• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • What Are The Government's Preparations For The Third Wave? What Is The Most Stressful Event In Life? Along With This, The Story Of Mastamja And The Inspirational Story Of Sindhutai ...

રંગત સંગત:ત્રીજી લહેર માટે સરકારની કેવી તૈયારી છે? જીવનસાથીના મૃત્યુના આઘાતમાંથી કઈ રીતે નીકળશો? ટકોરાબંધ વાંચન પીરસતું આજનું ‘રંગત સંગત’ આ રહ્યું

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
જો સંબંધોને સ્વસ્થ રાખવા હોય તો ભેગા રહો... સંયુક્ત કુટુંબ તૂટી રહ્યાં છે તેનો વાંધો નહીં પણ સંયુક્ત કુટુંબના પ્રેમ અને હૂંફનો વિકલ્પ તો શોધો...

'બેટા, આ દુનિયામાં કોઈ કોઈના વિના રહી ના શકે એવું હોતું જ નથી. જો એ તને સાચો પ્રેમ કરતો હોય તો કોઈપણ સ્થિતિમાં તને પ્રેમ કરતો જ રહે. તને હોટેલમાં લઈ જવા માટે તે દબાણ કરે છે તેનો અર્થ જ એ કે તેને તારા કરતાં તારા શરીરમાં વધારે રસ છે. આપણું શરીર અને હૃદય મૂલ્યવાન છે, તેને ગમે તેને ન સોંપાય.'
***
મારી વાર્તા/
‘ક્લાસમાં બેન્ચ પર ને ઘરમાં ખુરશી પર... પપ્પાને કહીને આ ખુરશી જ કઢાવી નાખવાની છે...આ શું આખો દિવસ આ ખુરશી પર પગ લટકાવીને બેસી રહે છે તું...’

'ચિત્રા, આમ પગ લટકાવીને હલાવવા નહીં... કેટલીવાર તને ના પાડી છે...' પણ મારું બોલવું ક્યાં એને પનારે પડે છે. 'તો તું સ્પોર્ટ્સમાં ભાગ નથી લેવાની? આવતીકાલે તારે રનિંગમાં નામ લખાવવાનું છે. આપણે ક્લાસમાં બેસી નથી રહેવાનું. ક્લાસમાં બેન્ચ પર ને ઘરમાં ખુરશી પર... પપ્પાને કહીને આ ખુરશી જ કઢાવી નાખવાની છે.’
***
સુખનું સરનામું/
અનાથ બાળકોની માતા પરમપિતાના દરબારમાં... અનેક લોકોનાં તારણહાર સિંધુતાઇની પ્રેરકકથા

20 વર્ષની ગર્ભવતી પત્નીને બાળક જન્મવાની ઘડીએ જ હડધૂત કરીને ઘરની બહાર કાઢી મૂકનાર પતિને પાછલી ઉંમરે ખૂબ પસ્તાવો થયો. એ સિંધુતાઇને મળ્યો અને પોતાનાં કુકર્મો બદલ માફી માગી. વિશાળ હૃદયની આ સ્ત્રીએ પતિને માફ કરી દીધો અને એને પોતાના દીકરા તરીકે સ્વીકારી લીધો. હા, તમે બરાબર જ વાંચ્યું. દીકરા તરીકે સ્વીકાર્યો.
***
એક્સપ્લોર ઇન્ડિયા/
કુદરતની ખુલ્લી સ્લેટ પર લખાતી કવિતા ભણીએ... રંગાતા ચિત્રને ખુલ્લાં મનથી માણીએ હિમાચલનાં મનોરમ્ય 'જીભી'માં

સંપત્તિનો મોહ અને સોશિયલ મીડિયાની વર્ચ્યુઅલ દુનિયાની લાઈક અને ડિસલાઈકની દુનિયામાં ડૂબતા જઈએ છીએ. જીવંતતાની ખોજ કરતાં સંપત્તિના સંગ્રહ પાછળ ભાગતાં આપણે જીવનને લકવાગ્રસ્ત બનાવી દીધું છે. જિંદગીના ઘડિયાળના કાંટા ફરતા બંધ થઇ જાય તે પહેલાં થોડી હળવાશની પળો માણી લેવી જોઈએ. તો ચાલો, એક નવી સફરે...
***
ઈતિહાસ ગવાહ હૈ/
નાયક-ખલનાયક વચ્ચે ઝોલા ખાતો ભારતીય આસ્થાપુરુષ ટીપુ સુલતાન

ભારતીય બંધારણમાં જે રાષ્ટ્રપુરુષોનાં ચિત્રો સામેલ છે એમાંથી મુસ્લિમ શાસકો રહેલા બાદશાહ અકબર અને ટીપુ સુલતાનની સામે છાશવારે ઝુંબેશો ચલાવીને પ્રજાના માનસને ડહોળવાનો યોજનાબદ્ધ રીતે પ્રયાસ થઇ રહેલો અનુભવાય છે. કમનસીબે એમના શ્રદ્ધાળુ સત્તાધીશોએ તેમનાથી એકદમ અવળી દિશા પકડી હોય એવું લાગ્યા વિના રહેતું નથી.
***
મનન કી બાત/
જીવનની સૌથી સ્ટ્રેસફૂલ ઇવેન્ટ એ જીવનસાથીનું મૃત્યુ... આમાંથી બહાર કેવી રીતે નીકળવું?

એક મોટા સર્વેમાં જાણવા મળ્યું છે કે અલગ-અલગ સમાજના અલગ-અલગ લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે જીવનમાં કઈ વસ્તુથી સૌથી વધુ સ્ટ્રેસ પડે તો સર્વાનુમતે દેશ-વિદેશ બધેથી એક જ જવાબ મળ્યો કે આપણા જીવનસાથીનું મૃત્યુ. જીવનસાથીનું મૃત્યુ આ ઇન્ડેક્સમાં જીવનની સૌથી સ્ટ્રેસફુલ ઇવેન્ટ તરીકે જ્ઞાત થઈ.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
મહામારીમાં ઘરમાં બાળકોને લેફ્ટ આઉટ ફીલ ન થાય એ માટે તેમની સાથે સમય વિતાવો, નહીં તો તેઓ અલગ જ દુનિયામાં કેદ થઇને રહી જશે

એકલાં-એકલાં ઘરે ભણવું ખૂબ જ આકરું છે અને ખાસ કરીને ત્યારે જ્યારે તેઓ કલાસના બધા મિત્રોને સ્ક્રીન ઉપર જોડે જુએ છે! જો હું કોઈ એક્ટિવિટી માટે મારે સ્ટુડન્ટ્સને બગીચામાં લઇ જવા માગતી હોઉં તો હું ઓનલાઇન બાળકોને કેવી રીતે મેનેજ કરીશ? તેઓ નક્કી લેફ્ટ આઉટ ફીલ કરશે અને સ્વાભાવિક છે કે તેઓ તે વિષયમાં રસ ગુમાવી બેસે.
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘આઈ કામબાઈ’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

આ રવિવારે ‘દિવ્ય ભાસ્કર’ એપના ડાયરે માણીએ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વધુ એક ખમતીધર વાર્તા ‘આઈ કામબાઈ’. લ્યો ત્યારે, થાવા દ્યો...
***
ડિજિટલ ડિબેટ/
ત્રીજી લહેર માટેની સરકારની તૈયારી કેવી છે? શિક્ષણ, પ્રવેશ અને પરીક્ષાના નિર્ણયો ક્યારે લેવાશે?

એક તબક્કે એવું લાગતું હતું કે જીદે ભરાઈને સરકાર વાઇબ્રન્ટ કર્યે જ છૂટકો કરશે, વિદેશી મહેમાનો માટે બિન્ધાસ્ત નિયમો ભંગ કરીને કામ કરાશે. પ્રજા માટે બધા નિયમો, નેતાઓ માટે કોઈ નિયમો જ નહીં તે કોરોનાકાળમાં દિવા જેવું ચોખ્ખું થઈ ગયું છે. કદાચ એવું લાગ્યું કે ઘણા બધા વિદેશી મહેમાનો અહીંની સ્થિતિ જોઈને ખોટી છાપ લઈ જશે એવી ભીતીથી આખરે ઉપરથી આદેશ આવ્યો અને વાઇબ્રન્ટ સમિટ રદ થઈ.

અન્ય સમાચારો પણ છે...