મનન કી બાત:તમારા સબકોન્શિયસ અને અનકોન્શિયસ માઇન્ડમાં શું ધરબાયેલું છે? તે તમારી પાસે કેવી ડિફેન્સ પ્રોસેસ કરાવે છે?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

'યાર મારે વહેલું ઊઠવું તો હોય છે પણ હમણાં કામનો સ્ટ્રેસ એટલો છે ને કે ઊંઘ પૂરી કરવી જરૂરી છે.'

'મારા નસીબમાં જ આવું લખ્યું છે. ખુશ થવું કદાચ મારા નસીબમાં જ નથી.'

'કંઈ વાંધો નહીં, મારી સાથે આ ખરાબ થયું ને, હવે હું આ અનુભવનો મારા ફાયદામાં ઉપયોગ કરીશ.'

***

આપણા મનના 3 મુખ્ય ભાગ હોય છેઃ કોન્શિયસ, સબકોન્શિયસ અને અનકોન્શિયસ

આપણું કોન્શિયસ માઈન્ડ એ વિચારોનું ઘર છે જે આપણે જાણીએ અને સ્વીકારીએ છીએ. જેમ કે, આપણે કોન્શિયસલી સવારના 5 વાગ્યે ઊઠવાનો અલાર્મ મૂકીએ અથવા આપણે વિચારીએ કે આ વ્યક્તિ મને ગમે છે અથવા નથી ગમતી.

આપણું અનકોન્શિયસ માઈન્ડ આપણા એ વિચારોનું ઘર છે કે જેને આપણે સ્વીકારી નથી શકતા. જેમ કે, આપણા બાળપણની અમુક એવી યાદો જે ખૂબ દુઃખદાયક હતી અથવા આપણે પોતે કરેલી મોટી ભૂલો. આપણું મન આપણને પોતાના વિશે ખરાબ મહેસૂસ ન કરાવવા માટે એટલે કે આપણે પોતાને ખરાબ માણસ ન માનીએ એ માટે કેટલી બધી ડિફેન્સિસની રચના કરતું હોય છે. આ ડિફેન્સ અલગ અલગ પ્રકારનાં હોય છે. આ ડિફેન્સને તમે તમારા મનની રોગપ્રતિકારક શક્તિ તરીકે પણ જોઈ શકો છો. એ આપણા મનને પોતાની જાતને ખરાબ માનતા બચાવે છે. ડિફેન્સિસ ક્યારેક મેચ્યોર હોય છે તો ક્યારેક ઈમ્મેચ્યોર.

  • રેશનલાઈઝ: જયારે આપણને કોઈ વસ્તુ ન કરી શકવાનો અફસોસ હોય પરંતુ એ પચાવી ન શકતા હોય તો આપણું મન એક બહાનું આપે. જેથી, આપણે એ વસ્તુ પચાવી શકીએ. ઉદાહરણ તરીકે, 'યાર મારે વહેલું ઊઠવું તો હોય છે. પરંતુ હમણાં કામનો સ્ટ્રેસ એટલો છે કે ઊંઘ પૂરી કરવી જરૂરી છે.'
  • ડિસ્પ્લેસઃ જ્યારે આપણને આપણા જીવનના એક એવા ભાગથી દુઃખ મળતું હોય જે આપણા હાથમાં ન હોય ત્યારે આપણે એ વસ્તુનો ગુસ્સો એવી જગ્યા પર કાઢીએ જે આપણા નીચે હોય. ઉદાહરણ તરીકે, આપણા બોસ જયારે આપણને બોલે ત્યારે આપણે એને કંઈ નથી કહી શકતા. પરંતુ આપણે ઘરે જઈને પત્ની અને બાળક પર એનો ગુસ્સો ઉતારીએ.
  • રિપ્રેસ: આપણા જીવનની ઘણી એવી યાદો હોય જેણે આપણને વર્ષો પહેલાં બહુ દુઃખ આપ્યું હોય, એ યાદો આજે આપણને યાદ પણ ન હોય કારણ કે, આપણું મન આપણી પોતાની રોગપ્રતિકારક શક્તિ એ ખરાબ વિચારોથી આપણને બચાવે છે. ઉદાહરણ તરીકે, બાળપણમાં કોઈએ તમારું શોષણ કર્યું હોય એવી યાદો.
  • સપ્રેસ: જ્યારે આપણે પોતે એક ખરાબ અનુભવને ભૂલવાની કોશિશ કરીએ આપણી ચેતના અને મનથી તો એને સપ્રેસ કર્યું કહેવાય. ઉદાહરણ તરીકે, બ્રેકઅપ પછી તે વ્યક્તિ સાથે જોડાયેલી યાદો ભૂલવાનો પ્રયાસ.
  • સબ્લિમેશન: જ્યારે જીવનના કોઈ ખરાબ અનુભવને આપણે સારી રીતે ઉપયોગમાં લઈએ અને એનાથી કંઈક સારું કરીએ. ઉદાહરણ તરીકે, એકવાર પરીક્ષામાં ફેલ થઈને શીખ લઇને એ ભૂલ ક્યારેય પાછી ન થવા દેવી.
  • હ્યુમર: આ કદાચ સૌથી રસપ્રદ ડિફેન્સ છે. જયારે આપણે કોઈ એવી પરિસ્થિતિમાં હોઈએ જેના વિશે આપણે કંઈ ન કરી શકીએ અને એટલે આપણે એના પર હસી લઈએ. જેમ કે, લોકો લગ્ન થયાં પછી ઝઘડાઓ વિશે હસી લે.
  • એક્ટિંગ આઉટ: આપણે બધાએ આ કદાચ ક્યારેક ને ક્યારેક અનુભવેલું છે. જ્યારે કોઈ લાગણીનો ઘડો ધીમે-ધીમે ભરાતો રહે અને આપણે એકદમ એક સાથે ફાટી પડીએ એ વ્યક્તિ પર અથવા એકલામાં તો એને એક્ટિંગ આઉટ કહેવાય.
  • રિગ્રેસ: ઘણીવાર આપણે દુનિયાથી થાકીને નાનું બાળક નથી બની જવું હોતું? બસ એ જ એને રિગ્રેસ થવું કહેવાય.

મન: આપણી ડિફેન્સ આપણી રોગપ્રતિકારક શક્તિ જેવી હોય છે. આપણે ધ્યાન એ જ રાખવાનું છે કે એ શક્તિ આપણા પોતાના મન પર વાર ન કરે.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)

અન્ય સમાચારો પણ છે...