તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Tribute: It Was Not A Subject To Study But A Source Of Our Unconditional Happiness, Sachin Is The Most Memorable Brotherhood Of My Childhood !!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટ્રેટ ડ્રાઇવ:ટ્રિબ્યુટ: એ કોઈ ભણવા માટેનો સબ્જેક્ટ નહોતો પણ આપણી બિનશરતી ખુશીનો એક સોર્સ હતો, સચિન એટલે મારી બાળપણની સૌથી યાદગાર ભાઈબંધી!!

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેટલાક લોકો માટે એ આદત હતો, કેટલાક માટે એક ઈમોશન. જ્યારે બધાને લાગ્યું કે હવે તો વખાણ કરવા કે લાગણી વ્યક્ત કરવા શબ્દો જ નથી રહ્યા તો આખી ક્રિકેટિંગ ફ્રેટર્નિટીએ ભેગા થઈને તેને ભગવાનની ઉપાધિ આપી દીધી. મારા માટે સચિન તેંડુલકર એટલે મારા બાળપણની સૌથી યાદગાર ભાઈબંધી. જેનાથી ક્રિકેટની દીવાનગી શરૂ થઈ અને જેના લીધે આ ગાંડપણ હંમેશાં માટે કાયમ રહેશે. અન્ય કોઈ સ્પોર્ટ્સપર્સનને સચિન જેટલું માન કે પ્રેમ ક્યારેય નહીં આપી શકું કારણ કે, સ્ટાર્સ તો બીજા ઘણાય આવ્યા છે અને આવશે, કદાચ અનેક રેકોર્ડ પણ તૂટશે. પણ આ હૈયું તો સચિનની સ્ટ્રેટ ડ્રાઇવે ચોરી લીધું છે, હવે બીજું ઇમ્પ્લાન્ટ કરાવું તો અન્ય કોઈનો ચાન્સ લાગે!

હ્યુમન મેકેનિઝ્મનો માસ્ટર
હ્યુમન સાયકોલોજી જ એવી છે કે આપણને કોન્સ્ટન્ટલી કંઈક આશા સાથે જીવવું ગમે. ક્લેરિટી કે સર્ટેનિટી સાથે નહીં. આવું મોટાભાગના સ્પોર્ટ્સ ટ્રેજિક માટે તો ખરું જ. વેલ, તમે જ કહો વનસાઇડેડ મેચ જોવી ગમે કે થ્રિલર? 90ના દાયકામાં સચિન વન મેન શો હતો અને 2000ના દાયકામાં પણ તેના આઉટ થતા જ મેજોરિટી ઘરે ટીવી બંધ થઈ જતા હતા કારણ કે, આશાનો અંત. આજે વિરાટ કોહલી ક્રિઝ પર ઊભો હોય તો બધાને ખાતરી હોય છે કે 10માંથી 9 વખત ભારત રનચેઝ કરી જ દેશે. લોકો કોહલીના ડોમિનેશનનો લુફ્ત ઉઠાવે છે. એની પણ અલગ મજા છે. પરંતુ સચિનના કેસમાં તેણે પોતાની સાથે પણ લડાઈ લડવાની હતી. યુ સી, એ સમયે આપણે બેટિંગની મજા લેતા હતા અને સાથોસાથ દરેક ઘડીએ ટેન્શનમાં પણ રહેતા હતા! આમ, તો આ એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી, પણ hope vs certainityના કેસમાં હોપ વધુ લોકોમાં જીવ રેડે છે, જ્યારે certainity તો કામ તમામ કરે છે!

લાર્જર ધેન લાઈફ જર્ની
ગુડ ટાઈમ્સ, બેડ ટાઈમ્સ એન્ડ ઓલ ટાઈમ્સ. સચિને બે દાયકાથી વધુ સમય લોકોને એન્ટરટેન કર્યા. આ સમયગાળામાં સચિનની સાથે લોકોની લાઈફ જર્ની પણ નેક્સ્ટ લેવલે પહોંચી. કોઈકે પેરેન્ટ્સ ગુમાવ્યા, તો કોઈ પેરેન્ટ્સ બન્યા, અઢળકના લગ્ન થયા તો ઘણા એ ડિવોર્સ માટે પિટિશન પણ ફાઈલ કરી, ઘણાએ ગ્રેજ્યુએટ થઈને પહેલી જોબ જોઈન કરી તો કેટલાકે સફળતા જોઈ તો કેટલાકે નિષ્ફ્ળતાનો સ્વાદ પણ ચાખ્યો. વર્ષ 1989થી 2013ના પિરિયડમાં જીવનના વિવિધ તબક્કે દરેકની લાઈફમાં સચિન કોમન ફેક્ટર રહ્યો. એટલે જ બધા તેની સાથે આટલી સારી રીતે કનેક્ટ થાય છે. સચિન કેટલા પર બેટિંગ કરે છે? આ દેશમાં સૌથી વધુ પૂછાતો પ્રશ્ન અને બસ સેન્ચુરી મારવાની તૈયારીમાં એ ફેવરિટ આન્સર.

વોહ ભી ક્યા દિન થે!
ઓન ધ ફિલ્ડ જાનદાર પ્રદર્શન અને ઓફ-ધ ફિલ્ડ જેન્ટલમેન જેવો અભિગમ. સફળતાની ટોચે પહોંચીને પણ હમ્બલ કેમ રહેવાય તેનું સર્વોચ્ચ ઉદાહરણ એટલે સચિન. મને એ યાદ નથી કે મેં સચિન વિશે પહેલીવાર ક્યારે સાંભળ્યું પણ વર્ષ 2003ના વર્લ્ડ કપમાં તેની બેટિંગ જોઈને એટલી ખબર પડી કે તેને માસ્ટર-બ્લાસ્ટર કેમ કહેવાય છે. પાકિસ્તાન સામેની એ 98 રનની ઇનિંગ્સ વિશે તો અડધી રાત્રે ઉઠાડીને પૂછો તો ય બોલ-બાય-બોલ ડિટેલ્સમાં દરેક માહિતી આપી શકું. સચિનને ફિલોસોફિકલ નજરે જોઈએ તો એ કોઈ ભણવા માટેનો સબ્જેક્ટ નહોતો પણ આપણી બિનશરતી ખુશીનો એક સોર્સ હતો. સચિનનું કામ જ હતું આપણા ઘરે રોજ ખુશીઓની હોમ ડિલિવરી કરવાની.

સચિનની સ્ટ્રેટ ડ્રાઇવ રોજના ડાયટનો ભાગ હતી. મહિનામાં બે ડઝન સ્ટ્રેટ ડ્રાઇવ જોઈ લો એટલે મન પ્રફુલ્લિત જ રહેવાનું, એની ગેરેન્ટી. એની સેન્ચુરી હોય કે સિંગલ ડિજિટ સ્કોર દરેક આઉટકમને જનરલ પબ્લિક સ્ટ્રોંગલી ફીલ કરતી અને આવતી મેચમાં સચિન આનાથી પણ સારું રમશે એ વિચાર દરેકને કમ્ફર્ટ આપતો.

વિન્ટેજ મોમેન્ટ્સ
વર્ષ 2000માં નાઇરોબીમાં ગ્લેન મેકગ્રામાં મારેલો પુલ શોટ હોય કે, 2003માં ડરબનમાં એન્ડ્રુ કેડિકની બોલિંગમાં કરેલો હુક, વર્ષ 2004માં મુરલી કાર્તિકની બોલિંગમાં લાહોરમાં પકડેલો ઇન્ઝમામનો એ યાદગાર કેચ હોય કે પછી વર્ષ 2008માં મેલબોર્નમાં બ્રેટ લીની ઓવરમાં ફટકારેલા ત્રણ ચોક્કા. સચિનના વિન્ટેજ મોમેન્ટ્સ અત્યારે ઇન્ટરનેટની દુનિયામાં બસ એક ક્લિક દૂર છે, પણ...પણ...આપણો સચિન જ્યારે ગાર્ડ લેતો અને આખું દેશ થંભી જતું એ લાગણી તો જેણે બસમાં, કોલેજની કેન્ટીનમાં, ટ્રેનમાં કે કોઈ પબ્લિક પ્લેટફોર્મમાં જીવી હોય, એ જ સમજે. અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ તો ત્યાં સુધી કહ્યું તું કે, 'મને ક્રિકેટમાં ઝાઝી ખબર નથી પડતી. તોય મારે સચિનને બેટિંગ કરતા જોવો છે. એટલે નહીં કે મને એની રમત ગમે છે. પણ મારે જાણવું છે કે એવું તો શું થાય છે એ બેટિંગ કરે ત્યારે કે મારા દેશનું પ્રોડક્શન 5% ઘટી જાય છે.'

સચિનનો અલ્ટીમેન્ટ જવાબ
પ્રશ્નો તો કાયમ થવાના જ. લોકો હંમેશાં પ્રશ્નો મારવા તૈયાર જ હોય છે, નહીં? સચિને પોતાની 100મી સદી પછી કહ્યું હતું કે, 'હું મારી ક્રિકેટિંગ જર્નીથી બહુ ખુશ છું. આ જર્નીમાં મારી ધીરજ અને મારા કેરેક્ટરની પરીક્ષા થઈ છે. ઘણા લોકોને પ્રશ્નો હતા. પણ મેં આવા કોઈ પ્રશ્નો સાંભળ્યા કે તેમના પર ધ્યાન નથી આપ્યું. જેમણે આ જર્ની જીવી નથી, જેઓ આ બધાથી પસાર નથી થયા, તેમની પાસે પ્રશ્નો જ હશે, જવાબ નહીં.'

વી મિસ યુ, માસ્ટર. હેપ્પી 48th બર્થ ડે!
vayamanan.dipak@dainikbhaskar.com
(લેખક ‘દિવ્ય ભાસ્કર’ એપ સાથે સંકળાયેલા યુવા સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો