સૌરાષ્ટ્રની રસધાર:ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘રંગ છે રવાભાઈને!’ સાંભળો ઓડિયો-વીડિયો સ્વરૂપે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આપણા ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર’. લગભગ એક સૈકો થવા આવ્યો આ ચિરંજીવી કૃતિને, પણ એમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આ વાર્તાઓને હવે આપણે માણીશું ઓડિયો-વીડિયો સ્વરૂપે. જી હા, મેઘાણીદાદાના શબ્દોને ઘૂંટાયેલા સ્વરના સ્વામીઓ પોતાના કંઠથી નવો ઘાટ આપશે. એટલે દર અઠવાડિયે ઝવેરચંદ મેઘાણીએ સર્જેલાં પાત્રો હવે ઓડિયો સ્વરૂપે પણ સજીવન થશે. દર રવિવારે ‘દિવ્ય ભાસ્કર’ એપના આ ડાયરે આપણે ‘સૌરાષ્ટ્રની રસધાર’ની એક ખમતીધર વાર્તા સાંભળીશું. આજે માણીએ, ‘રંગ છે રવાભાઈને!’ લ્યો ત્યારે, થાવા દ્યો...