તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગત-સંગત:વાર્તા, મોટિવેશન, ટેક્નોલોજી અને સ્પોર્ટ્સ જગતના નવા નક્કોર લેખોનો સંપુટ પેશ છે, વાંચો આજનું રંગત-સંગત

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મારી વાર્તા/
ગઇકાલે ખંજર, ખુલ્લી તલવારો, પાઈપો, ખાનગી ગોળીબાર અને ભડકે બળતા શહેરની વચ્ચે એક મહોલ્લામાં થોડા ‘મહાત્મા’ પણ જન્મ્યા હતા

શહેરના ભીડભાડવાળા રસ્તાઓ ઉપર બાઈક ચલાવતી વખતે ઘણી ય વાર એવો વિચાર આવ્યો છે કે ‘કાશ! આ ભીડ ક્યાંક અદૃશ્ય થઇ જાય અને આખા રસ્તા ઉપર હું એકલો જ હોઉં. તો પછી આજે આ સૂના રસ્તાઓ કેમ આંખમાં ફાંસ બનીને ખૂંચે છે?
***
ટેક્નોહોલિક/
આખી દુનિયાના સામુહિક દાદા-નાની નેટફ્લિક્સે પેન્ડેમિકમાં 85 લાખ નવા સબસ્ક્રાઇબર્સ ઉમેર્યા

મનોરંજનનું ભવિષ્ય નેટફ્લિક્સ છે. ગુગલ કે બીજી કોઈ જાયન્ટ કંપની તેની બરોબરી કરી શકશે નહિ. ઝકરબર્ગ પણ નેટફ્લિક્સને ખરીદી શકે એમ નથી. ફેસબુક કે વ્હોટ્સએપની લોકપ્રિયતા વધતી-ઓછી થતી રહે છે. નેટફ્લિક્સની લોકપ્રિયતા ચડતા ગ્રાફમાં વધતી જ જાય છે.
***
સુખનું સરનામું/
પારિવારિક જીવનને માણવા સ્વભાવનું ટ્યુનિંગ જરૂરી છે

સાજિંદાઓ એક બીજા સાથે એમના વાજિંત્રો મેળવે તો કર્ણપ્રિય સંગીત માણી શકાય. એવી રીતે પરિવારના સભ્યો એકબીજા સાથે સ્વભાવનું ટ્યુનિંગ કરી લે તો જીવન સંગીત પ્રગટે.
***
ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
કોઈ આપણને સમજી શકે નહીં ત્યારે શું કરવું? માલિનીની મૂંઝવણ કેવી રીતે દૂર થઈ?

વિચારો જુદા હોવા એ નવી કે નવાઈની વાત નથી. એ કુદરતી છે. ભગવાને સ્ત્રી અને પુરુષને જુદાં જુદાં ઘડ્યાં છે. એ માત્ર શરીર રચનાની રીતે જ નહીં, પરંતુ માનસિક સ્તરે પણ. સ્ત્રી જુદી રીતે વિચારે અને પુરુષ અલગ રીતે વિચારે.
***
સ્ટ્રેટ ડ્રાઇવ/
T-20ના રોમાંચ પર ટેસ્ટનો રોમાન્સ કાયમ ભારે રહેશે, આખરે દર બીજા દિવસે થાય તેને મિરેકલ થોડો કહેવાય?

જ્યારે મહોબ્બત પોતાની પીક પર પહોંચે તો તેને ઇશ્ક કહેવાય. ટેસ્ટ ક્રિકેટનો ઇશ્ક મુક્કમલ થાય ત્યાં સુધી આ 2.5 મહિના T-20 સાથે શિદ્દતથી મહોબ્બ્ત નિભાવી લઈએ.
***
ડિજિટલ ડિબેટ/
માથે દેવું ઘટાડવા વ્યાજના દર ઘટવાની સરકારની દલીલ – દલીલમાં કેટલું વજૂદ, દલીલ કેટલી વાહિયાત?

ચૂંટણીઓ જીતવી તે એકમાત્ર લક્ષ્ય હોય ત્યારે અર્થશાસ્ત્રીઓ નહીં, ચૂંટણી-શાસ્ત્રીઓની બોલબાલા રહેવાની. ભારતમાં પેન્શનરો પાસે અને મધ્યમ વર્ગ પાસે બેન્કોમાં FD મૂકવી એ સિવાય ભાગ્યે જ કોઈ હાથવગો વિકલ્પ છે, ત્યારે તેમના માટે કોરોના કાળમાં પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો