તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Useful Tricks Of Parenting With Meghani's Story, Rishikesh's Thrilling Journey And Unfamiliar Stories Of History ... Read Rangat Sangat's Fresh Columns In Just One Click

રંગત સંગત:ઋષિકેશની સફર, માણેકશાનું ‘ઑપરેશન બાંગ્લાદેશ’, ડિજિટલ પેરેન્ટિંગ અને મેઘાણીની નવી ઑડિયો વાર્તા... આજનું ‘રંગત સંગત’ એક ક્લિકમાં

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક્સપ્લોર ઇન્ડિયા/
સ્વર્ગનું ઉંબર અને આપણું આધ્યાત્મિક કેન્દ્ર એટલે દેવોની ભૂમિનું દ્વાર: રોમાંચક ઋષિકેશ

જ્યારે જીવન અટકતું જણાય, જીવનમાં ક્યાંક મૂંઝવણ જણાય, ક્યારેય કંઇ જ ન કરીને ખાલી બેસી રહીને જિંદગીના દિવસોને વીતી જતા જોવાનું મન થાય ત્યારે ઋષિકેશ આંટો મારવો. બધા જ રસ્તાઓ આપોઆપ મળશે. અહીં જીવનમાં મૂંઝવતા સવાલનાં જવાબ મળે કે ન મળે પણ અહીં આવીને તમામ પ્રશ્નો આપોઆપ શૂન્ય થઈ જાય છે.
***
ઈતિહાસ ગવાહ હૈ/
લશ્કરી વડા માણેકશાએ વડાપ્રધાન ઇન્દિરાને કહ્યું: આજે યુદ્ધ 100% પરાજય નોતરશે

'તમારો આદેશ હોય તો હું મારાં દળોને આદેશ આપું કે એ પૂર્વ પાકિસ્તાનમાં ઘૂસે પણ વડાપ્રધાન, મારાં દળોએ આ માટે તૈયારી કરવી પડે. એ માટે તેઓ સજ્જ નથી. મને સમય જોઈએ અને મને મારી રીતે એ નક્કી કરવા દો તો સો ટકા જીત પાક્કી કરી આપું, અન્યથા તમે કહો તો આજે આક્રમણ કરીને 100% પરાજય પાક્કો કરી દઉં.'
***
મનન કી બાત/
તમે તમારા જીવનમાં કયા ડિફેન્સનો ઉપયોગ કરો છો?

આપણું મન આપણને પોતાના વિશે ખરાબ મહેસૂસ ન કરાવવા માટે એટલે કે આપણે પોતાને ખરાબ માણસ ન માનીએ એ માટે કેટલી બધી ડિફેન્સિસની રચના કરતું હોય છે. આ ડિફેન્સને તમે તમારા મનની રોગપ્રતિકારક શક્તિ તરીકે પણ જોઈ શકો છો. એ આપણા મનને પોતાની જાતને ખરાબ માનતા બચાવે છે.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
નબળી ઈન્ટરનેટ કનેક્ટિવિટીથી મજબૂત હ્યુમન કનેક્શન તરફ એક સફળ ડગલું...બાળકોનું માનસિક, ભાવનાત્મક અને શારીરિક સ્વાસ્થ્ય મજબૂત કરશે

જ્યારે શિક્ષક બાળકોને સ્ક્રીન ઉપર રહેવા માટે કહે ત્યારે પણ આ સ્માર્ટ બાળકો મલ્ટિ-ટાસ્કિંગ કરતા સરસ રીતે શીખી ગયા છે. એટલે કે તેઓ એકબાજુ કમ્પ્યૂટર અથવા ટેબલેટ ઉપર ક્લાસમાં હાજરી આપતી વખતે એવો દેખાવ કરે છે જાણે તેઓ ખૂબ જ ધ્યાનથી શિક્ષકને સાંભળી રહ્યા છે પણ વાસ્તવમાં તેઓ સાથે-સાથે પોતાના મોબાઈલ ઉપર સર્ફિંગ પણ કરી રહ્યા હોય છે.
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘મહેમાની’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘મહેમાની’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.
(આવરણ તસવીરઃ ઋષિકેશ, ઉત્તરાખંડ, તસવીરકારઃ કૌશિક ઘેલાણી)

અન્ય સમાચારો પણ છે...