદી વાતાવરણને કારણે પતિ અને પત્નીઓ એકબીજાને સ્પેસ આપતાં થયાં છે. તેને કારણે શંકા કરવાનું વલણ ઘટયું છે. એકબીજા પર રાખેલો વિશ્વાસ જ દાંપત્ય જીવનને જોડી રાખે છે.
***
મનન કી બાત/
સફળ થવાની એક ફોર્મ્યૂલાઃ તમારી જાત સાથે જૂઠું બોલવાનું બંધ કરો
સહુથી પહેલાં તો આપણે પોતાની જાત સાથે જૂઠું બોલવાનું બંધ કરવું પડશે. આપણે જ્યાં સુધી પોતાને અરીસામાં જે છે એ રીતે નહીં જોઈએ ત્યાં સુધી આગળ કોઈ પણ પગલું નહીં ભરી શકીએ. એક વાર અરીસામાં પોતાને જોઈ અને જે વાસ્તવિકતા છે એની સંપૂર્ણ સ્વીકૃતિ કરવી પડશે.
***
મારી વાર્તા/
આઈ નો, બધો જ વાંક મારો હતો...એ યુવાન કંઈ જ ન બોલ્યો, માત્ર હસતો રહ્યો…સારિકાની બાજુમાં બેસીને પાણીની બોટલ ધરતાં કહ્યું, 'પ્લીઝ હેવ સમ વોટર...'
‘હા, તો તમે બાકી રહી ગયા’તા...રાઇટ....? આઈ નો, બધો જ વાંક મારો હતો...એ સિવાય કહો...’ એ યુવાન કંઈ જ ન બોલ્યો, માત્ર હસતો રહ્યો… સારિકાની બાજુમાં બેસીને પાણીની બોટલ ધરતાં કહ્યું, 'હેલ્લો... પ્લીઝ હેવ સમ વોટર...' સારિકા તેને જોતી જ રહી... તે ફરી બોલ્યો, 'ટ્રસ્ટ મી, આ પાણી જ છે...' સારિકા પાણી પીતી જ હતી ત્યાં તે યુવકનું ધ્યાન સારિકાના પગેથી વહેતા લોહી તરફ પડ્યું.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
બાળકના રોલ મોડલ બનવું હોય તો પોતાના શબ્દો અને કૃત્યો વિશે જાગૃત રહો અને જરૂર પડે તો અંકુશ પણ રાખો, બાળકો જીવનનાં સારાં મૂલ્યો શીખશે
બાળકો બહુ જ નાની વયે પોતાની આસપાસ થઇ રહેલી ઘટનાઓ અને રોલ મોડલ્સ પાસેથી સંસાર વિશે ધારણાઓ બાંધતા હોય છે. જો તમે પૂછશો તો મોટાભાગના માણસો કહેશે કે વાલીઓ પોતે પોતાના બાળકો માટે સૌથી મોટા રોલ મોડલ છે પણ બહુ જ જવલ્લે આપણે આ તથ્યના ઊંડાણમાં જઈને તેનો પેરેન્ટિંગના સંદર્ભમાં ખરો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ચાલો આજે એ પ્રયત્ન ફરી કરીએ...
***
સુખનું સરનામું/
ઉત્તમ મારુ: દાદાની માવજતનું ઉત્કૃષ્ટ પરિણામ
નવા અવતરેલા બાળકના દાદીએ ફોન જોડીને બાળકના દાદાજીને પૌત્રના આગમનના ખુશખબર આપ્યા પણ સાથે દુ:ખી હૃદયે એમના પતિને વાત કરતા કહ્યું, 'ભગવાને આપણને પૌત્ર આપ્યો પણ એને હોઠ, નાક, તાળવું કે આંખો કંઇ જ નથી. ભગવાને સુખ આપીને તુરંત જ છીનવી લીધું. હવે આપણે શું કરીશું?' દાદાએ પત્નીને સાંત્વના આપીને ભગવાન પર ભરોસો રાખવા કહ્યું.
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘મોખડોજી’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે
આ રવિવારે ‘દિવ્ય ભાસ્કર’ એપના ડાયરે માણીએ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વધુ એક ખમતીધર વાર્તા ‘મોખડોજી’. લ્યો ત્યારે, થાવા દ્યો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.